Bhupendra Patel: જાણો ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર સામે કેવા છે પડકારો ?

મુખ્યપ્રધાનપદની શપથ લીધા પૂર્વે ભૂપેન્દ્ર પટેલે, અમદાવાદમાં નીતિન પટેલ અને ગાંધીનગરમાં વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાત લઈને આર્શીવાદ મેળવવા સાથે એક પ્રકારે રાજકીય સંદેશ પણ આપ્યો છે કે તેઓ સૌને સાથે રાખીને ચાલવા માંગે છે.

Bhupendra Patel: જાણો ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર સામે કેવા છે પડકારો ?
ગુજરાતના નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને જઈને કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 12:08 PM

Challenge against Bhupendra Patel: ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની ( Bhupendra Patel )સરકાર સામે અનેક પડકારો રહેલા છે. ખાસ કરીને જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly elections) આગામી વર્ષે યોજાનાર છે, ત્યારે તેમની સામે પક્ષના અને સરકારના સૌ વરિષ્ઠને સાથે લઈને ચાલવાની સાથે, પક્ષે નક્કી કરેલ બેઠકોની સંખ્યા સાથે જીત મેળવીને કેન્દ્રીય મોવડી મંડળે મૂકેલા વિશ્વાસને સાર્થક કરી બતાવવાનો મોટામાં મોટો પડકાર રહેલો છે.

GMCની ચૂંટણીમાં જીત મેળવવી નવી સરકારના અસ્તિત્વ બાદ સૌ પ્રથમ પડકાર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની (Gandhinagar Municipal Corporation) ઓક્ટોબરમાં યોજાનાર ચૂંટણીમાં ભાજપને પુનઃ સત્તા ઉપર લાવવાની છે. ગુજરાતના પાટનગર અને જ્યાથી સમગ્ર રાજ્યનો વહીવટ ચાલે છે તે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ગત ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી નહોતી મળી પણ કેટલાક કોર્પોરેટરોના સહારે ભાજપે ગાંધીનગર મહાનગરપાલિકામાં સત્તા સંભાળી હતી. આથી ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર સામે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવવાની પણ એક પ્રકારે જવાબદારી રહેશે.

વિધાનસભાની ચૂંટણીમાં પુનઃસત્તા મેળવવી ગુજરાતમાં આગામી 2022ના ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly elections) યોજાનાર છે. આ ચૂંટણીમાં ભાજપને પુનઃ સત્તા ઉપર લાવવાની પણ જવાબદારી રહેલી છે. વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવવાની મુખ્ય જવાબદારી આમ તો પક્ષના સંગઠનની હોય છે. પણ તેમાં રાજ્ય સરકારની કામગીરી પણ મહત્વનું એક પરિબળ હોય છે. કારણ કે, સરકાર દ્વારા લેવાયેલા પ્રજાલક્ષી નિર્ણયોને અસર ઊભી કરતા હોય છે. ગુજરાતની ચાર વર્ષની વિજય રૂપાણીની સરકાર અને ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયોની પણ અસર ચૂંટણી ઉપર જોવા મળશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

વરિષ્ઠ ધારાસભ્ય-નેતાઓને સાથે રાખવા ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાંથી 2017માં પહેલીવાર ધારાસભ્ય બનીને મુખ્યપ્રધાન બનનાર ભૂપેન્દ્ર પટેલ સામે વરિષ્ઠ પ્રધાનો સાથે રાખવાની પણ એક પ્રકારનો પડકાર રહેશે. ભાજપે જ્ઞાતિ જાતિના સમિકરણોને ધ્યાને લઈને ગુજરાતની જવાબદારી ભૂપેન્દ્ર પટેલને આપી છે પરંતુ તેમની સાથે પાંચ કે છ ટર્મથી સતત ચૂંટાઈ આવતા ધારાસભ્યો-પ્રધાનોને પણ સાથે રાખીને ચાલવાનો મોટો પડકાર છે. જો કે રાજકીય બાબતોના તજજ્ઞોનું કહેવુ છે કે, પક્ષે આ બધી બાબતોને ધ્યાને લઈને જ ગુજરાતની જવાબદારી ભૂપેન્દ્ર પટેલને સોપી હશે. જો કે મુખ્યપ્રધાનપદની શપથ લીધા પૂર્વે ભૂપેન્દ્ર પટેલે, અમદાવાદમાં નીતિન પટેલ (Nitin Patel) અને ગાંધીનગરમાં વિજય રૂપાણીની (Vijay Rupani) શુભેચ્છા મુલાકાત લઈને આર્શીવાદ મેળવવા સાથે એક પ્રકારે રાજકીય સંદેશ પણ આપ્યો છે કે તેઓ સૌને સાથે રાખીને ચાલવા માંગે છે.

બોર્ડ-નિગમમાં નિમણૂક આ ઉપરાંત ચૂંટણી વર્ષમાં ભાજપના અનેક વરિષ્ઠ નેતા-અગ્રણીઓને બોર્ડ નિગમમાં (Board Corporation) ચેરમેન કે ડિરેકટર તરીકે સમાવવાની પણ જવાબદારી રહશે. જેમાં પક્ષના સંગઠન સાથે ચર્ચા વિચારણા કરીને પાર્ટીલાઈન મુજબ બોર્ડ નિગમમાં નિમણૂંકો કરવી કે કેમ ? તેનો પણ નિર્ણય લેવો પડશે.

AAPને રાજકીય રીતે મજબૂત ના થવા દેવો સામાન્ય રીતે ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ એમ બે જ મુખ્ય રાજકીયપક્ષો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાતો હોય છે. પરંતુ આ વર્ષે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને (AAP) મળેલ સફળતાથી પ્રેરાઈને આમ આદમી પાર્ટી ગુજરાતમાં તેના મૂળ ઊંડા કરીને ભાજપને કોઈ પણ પ્રકારે રાજકીય નુકસાન ના કરે તે પણ સરકાર અને સંગઠન સામેનો પડકાર ગણી શકાય. કારણ કે ગુજરાત વિધાનસભાની 2017માં યોજાયેલી ચૂંટણીમાં એવી કેટલીક બેઠકો છે કે જેમાં ભાજપના ધારાસભ્યો તેમના નજીકના કોંગ્રેસના પ્રતિસ્પર્ધી સામે માત્ર 3થી 5 હજાર મતની સરસાઈથી જીત્યા હતા.

જો આમ આદમી પાર્ટી કે અન્ય કોઈ મજબૂત અપક્ષ ઉમેદવાર ચૂંટણીમાં સારો દેખાવ કરી જાય તો ભાજપને સત્તા મેળવવી મુશ્કેલી થઈ શકે છે. કારણ કે ગુજરાતમાં ભાજપ તેનો સર્વોચ્ચ દેખાવ 127 બેઠકો પ્રાપ્ત કરીને કર્યો છે. જ્યારે ગત ચૂંટણીમાં ભાજપ 100 બેઠકોની અંદર પહોચી ગયું હતું. ત્યારબાદ, કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને ભાજપમાં જોડીને ધારાસભ્યોની સંખ્યા 112 ઉપર થવા પામી હતી.

આ પણ વાંચોઃ

g clip-path="url(#clip0_868_265)">