અંબાજી મંદિરને હજારો દીવડાઓની રોશનીનો કરાયો શણગાર, લાઈટ્સ એન્ડ સાઉન્ડ શો દરમિયાન ગરબે ઘુમ્યા ધારાસભ્યો- વીડિયો

બનાસકાંઠા: પવિત્ર યાત્રાધામ અંબાજી શક્તિપીઠ ખાતે પાંચ દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે. જેમા ચોથા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યોએ અંબાજી પરિક્રમા મહોત્સવમાં પહોંચ્યા હતા. અહીં મંત્રીઓ અને ધારાસભ્યો મા અંબાની ભક્તિમાં લીન થયા હતા. લાઈટ્સ એન્ડ સાઉન્ડ શો નિહાળી ધારાસભ્યો ગરબે ઘુમી માતાના આરાધના કરતા પણ જોવા મળ્યા હતા.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2024 | 11:25 PM

ગુજરાતમાં આજે એક વિરલ ઘટના જોવા મળી છે. ગુજરાતની વિધાનસભાના તમામ મંત્રીઓ સહીત ધારાસભ્યો અને મુખ્યમંત્રી સહિતનો એક મોટો સંઘ આજે શક્તિપીઠ અંબાજી ધામે પહોંચ્યો. મુખ્યમંત્રી હવાઇ માર્ગે પહોંચ્યા હતા. જ્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અન્ય મંત્રીઓ અને ધારાસભ્યો ગુજરાત વાહનવ્યવહાર નિગમની વોલ્વો બસમાં અંબાજી પહોંચ્યા.

લાલ ડ્રેસ કોડમાં જોવા મળ્યા મંત્રીઓ અને ધારાસભ્યો

અંબાજીનાં ગબ્બર ખાતે ચાલી રહેલાં પાંચ દિવસીય 51 શક્તિપીઠ પરીક્રમા મહોત્સવમાં આ આખોય સંઘ પહોંચ્યો હતો. મોટી વાત તો એ રહી મંત્રીઓ આજે એક જ ડ્રેસ કોડમાં હોય તેમ લાલ ઝભ્ભા અને મહીલાઓ લાલ સાડીમાં જોવા મળી.

ગબ્બર ખાતે પહોંચેલા આ તમામ મંત્રીઓ અને ધારાસભ્યો 51 શક્તિપીઠનાં વિવિધ મંદીરોમાં માતાની આરાધના કરતા જોવા મળ્યા. જ્યાં ગબ્બર ગઢની આરતી સાથે તમામ 51 શક્તિપીઠ મંદિરોમાં બિરાજમાન થયેલી માતાજીની આરતી ઉતારી. આજે આ ગબ્બરગઢ માં 11 લાખ 11 હજાર 111 દીવાની આરતી કરવામાં આવી. તમામ મંત્રીઓએ આ આરતીનો લાભ લીધો. જેને લઇ ગબ્બરગઢ દિવાળીની જેમ દિવાઓની રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

આ પણ વાંચો: રાજ્યસભા માટે ફોર્મ ભરતા પહેલા ભાજપના ઉમેદવાર ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ tv9 સાથે કરી ખાસ વાતચીત, કર્યો આ ખૂલાસો- વીડિયો

તળેટીમાં હજારો દિવડાઓની મહાઆરતીમાં થયા સામેલ

તમામ મંત્રીઓ અને ધારાસભ્યો ભક્તિમય બન્યાં હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત તમામ મંત્રીઓને ધારાસભ્યોએ ગબ્બરની તળેટીમાં હજારો દિવડાઓની મહાઆરતીમાં સહભાગી થયા હતા. ત્યારબાદ અંબાજીની માતા સતિના જીવન પર આધારીત જે કથા પ્રચલીત છે. તે લાઇટ એન્ડ સાઉન્ડ શો સાથે નિહાળી હતી.

આ ભક્તિમય માહોલમાં મંત્રીઓ અને ધારાસભ્યો ગરબાં રમી ને ધન્યતા અનુભવી હતી. આ અવસરે શક્તિસેવા કેન્દ્ર અંબાજીના પ્રયાસોથી ભિક્ષાવૃતિ ત્યજીને શિક્ષણ તરફ વળેલા 21 જેટલાં બાળકોએ ગબ્બર તળેટીએ મહાઆરતીમાં જોડાયા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">