શેના આાધારે હવામાન નિષ્ણાંતો કરે છે આગાહી? જાણો પૂર્વાનુમાન કેવી રીતે થાય છે

ગુજરાતમાં ક્યારે થશે કમોસમી વરસાદ કે આવનારું ચોમાસું કેવું રહેશે આ તમામ બાબતોના પૂર્વાનુમાન હવામાન નિષ્ણાંતો દર્શાવતા હોય છે. ટૂંકા ગાળાના હવામાનની આગાહી સાથે કમોસમી વરસાદ કે ઠંડી અને ગરમીના પણ દાવા કરવામાં આવતા હોય છે. પરંતુ આ આગાહી કેવી રીતે કરવામાં આવે છે એ સવાલ પણ થતો રહેતો હોય છે.

શેના આાધારે હવામાન નિષ્ણાંતો કરે છે આગાહી? જાણો પૂર્વાનુમાન કેવી રીતે થાય છે
હવામાન આગાહી વિશે જાણોૌ
Follow Us:
| Updated on: May 04, 2024 | 8:49 PM

આગામી મહિનાથી ગુજરાતમાં ચોમાસુ શરુ થશે. આ પહેલા ઉનાળા દરમિયાન ગુજરાતમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ માવઠા વરસ્યા છે. તો વળી ઉનાળાની શરુઆતે અનેક વિસ્તારોમાં ભારે કરા પણ વરસ્યા છે. આ માટે અગાઉથી હવામાન નિષ્ણાંતોઓએ અગાઉથી જ આગાહીઓ કરી હતી. અનેકવાર હવામાન નિષ્ણાંતોએ કરેલી આગાહી મુજબ કમોસમી વરસાદ કે ચોમાસાનો વરસાદ વરસ્યો છે. આ વચ્ચે અનેકવાર સવાલ એ પણ થાય કે, આધુનિક યુગ અને હવામાન વિભાગ હોવા છતાં હવામાન નિષ્ણાંતો કેવી રીતે સચોટ આગાહી કરતા હશે?

હવામાન નિષ્ણાંતો પાસે કુદરતે આપેલી સૂઝ અને તેમના અનુભવના આધારે કરવામાં આવતા અવલોકનના આધારે તેઓ સચોટ આગાહી કરતા હોય છે. અનેકવાર ખરા ઉનાળાની ગરમી કે ઠંડીના સમયમાં પણ વરસાદની આગાહી સાંભળવા મળે છે. ખેડૂતોથી લઈ સૌ કોઈ આગાહીને લઈ ચિંતા અનુભવતા હોય છે. જોકે અગાઉથી આગાહીને લઈ વરસાદથી થનારા નુક્સાનને ટાળવામાં મદદ મળતી હોય છે. એટલે વરસાદ વરસવાના દાવા કરનારા હવામાન નિષ્ણાંતો પ્રત્યે ખેડૂતો સહિત સૌનો વિશ્વાસ વધતો જતો હોય છે.

હવામાન નિષ્ણાંતો કેવી રીતે કરે છે આગાહી?

હવે, તમને એ પણ સવાલ થતો હશે કે, સરકાર પાસે આખો વિભાગ છે. હવામાન વિભાગને સરકારની અન્ય સુવિધાઓનો સીધો લાભ મળતો હોય છે. જેમકે સેટેલાઈટ આધારીત માહિતી પણ ઉપલબ્ધ થતી હોય છે. તો અત્યાધુનિક ઉપકરણો પણ વિભાગ પાસે ઉપલબ્ધ હોય છે. આમ છતાં ઘણીવાર હવામાન નિષ્ણાંતોના દાવા પર લોકોની નજર વધારે રહેતી હોય છે. તો કેટલાક નિષ્ણાંતો પર તો જાણે કે વિશ્વાસ સ્થાપાયેલો જોવા મળતો હોય છે.

Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી

તમને સવાલ થતો હશે કે, વિભાગ સામે આ એકલ દોકલ માણસ કેવી રીતે આગાહી-દાવા હવામાન વિશે કરતા હશે? તો તમને એ પણ અહીં બતાવીશું. હવામાન નિષ્ણાંતો મોટેભાગે અલ નીનો અને લા નીનો આધારે ટૂંકા ગાળા અને લાંબા ગાળાની આગાહી કરતા હોય છે. જે ઉષ્ણ કટિબંધીય પ્રશાંત મહાસાગરના ભૂમધ્ય ક્ષેત્રમાં દરિયાઈ તાપમાન આધારે અવલોકન કરીને આગાહી કરવામાં આવતી હોય છે.

Based on what do meteorologists make predictions

કેવી રીતે કરે છે આગાહી?

અલ નીનો અને લા નીનો એટલે શું?

તમને હવે એ સવાલ થશે કે, અલ નીનો અને લા નીનો શું છે કે, જેના આધારે હવામાન નિષ્ણાંતો આગાહી કરતા હોય છે. અલ નીનો અંગે સૌથી પહેલા સમજી લઈએ. જે ઉષ્ણકટિબંધ પેસિફિક મહાસાગારમાં વિષુવવૃત્તીય પ્રદેશમાં સમુદ્રના તાપમાન તેમજ વાતાવરણની પરિસ્થિતિઓમાં થતા ફેરફાર માટે જવાબદાર દરિયાઈ ઘટનાને ‘અલ નીનો’ કહેવાય છે. જે ફેરફાર સમુદ્રની સપાટીના તાપમાનમાં સામાન્ય કરતા ઘણો વધારો નોંધાય છે. જે અંદાજે 4 થી 5 ડિગ્રી સેલ્સિયસ વધું હોઈ શકે છે.

વિષુવવૃત્તીય વિસ્તારમાં પેસિફિક મહાસાગરની સપાટી પર હવાનું દબાણ ઓછું હોય ત્યારે આ સ્થિતિ ઊભી થતી હોય છે. તેના ઉત્પત્તિના માટે વિવિધ કારણો માનવામાં આવે છે, પરંતુ સૌથી સામાન્ય કારણ એ છે કે તે ત્યારે ઉદ્ભવે છે જ્યારે ટ્રેડ વિંડ, પૂર્વ તરફથી ફૂંકાતા પવન ખૂબ જ ઝડપે હોય છે. આ કારણે દરિયાની સપાટીનું તાપમાન નોંધપાત્ર રીતે ઘટી જતું હોય છે. આની સીધી અસર સમગ્ર વિશ્વના તાપમાન પર પડે છે અને તાપમાન સરેરાશ કરતા વધુ ઠંડુ થઈ જાય છે.

Based on what do meteorologists make predictions

જાણો, અલ નીનો વિશે

કેવી સર્જાય અસર

એ પણ વિચાર આવતો હશે કે, અલ નીનો અને લા નીનો શું અસર કરતા હશે. તો એ પણ જાણી લઈએ. અલ નીનો એ દુનિયાની આબોહવા પ્રણાલીનો એક મહત્વનો હિસ્સો છે. હવામાન પર તેની ખૂબ જ મહત્વની અસર કરે છે. જેના કારણે ઠંડી, ગરમી અને વરસાદની અસર જોવા મળે છે. જોકે આ બંને સ્થિતિ પ્રતિવર્ષ નહીં પરંતુ ત્રણ થી સાત વર્ષના ગાળે બદલાતી હોય મોટી રાહત રહે છે.

અલ નીનો દરમિયાન મધ્ય અને પૂર્વય ભૂમધ્ય રેખા ક્ષેત્રાના પેસિફિક એટલે કે પ્રશાંત મહાસાગરની સમુદ્ર સપાટીના પાણી અસામાન્ય રીતે ગરમ હોય છે. પૂર્વથી પશ્ચિમ તરફ ફૂંકાતા પવન નબળા થાય છે અને પશ્ચિમ પેસિફિક મહાસાગરની સપાટીનું ગરમ પાણી ભૂમધ્ય રેખાના પૂર્વ તરફ જવાનું શરુ કરે છે.

જ્યારે લા નીનાની અસર વિશે જાણીએ તો તે, ચક્રવાતને પણ અસર કરે છે. તે તેની ગતિ સાથે ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની દિશાને બદલી શકે છે. જેના કારણે ઉત્તર ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં ખૂબ જ ભેજવાળી સ્થિતિ સર્જાતી જોવા મળે છે. તેની સ્થિતિ ઈન્ડોનેશિયા અને તેના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસાવી શકે છે. તો વળી તેને લઈ ઇક્વાડોર અને પેરુમાં દુષ્કાળ જેવી સ્થિતિ પણ સર્જાઇ શકે છે. આટલું જ નહીં લા નીનોની આ અસર ઓસ્ટ્રેલિયામાં પૂરની શક્યતાઓ લાવી શકે છે. ‘લા નીના’ વડે સામાન્ય રીતે ઉત્તર-પશ્ચિમમાં હવામાન ઠંડુ અને દક્ષિણ-પૂર્વમાં હવામાન ગરમ રહે છે. આ સમયગાળા દરમિયાન, ભારતમાં તીવ્ર ઠંડીની અસર હોય છે અને વરસાદ પણ મધ્યમ જોવા મળી શકે છે.

Based on what do meteorologists make predictions

જાણો, લા નીનો વિશે

આ બે ગુજરાતી હવામાન નિષ્ણાંતો જાણીતા

ગુજરાતમાં હાલમાં બે હવામાન નિષ્ણાંતો ખૂબ જ જાણીતા છે. જે બંનેના નામ ટીવી,સમાચારપત્રો,ડિજિટલ માધ્યમ અને સોશિયલ મીડિયામાં ખૂબ જ જાણીતા છે. જેમાં એક નામ છે અંબાલાલ પટેલ અને બીજા પરેશ ગોસ્વામી. આ બંને હવામાન નિષ્ણાંતો મોસમ અને કમોસમી વરસાદ જ નહીં પરંતુ ઠંડી અને ગરમીને લઈને પણ આગાહી કરતા હોય છે. તેઓની હવામાન આગાહી અનેકવાર સચોટ હોવાનું પણ લોકોએ સ્વીકાર કર્યો છે.

આ વખતે એટલે કે આવનારું ચોમાસું સારુ રહેવાની આગાહી પણ ગુજરાતના હવામાન નિષ્ણાંતોએ કરી છે. જે મુજબ આગામી ચોમાસું ગુજરાત સહિત ભારતમાં સારું રહી શકે છે.

પરેશ ગોસ્વામી કેવી રીતે કરે છે આગાહી, જાણો

પરેશ ગોસ્વામીએ TV9 સાથે વાતચીતમાં બતાવ્યું હતુ કે, તેઓ હવામાનની આગાહી 2008 થી કરે છે. જોકે અનુભવ અને તેમની આગાહીની સચોટતાને આધારે લોકોમાં વિશ્વાસ સ્થાપ્યો છે. તેઓએ કહ્યું હતુ કે, તેઓ લાંબો હવામાનની આગાહી માટે અનુભવ ધરાવે છે. તેમણે કહ્યું હતુ કે, તેઓ અલ નીનો અને લા નીનોને આધારે જ આગાહી કરે છે. આ માટે તેઓ પોતાના અનુભવ અને તેમના પેરામીટરને આધારે જ તેઓ આંકલન કરતા હોય છે. જે બાદ તેઓ ટૂંકા અને લાંબા ગાળાની આગાહી કરતા હોય છે.

આગળ વાત કરતા પરેશ ગોસ્વામીએ બતાવ્યું કે, તેઓ આગાહી કરવા માટે હવામાન વિભાગની માહિતીનો પણ ઉપયોગ કરતા હોય છે. આ માટે હવામાન વિભાગની વિગતોનો પણ અભ્યાસ કરતા રહે છે. તેમજ ઈન્ટરનેટના માધ્યમથી અન્ય હવામાન અંગેની વિગતો પર પણ સતત નજર રાખે છે. જેને લઈ તેઓની આગાહી એકદમ સટીક રહે એવું તારણ જોતા હોય છે.

પૂર્વાનુમાન ખૂબ જ મહત્વના

પહેલાથી જ વરસાદ અને ગરમી-ઠંડીની આગાહી કરવાને લઈને મહત્વના ફાયદા થતા હોય છે. ખાસ કરીને ખેડૂતોને વિશેષ ફાયદો થતો હોય છે. ચોમાસું સારુ જવાથી લઈને કમોસમી વરસાદની આગાહીને ધ્યાનપૂર્વક નોંધ પર ખેડૂતો રાખતા હોય છે. ખેડૂતોને સારા કે નબળા ચોમાસાની મળતી આગાહીને લઈ એ પ્રકારે માનસીક રીતે તૈયારી કરી ખેતી કરવાથી તે મદદરુપ નિવડે છે.

ઠંડી અને ગરમીના પણ પૂર્વાનુમાન થવાને લઈને પણ ખેડૂતોને મોટો ફાયદો થતો હોય છે. આ સિવાય પણ સામાન્ય રીતે પણ લોકોને પણ હવામાન વિશે જાણકારી મેળવવી જરુરી હોય છે.

આ પણ વાંચો:  આ ગામે સમજી લીધી દરેક ટીંપાની ‘કિંમત’, મીટરના કાંટે અપાય છે પાણી, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">