Bharuch : ગેસ દુર્ઘટનાથી અફરાતફરીની ઘટના બાદ સંજાલી ગામના લોકોમાં રોષ ફેલાયો, SITની રચનાની માંગ કરાઈ

|

Jan 13, 2023 | 7:10 AM

સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે લોકોના જીવનને જોખમ હોય તેમ છતાં  તાત્કાલીક કોઇપણ જાતનાં અસરકારક પગલાં ભરાયા ન હતા. પાનોલી જી.આઇ.ડી.સી. એસોશીયેશન પાસે પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ઓક્સિજનની પુરતી વ્યવસ્થા ન હતી. દેશ અને રાજ્યનો ઔદ્યોગીક તથા આર્થિક વિકાસ જરૂરી છે

Bharuch : ગેસ દુર્ઘટનાથી અફરાતફરીની ઘટના બાદ સંજાલી ગામના લોકોમાં રોષ ફેલાયો, SITની રચનાની માંગ કરાઈ
The villagers made three demands

Follow us on

અંક્લેશ્વર તાલુકા પાનોલી જી.આઇ.ડી.સી ખાતે હાલ ઘણા ઔદ્યોગીક એકમો કાર્યરત છે. ગત તારીખ ૧૧/૦૧/૨૦૨૩ ના રોજ પાનોલી જી.આઇ.ડી.સી ખાતે આવેલ કંપની અક્ષર નિધિ ફાર્મા કંપનીમાં આગ લાગેલ અને જોત જોતામાં આગે ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધેલ હતું. આ ઘટના બાદ ગેસ સર્જાતા પાનોલી જી.આઇ.ડી.સીને અડીને આવેલ સંજાલી ગામના લોકોને આખોમાં બળતરા , શ્વાસ લેવામાં તકલીફ જેવી અસર થવા પામી હતી. ગેસ ગળતળના કારણે સમગ્ર વિસ્તારમાં દોડળધામ મચી હતી. આજે ગ્રામજનોએ ઘટના સામે રોષ વ્યક્ત કરી જણાવ્યું હતું કે સંજાલી ગામના લોકો ઘટનાથી ડરી ગયા હતા તથા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે લોકોના જીવનને જોખમ હોય તેમ છતાં  તાત્કાલીક કોઇપણ જાતનાં અસરકારક પગલાં ભરાયા ન હતા. પાનોલી જી.આઇ.ડી.સી. એસોશીયેશન પાસે પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ઓક્સિજનની પુરતી વ્યવસ્થા ન હતી. દેશ અને રાજ્યનો ઔદ્યોગીક તથા આર્થિક વિકાસ જરૂરી છે પરંતુ એ વિકાસ માટે જો માનવ જીવન હોમાય જતું હોય તો આપણે પ્રબુદ્ધ નાગરીક તરીકે નવેસરથી વિચારવાનો સમય આવી ગયો હોવાનું ઉમેર્યું હતું.

રાશા થડાનીએ કઈ શાળામાં અભ્યાસ કર્યો, જુઓ ફોટો
કોના નામનું સિંદૂર લગાવે છે રેખા ? આટલા વર્ષે થયો ખુલાસો
શું તમારા ઘરના વોશ બેસિનમાં પણ છે નાનું કાણું? જાણો તે કેમ હોય છે
Budget 2025: Income Tax ભરનારાઓની પડી જશે મોજ, આ છે મોટું કારણ
Travel Guide: ભારતના આ સ્થળોની રેલયાત્રા આપને આપશે યાદગાર સંભારણુ
શું તમારી ગાડી કે બાઈક પર ભગવાનનું નામ લખેલું છે? જાણો પ્રેમાનંદ મહારાજે કરી સચોટ વાત

ગ્રામજનોએ  ત્રણ માંગણીઓ કરી

  1.  તારીખ ૧૧/૦૧/૨૦૨૩ ના રોજ પાનોલી જી.આઇ.ડી.સી માં આવેલ કંપની અક્ષર નિધિ ફાર્મા કંપનીમાં લાગેલ આગ અને ગેસ ગળતળ ની ઘટના કલેક્ટરશ્રીના વડપણ હેઠળ SITની રચના કરી તપાસ કરવામાં આવે તથા સમગ્ર ઘટના માટે જવાબદાર કંપનીનાં માલિક અને અધિકારીઓ સામે એફ.આર.આઇ. નોંધી કાયદેસર ફોજદારી કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત બેદરકાર અધિકારીઓને તાત્કાલિક અસરથી હોદ્દા પરથી દુર કરવામાં આવે તથા અક્ષર નિધિ ફાર્મા કંપની ને ક્લોઝર નોટીસ આપી બંધ કરવામાં આવે.
  2. પાનોલી જી.આઇ.ડી.સી માં આવેલ તમામ કંપનીનો સર્વે કરવામાં આવે તથા ગંભીર પ્રકારનો ઝેરી ગેસ છોડતી કંપનીઓ વિરુધ્ધ કાર્યવાહી કરી ક્લોઝર નોટીસ આપી બંધ કરાવવામાં આવે.
  3. પાનોલી જી.આઇ.ડી.સી માં વિસ્તારના આજુબાજુમાં આવેલ ગામો જેવાં કે પાનોલી, વિસ્તારના આજુબાજુમાં સંજાલી, આલુંજ, ઉમરવાડા, ખરોડ, ભાદી, ના લોકોની સલામતી જળવાય રહે અને ભવિષ્યમાં આવી કોઇ દુર્ઘટના ઘટે ત્યારે પુરતાં પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવે તથા સદર ઘટનાથી અસર પામેલ લોકોને યોગ્ય વળતળ ચુકવવામાં આવે તેવી માંગ કરાઈ છે.

Published On - 7:05 am, Fri, 13 January 23

Next Article