RCB-CSK બંને પ્લેઓફમાં પહોંચશે, SRH બહાર થશે, KKR બનશે ચેમ્પિયન ! હરભજન સિંહે ચોંકાવનારો દાવો કર્યો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL પ્લેઓફની રેસમાં યથાવત છે અને 18 મેના રોજ ચેન્નાઈ સામે તેની છેલ્લી લીગ મેચ રમવાની છે. આ મેચ પહેલા હરભજન સિંહે મોટો દાવો કરતા કહ્યું છે કે RCB અને ચેન્નાઈ બંને પ્લેઓફમાં પહોંચી જશે. તેના મતે સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઓફમાં પ્રવેશ કરશે નહીં. આ સિવાય તેને કહ્યું કે કોલકાતા ચેમ્પિયન બની શકે છે.

RCB-CSK બંને પ્લેઓફમાં પહોંચશે, SRH બહાર થશે, KKR બનશે ચેમ્પિયન ! હરભજન સિંહે ચોંકાવનારો દાવો કર્યો
dhoni & virat
Follow Us:
| Updated on: May 14, 2024 | 7:36 PM

જેમ-જેમ IPL પ્લેઓફ નજીક આવી રહી છે તેમ-તેમ દરેક ક્રિકેટ ચાહકોના મનમાં એક પ્રશ્ન છે કે કઈ ચાર ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવશે. પ્રથમ ટીમ નક્કી થઈ ગઈ છે, કોલકાતાએ ક્વોલિફાય કર્યું છે. રાજસ્થાન રોયલ્સ પણ પ્લેઓફમાં પહોંચશે તે લગભગ નિશ્ચિત છે. છેલ્લા બે સ્થાન માટે ચેન્નાઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, સનરાઈઝર્સ હૈદરાબાદ, લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે સ્પર્ધા છે.

​​હરભજન સિંહે કર્યો દાવો

પ્લેઓફની આ રેસ વચ્ચે, IPLમાં કોમેન્ટ્રી કરી રહેલા અનુભવી ઓફ સ્પિનર ​​હરભજન સિંહનું માનવું છે કે CSK અને RCB બંને પ્લેઓફમાં જગ્યા બનાવશે. હરભજને કહ્યું કે આ લીગમાં તોફાની ક્રિકેટ રમી રહેલી હૈદરાબાદ પ્લેઓફમાં પહોંચી શકશે નહીં.

હૈદરાબાદ પ્લેઓફમાં નહીં પહોંચે?

સનરાઈઝર્સ હૈદરાબાદ પર હરભજન સિંહે દાવો કર્યો છે કે આ ટીમ માટે પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ છે. હરભજનને લાગે છે કે આ ટીમ એક દિવસ ખૂબ સારી રીતે રમી શકે છે પરંતુ સનરાઈઝર્સની ક્રિકેટ શૈલી મુશ્કેલ સંજોગોમાં કામ નહીં આવે. હરભજન સિંહે લાઈવ કોમેન્ટ્રીમાં ઘણી વખત સનરાઈઝર્સ હૈદરાબાદની ટીકા કરી છે. પરંતુ આ ટીમ પ્લેઓફની ઘણી નજીક છે અને હૈદરાબાદની બે મેચ બાકી છે, માત્ર એક જીતથી તે ક્વોલિફાય થઈ જશે. જોકે, હરભજન સિંહ કંઈક બીજું જ માને છે. તેના મતે બેંગલુરુ અને ચેન્નાઈ બંને ક્વોલિફાય થશે, જોકે આવું થવું ખૂબ જ મુશ્કેલ છે. આ બંને ટીમો વચ્ચે 18 મેના રોજ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ રમાશે.

ટાટાનો 43000 કરોડનો ઇન્વેસ્ટમેન્ટ પ્લાન...આ શેર પર જોવા મળશે અસર!
RCB vs RRની મેચ પહેલા આ એક કારણથી પરેશાન થઈ ધનશ્રી વર્મા
આજનું રાશિફળ તારીખ : 22-05-2024
શું જમતા પહેલા પાણી પીવાથી ખરેખર ઓછું થાય છે વજન? જાણો સત્ય
3.5 કરોડની કાર ખરીદનાર આ અભિનેતાનું કાર કલેક્શન છે ગજબનું, જુઓ ફોટો
Vastu Tips : ઘરમાં રાખો આ મૂર્તિ, ક્યારેય સંપત્તિની કમી નહી વર્તાય

શું KKR બનશે ચેમ્પિયન?

હરભજન સિંહે સ્ટાર સ્પોર્ટ્સ શોમાં દાવો કર્યો હતો કે કોલકાતા નાઈટ રાઈડર્સ IPL 2024 જીતી શકે છે. હરભજનના મતે કોલકાતાની ટીમમાં ઘણા મેચ વિનર છે અને તે ચેમ્પિયન બનવાનો મોટો દાવેદાર છે. KKR પ્રથમ વખત IPL 2024 માં પ્લેઓફ માટે ક્વોલિફાય થયું હતું અને હવે તેનું ટોપ 2 માં રહેવાનું પણ નક્કી જ છે. જોકે, કોલકાતાનો મહત્વનો ખેલાડી ફિલ સોલ્ટ પ્લેઓફ પહેલા ટીમ છોડીને ઈંગ્લેન્ડ પરત ફર્યો છે અને તેના કારણે ટીમને નુકસાન થઈ શકે છે. પરંતુ KKR માટે સારી વાત એ છે કે આ ટીમમાં સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, વેંકટેશ અય્યર, આન્દ્રે રસેલ જેવા ખેલાડીઓ છે જે શાનદાર ફોર્મમાં છે.

આ પણ વાંચો : IPL 2024: શું RCB રમ્યા વિના જ બહાર થઈ જશે? ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં વરસાદનો ખતરો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

અમદાવાદમાં 46 ડિગ્રી, ગાંધીનગર-સુરેન્દ્રનગરમાં 45ને પાર
અમદાવાદમાં 46 ડિગ્રી, ગાંધીનગર-સુરેન્દ્રનગરમાં 45ને પાર
IPL 2024ની મેચ દરમ્યાન બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનને લાગી અમદાવાદની લૂ
IPL 2024ની મેચ દરમ્યાન બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનને લાગી અમદાવાદની લૂ
માલપુર એસટી બસ સ્ટેશને છૂટા કરાયેલા સફાઈકર્મીઓએ દેખાવ કર્યા, જુઓ
માલપુર એસટી બસ સ્ટેશને છૂટા કરાયેલા સફાઈકર્મીઓએ દેખાવ કર્યા, જુઓ
નંદેસરીમાં ડામર બનાવતી કંપનીમાં ભીષણ આગ
નંદેસરીમાં ડામર બનાવતી કંપનીમાં ભીષણ આગ
આકરી ગરમીથી તપી ઉઠી રેતી, સૈન્ય જવાને શેકીને બતાવ્યો પાપડ
આકરી ગરમીથી તપી ઉઠી રેતી, સૈન્ય જવાને શેકીને બતાવ્યો પાપડ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમીને લઈ હિટ સ્ટ્રોકના દર્દીઓની સંખ્યા વધી, જુઓ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમીને લઈ હિટ સ્ટ્રોકના દર્દીઓની સંખ્યા વધી, જુઓ
UGVCLને આકરી ગરમી વચ્ચે બનાસકાંઠામાં 12 કલાક વીજ કાપ મૂક્યો, જુઓ
UGVCLને આકરી ગરમી વચ્ચે બનાસકાંઠામાં 12 કલાક વીજ કાપ મૂક્યો, જુઓ
ATM કાર્ડ મદદના બહાને આવીને બદલીને છેતરપિંડી આચરતો આરોપી ઝડપાયો, જુઓ
ATM કાર્ડ મદદના બહાને આવીને બદલીને છેતરપિંડી આચરતો આરોપી ઝડપાયો, જુઓ
Smart Meter બન્યુ Idiot Meter ? ભાડુઆતને મળ્યુ લાખો રુપિયાનું બિલ
Smart Meter બન્યુ Idiot Meter ? ભાડુઆતને મળ્યુ લાખો રુપિયાનું બિલ
કાળઝાળ ગરમીથી વડોદરાવાસીઓને બચાવવા મનપાનો એક્શન પ્લાન
કાળઝાળ ગરમીથી વડોદરાવાસીઓને બચાવવા મનપાનો એક્શન પ્લાન
g clip-path="url(#clip0_868_265)">