AC વગર રેલવે કોચ કેવી રીતે ઠંડો રહે છે?

14 May 2024

(Credit: pixabay/indiarailinfo/SWR)

અત્યારે દરેક ટ્રેનમાં AC કોચ લગાવવામાં આવે છે અને તે પણ આધુનિક ટેકનોલોજીથી સજ્જ AC કોચ લગાવેલા હોય છે.

AC ટ્રેન

 દરરોજ કરોડો લોકો રેલવે દ્વારા મુસાફરી કરે છે. ઉનાળાની ઋતુમાં એસી કોચ વિના ટ્રેનમાં મુસાફરી કરવી ખૂબ મુશ્કેલ છે.

AC કોચ

ભારતીય રેલવે ટ્રેનોમાં આજે એસી કોચની વિવિધ કેટેગરી છે. પણ AC નહોતા તે પહેલાં ટ્રેન ઠંડી કેવી રીતે રાખતા હતા?

AC કોચની વિવિધ કેટેગરી

સાઉથ વેસ્ટર્ન રેલવેની ફેસબુક પોસ્ટ અનુસાર ટ્રેનને ઠંડી રાખવા માટે આઈસ પ્લેટનો ઉપયોગ કરવામાં આવતો હતો.

આઈસ પ્લેટ

તે દિવસોની એર કન્ડીશનીંગ સિસ્ટમમાં બરફના ટુકડાને ટ્રેનની બોગીની નીચે સીલબંધ કન્ટેનરમાં રાખવામાં આવતા હતા

અગાઉની એર કન્ડીશનીંગ સિસ્ટમ

બેટરીથી ચાલતું બ્લોઅર સતત આ પ્લેટ પર હવા ફેંકતું હતું અને ઠંડી હવા વેન્ટ દ્વારા ટ્રેનની અંદર આવતી હતી.

વેન્ટમાંથી હવા આવતી

આ રીતે ટ્રેનને ઠંડી રાખવી એ એક પડકાર હતો. ઘણી વખત રેલવે લાઇન પર ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને બરફના બ્લોક્સને ભરાવામાં આવતા હતા.

ટ્રેન વારંવાર ઉભી રહેતી

દેશની પ્રથમ AC ટ્રેન ફ્રન્ટિયર મેલ તરીકે જાણીતી હતી. તેની શરૂઆત 1934માં BB&CI કંપની દ્વારા કરવામાં આવી હતી.

પ્રથમ AC ટ્રેન