નવસારીના હસમુખ પંચાલે 1500 ગામોની પીવાના પાણીની સમસ્યાનું લાવ્યુ સમાધાન, મળો અનોખા વોટરમેનને- Video
નવસારીના હસમુખ પંચાલ વોટરમેન તરીકે નામના પામ્યા છે. તેમણે 1500થી વધુ ગામોની પીવાના પાણીની સમસ્યાનુ સમાધાન લાવી સમસ્યા દૂર કરવાનુ કામ કર્યુ છે. પીવાના પાણીની સમસ્યા દૂર કરનારા આ વ્યક્તિને હવે લોકો તેના સાચા નામથી નહીં પરંતુ વોટરમેનથી જ ઓળખે છે.
આજના જમાનામાં લોકો અનેક રીતે સેવા કાર્યોમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. ત્યારે આવા જ એક વ્યક્તિની વાત કરીએ.. જેમણે 1500થી વધુ ગામોમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવામાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે…જેમણે વોટરમેન તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. 80 વર્ષના આ વ્યક્તિ હસમુખ પંચાલ કે જેમણે છેલ્લાં 21 વર્ષથી કામ કરી 1500થી વધુ ગામોમાં કૂવા અને પાણીના બોર બનાવી આપ્યા છે. વોટરમેન હસમુખ પંચાલ નવસારીમાં શ્રી સત્ય સાંઈ સેવા સમિતિના નામે ભગવાન સત્ય સાંઈ પીવાના પાણીનો પ્રોજેક્ટ ચલાવે છે…પાણીની સમસ્યા દૂર કરનાર હસમુખ પંચાલને લોકો તેમના કામ મુજબ વોટરમેન તરીકે ઓળખે છે.
શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ કડોલી-મરોલી વિભાગે ડ્રિંકિંગ વોટર પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. આ પ્રોજેક્ટમાં પીવાના પાણીની સમસ્યા ધરાવતા ગામોમાં કૂવા કે બોરવેલ બનાવી તેની સાથે ટાંકી લગાવી દેવામાં આવે છે. જેથી પાણીની સમસ્યાથી હંમેશ માટે છૂટકારો મળી જાય છે. મહત્વનું છે કે આ પ્રોજેક્ટમાં ગ્રામજનો પાસેથી એક પણ રુપિયો લેવામાં આવતો નથી. પાણીની સુવિધા આપવાના બદલામાં ગ્રામજનો પાસે વૃક્ષારોપણ કરાવવામાં આવે છે અને વૃક્ષોનું જતન કરવાનું વચન પણ લેવામાં આવે છે. જોકે વૃક્ષારોપણમાં પણ વોટરમેન હસમુખ પંચાલ ગામના દરેક યુગલોને વિનામૂલ્યે 2 આંબાના છોડ પણ આપે છે. જે છોડ મોટું વૃક્ષ બનીને ફળ આપતા લોકોને તેમાંથી સારી આવક પણ મળી શકે.

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા

આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન

પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન

પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
