બનાસકાંઠા જિલ્લાના બે ભાગલાને લઇને રાજકીય બાજી ગોઠવી હોવાની ચર્ચા, સાંસદ ગેનીબેન કહ્યુ- સૌના અભિપ્રાયથી જિલ્લાનું વિભાજન થવુ જોઇતુ હતુ

ગુજરાતમાં હાલ 33 જિલ્લા અસ્તિત્વમાં છે. જો કે હવે સરકારે નવા વર્ષે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને, થરાદ-વાવ જિલ્લો બનાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે. બનાસકાંઠાના 2 ભાગ કરી 2 જિલ્લાઓ બનાવવામાં આવ્યા છે.વર્ષોથી ઉઠેલી માગને આખરે સરકારે પુરી કરી છે.

બનાસકાંઠા જિલ્લાના બે ભાગલાને લઇને રાજકીય બાજી ગોઠવી હોવાની ચર્ચા, સાંસદ ગેનીબેન કહ્યુ- સૌના અભિપ્રાયથી જિલ્લાનું વિભાજન થવુ જોઇતુ હતુ
Follow Us:
| Updated on: Jan 02, 2025 | 2:56 PM

ગુજરાતમાં હાલ 33 જિલ્લા અસ્તિત્વમાં છે. જો કે હવે સરકારે નવા વર્ષે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને, થરાદ-વાવ જિલ્લો બનાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે. બનાસકાંઠાના 2 ભાગ કરી 2 જિલ્લાઓ બનાવવામાં આવ્યા છે.વર્ષોથી ઉઠેલી માગને આખરે સરકારે પુરી કરી છે.

ભાજપે રાજકીય નિર્ણય લીધો હોવાનો દાવો

રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. વર્ષોથી આ માંગ ઉઠી રહી હતી, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થાય તે પહેલા જ સરકાર આ નિર્ણય લઇ રાજકીય બાજી ગોઠવવી દીધી છે. હવે રાજ્યમાં 50 ટકા શહેરી વિસ્તાર છે. શહેરોમાં ભાજપની પકડ ખુબ જ મજબૂત છે. ત્યારે આ નિર્ણયના રાજકીય અર્થ પણ લગાવવામાં આવી રહ્યા છે. કેમ કે લોકસભા ચૂંટણીમાં ભાજપને 26 બેઠક સામે કોંગ્રેસે એક જ બેઠક પર જીત મેળવી એવા સાંસદ ગેનીબેનનો જિલ્લો પણ બનાસકાંઠા જ છે.

ગેનીબેને કહ્યુ- સૌનો અભિપ્રાય જરુરી હતો

આ તરફ બનાસકાંઠા જિલ્લાના વિભાજના નિર્ણયને સાંસદ ગેનીબેન ઠાકોરે આવકાર્યો છે. નિર્ણયને આવકારવાની સાથે સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે ચૂંટાયેલા પ્રતિનિધિ અને આગેવાનોને વિશ્વાસમાં લીધા વગર સરકારે નિર્ણય કર્યો તે અયોગ્ય કહેવાય. સૌના અભિપ્રાયથી જિલ્લાનું વિભાજન થાય તો વધુ સરળતા રહે તેવુ ગેનીબેને જણાવ્યુ હતુ.

Headache in Winter : શિયાળામાં માથું કેમ દુખે છે?
Jaggery and Sesame Benefits : સફેદ તલ અને ગોળ સાથે ખાવાથી શરીરને થાય છે ચોંકાવનારા ફાયદા
Control Blood Sugar : તેજ પત્તા ડાયાબિટીસના દર્દીઓ માટે છે આશીર્વાદ સમાન
જયા કિશોરી, ધીરેન્દ્ર શાસ્ત્રી, પ્રેમાનંદ મહારાજ... જાણીતા આધ્યાત્મિક ગુરુઓ રોજ શું ખાય છે?
તમે અમીર બનવા માગતા હોવ તો જીવનમાં મુકેશ અંબાણીના આ 5 નિયમોનું કરો પાલન
પેટની બધી ગંદકી થઈ જશે સાફ, આ સફેદ વસ્તુને ગોળ સાથે ખાવાનું શરૂ કરી દો

જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે

કેબિનેટની બેઠકમાં ચર્ચા વિચારણા બાદ બનાસકાંઠા જિલ્લાના વિભાજન કરીને વાવ-થરાદને નવા જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. આ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે. હાલના બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાંથી 8 તાલુકાઓ – 4 નગરપાલિકાઓનો નવા બનનારા વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરાશે. વસ્તી, વિસ્તાર અને તાલુકાઓનું ભારણ ઘટે અને લોકોને સરકારી સવલતો વધુ સુગમતાથી મળી રહે તે માટે વિશાળ જનહિતમાં આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લાઓ વાવ-થરાદ અને બનાસકાંઠા નામે બનશે.

આ સુવિધાઓ મળી રહેશે

વર્ષ 1948થી કાર્યરત થરાદ પ્રાંતમાં થરાદ, વાવ, ભાભર, દિયોદર અને કાંકરેજ તાલુકાનો સમાવેશ થતો હતો. બનાસકાંઠાના 14 તાલુકાની સરખામણીએ થરાદ, વાવ, સુઇગામ, ભાભર, દિયોદર અને લાખણી તાલુકા ધરાવતો થરાદ જિલ્લો બની જાય, તો વહીવટી કામોમાં સરળતા તેમજ વિકાસની કામગીરીને પણ વેગ મળી શકે એમ છે. થરાદના એક અગ્રણીએ જણાવ્યું હતું કે, થરાદ જિલ્લો એ આસપાસના પાંચ તાલુકાનું કેન્દ્ર છે. થરાદ જિલ્લો બનવાથી પાંચ તાલુકાના લોકોને વહીવટી કામગીરી સરળતાથી ઉપલબ્ધ થશે. થરાદ સહિતના પાંચ તાલુકાનો વિકાસ પણ થશે, સુવિધાઓ વધશે અને રોજગારીની તકો પણ સર્જાશે.

વાવ-થરાદને જિલ્લા બનાવવાની વર્ષોથી માંગ થઇ રહી હતી. જે હવે પૂર્ણ થઇ છે. આગામી દિવસોમાં નવો જિલ્લો બનાવવાથી બનાસકાંઠા વધુ વિકાસ થશે અને લોકોને પણ સારી સુવિધાઓ મળશે.

અમદાવાદમાં વધુ એક નક્લી પોલીસ ઝડપાયો, લોકો સાથે કરતો હતો છેતરપિંડી
અમદાવાદમાં વધુ એક નક્લી પોલીસ ઝડપાયો, લોકો સાથે કરતો હતો છેતરપિંડી
વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે 44 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી
વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે 44 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી
રાજકોટ ભાજપ પ્રમુખ પદ માટે પૂર્વ મેયરો અને રૂપાણી જૂથની હોડ
રાજકોટ ભાજપ પ્રમુખ પદ માટે પૂર્વ મેયરો અને રૂપાણી જૂથની હોડ
કળયુગમાં સોશિયલ મીડિયાની આડ અસર !10 વર્ષના પ્રેમીપંખીડા ઘરેથી ભાગી ગયા
કળયુગમાં સોશિયલ મીડિયાની આડ અસર !10 વર્ષના પ્રેમીપંખીડા ઘરેથી ભાગી ગયા
દ્વારકાના કુરંગા નજીક મુસાફરો ભરેલી ખાનગી બસ પલટી
દ્વારકાના કુરંગા નજીક મુસાફરો ભરેલી ખાનગી બસ પલટી
આ 4 રાશિના જાતકોને નોકરીમાં લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને નોકરીમાં લાભના સંકેત
કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવના
કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવના
અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન
અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી મુદ્દે રાજનીતિ ચરમસીમાએ
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી મુદ્દે રાજનીતિ ચરમસીમાએ
બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ, લાખોના દાગીનાની ચોરી
બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ, લાખોના દાગીનાની ચોરી
g clip-path="url(#clip0_868_265)">