Video : ગણતરીના સમયમાં સંજાલી ગામના લોકો પલાયન કરી ગયા, તંત્રએ 1000 લોકો માટે  રાહત કેમ્પ શરૂ કરવો પડયો

Video : ગણતરીના સમયમાં સંજાલી ગામના લોકો પલાયન કરી ગયા, તંત્રએ 1000 લોકો માટે રાહત કેમ્પ શરૂ કરવો પડયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2023 | 7:19 AM

ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા ઘટના ઉપર સીધી દેખરેખ રાખવામાં આવી હતી. જીપીસીબીની ટીમ પાસે મોનીટરીંગ શરૂ કરાવાયું હતું. જિલ્લામાં બે હોસ્પિટલોમાં સ્ટેન્ડબાય બેડ રાખવામાં આવ્યા હતા. આ ઘટના પાનોલી જીઆઇડીસીની અક્ષર નિધિ ફાર્મા કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના બાદ સામે આવી હતી.

બુધવારે રાતે 8 વાગ્યાના અરસામાં અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામના લોકોને અચાનક આંખોમાં બળતરા અને ગભરામનની તકલીફ શરૂ થઇ હતી. એક બે વ્યક્તિ નહિ પણ લગભગ આખું ગામ એક સમાન તકલીફનો સામનો કરતા ભયનો માહોલ સર્જાયો હતો. આવા સમયમાં અફવાહ પણ જંગલની આગની જેમજ ફેલાઈ જતી હોય છે. જોખમી ગેસ ગળતરની વાત ફેલાતા લોકો ભયભીત બન્યા હતા. અંદાજિત 1000 લોકો સલામત સ્થળની શોધમાં નેશનલ હાઇવે તરફ દોડી ગયા હતા. જિલ્લા કલેકટરે વાતાવરણમાં જોખમી ગેસ ન હોવાની સ્પષ્ટતા કાર્ય બાદ લોકોએ રાહતનો દમ લીધો હતો. આ ગેસ સાંજે પાનોલીની કેમીકલ કંપનીમાં આગની ઘટના બાદ ઉત્પન્ન થયો હતો.

ભરૂચ જિલ્લા અધિક કલેકટર એન એસ ધાંધલના જણાવ્યા અનુસાર સ્થિતિ જોખમી ન હતી. મહત્તમ લોકોએ આંખમાં બળતરાની ફરિયાદ કરી હતી. મેડિકલ ટીમ ગામલોકોની મદદ માટે તૈનાત કરવામાં આવી હતી. સંજાલી ગામના 1000 જેટલા અસરગ્રસ્તો માટે અંકલેશ્વર તાલુકાના ખરોડગામમાં રાહત કેમ્પ પણ શરૂ કરવામાં આવ્યો હતો. સ્થિતિ સામાન્ય થયા બાદ ગ્રામજનોને પરત ફરવા સૂચના આપવામાં આવી હતી.

ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા ઘટના ઉપર સીધી દેખરેખ રાખવામાં આવી હતી. જીપીસીબીની ટીમ પાસે મોનીટરીંગ શરૂ કરાવાયું હતું. જિલ્લામાં બે હોસ્પિટલોમાં સ્ટેન્ડબાય બેડ રાખવામાં આવ્યા હતા. આ ઘટના પાનોલી જીઆઇડીસીની અક્ષર નિધિ ફાર્મા કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના બાદ સામે આવી હતી. આગમાં ફાર્મા કંપનીનો આખો પ્લાન્ટ બળીને ખાક થઇ ગયો હતો.

 

Published on: Jan 12, 2023 07:19 AM
g clip-path="url(#clip0_868_265)">