આખો દિવસ ACમાં રહો છો, તો થઇ જાઓ સાવધાન, થઇ શકે છે આ બીમારી
આજના સમયમાં વધતા તાપમાનના કારણે ACમાં રહેવું ખૂબ જ જરૂરી બની ગયું છે. પરંતુ શું તમે જાણો છો કે લાંબા સમય સુધી AC માં રહેવાથી તમને ઘણી બીમારીઓ થઇ શકે છે
ઘણા લોકો આખો દિવસ અને રાત એસીનો ઉપયોગ કરે છે. તેનાથી તાપમાનમાં રાહત મળે છે. પરંતુ આખી રાત AC ચલાવવાથી તમારા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે
માથાનો દુખાવોઃ- લાંબા સમય સુધી ACની સામે સૂવાથી માથાનો દુખાવો થઈ શકે છે. AC ની હવા સીધી તમારા માથા પર આવે છે, જેના કારણે તમે માથામાં ભારેપણું કે સાઇનસ જેવી સમસ્યા થઇ શકે છે
ત્વચા માટે નુકસાનકારક- ACના વધુ પડતા સંપર્કથી ત્વચા પર ખરાબ અસર પડે છે. આના કારણે ત્વચાની ભેજ સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે. જેને કારણે ત્વચા નિસ્તેજ બની જાય છે
આખો દિવસ AC માં રહેવાને કારણે શરીરમાં પૂરતા પ્રમાણમાં વિટામીન D મળતું નથી
લાંબા સમય સુધી AC માં રહેવાથી હાડકાં નબળા પડી શકે છે. તમને જણાવી દઈએ કે ઠંડા શરીરના તાપમાનને કારણે હાડકા સંબંધિત બીમારીઓ થાય છે
લાંબો સમય એસીમાં રહેવાથી શરીરને પૂરતી માત્રામાં તાજી હવા મળતી નથી, જેના કારણે તમે થાક અનુભવી શકો છો. તમને જણાવી દઈએ કે શરીરને ઉર્જાવાન રાખવા માટે તાજી હવા જરૂરી છે
શરદી અને ઉધરસ- લાંબા સમય સુધી એસીમાં બેસી રહેવાથી તમને શરદી અને ઉધરસ થઈ શકે છે. ઉપરાંત, તે શરીરમાં ખેંચાણનું કારણ બની શકે છે
શરદી અને ઉધરસ- લાંબા સમય સુધી એસીમાં બેસી રહેવાથી તમને શરદી અને ઉધરસ થઈ શકે છે. ઉપરાંત, તે શરીરમાં ખેંચાણનું કારણ બની શકે છે