AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદની કેટલીક શાળાઓને બોંબથી ઉડાવી દેવાની ધમકી બાદ શિક્ષણવિભાગ થયુ સતર્ક, શાળા પરિસરમાં સુરક્ષાકર્મીને રખાશે તૈનાત- Video

અમદાવાદની કેટલીક શાળાઓને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યુ છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર શિક્ષણાધિકારી દ્વારા તેમના હસ્તકની તમામ શાળાઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે આ સાથે જ શાળા બહાર સુરક્ષાકર્મીને તૈનાત રાખવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2024 | 6:32 PM

અમદાવાદમાં કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસ પ્રશાસનની સાથે શિક્ષણ વિભાગ પણ સતર્ક બન્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર શિક્ષણ અધિકારી કચેરી દ્વારા તેના હસ્તકની તમામ શાળાઓને સતર્ક રહેવા સૂચના આપી અને કેટલીક મહત્વની બાબતોનું ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે. કચેરી દ્વારા શાળાઓને સૂચના અપાઇ છે કે હાલ વેકેશનનો સમય છે, જેથી બાળકો શાળામાં નથી તેમ છતાં પરિસરમાં સુરક્ષાકર્મીઓની હાજરી સુનિશ્ચિત કરવામાં આવે. જેથી કરીને શાળામાં બનતી ગતિવિધિ અંગે ધ્યાન રાખી શકાય.

શાળાના અધિકૃત મેઇલ પર આવતા તમામ મેઈલનું ધ્યાન રાખી જો કોઈ શંકાસ્પદ મેઈલ કે સંદેશ જણાય તો તાત્કાલિક પોલીસ પ્રશાસન અને કચેરીને જાણ કરવા માટે પણ સૂચના અપાઇ છે. મહત્વનું છે કે 6 મેએ અમદાવાદ શહેરની 30 થી વધારે શાળાઓને મેઇલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

અમદાવાદ ગ્રામ્યના DEO કૃપા ઝાના જણાવ્યા મુજબ 6 મે ના રોજ મળેલા મેલના સંદર્ભે તમામે તમામ શાળાઓને સૂચના આપી દેવામાં આવી છે કે તેમને આ પ્રકારનો કોઈપણ શંકાસ્પદ મેલ મળે તો તુરંત જ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. તેમજ AEIના કર્મીઓને આ બાબતે તુરંત જાણ કરવી. જેથી શિક્ષણવિભાગ દ્વારા પણ સંબંધિત કચેરીઓ ક્રાઈમબ્રાંચ કે પોલીસ તંત્રનો સંપર્ક કરી દરેક શાળાઓમાં વેરીફિકેશન સુનિશ્ચિત થઈ શકે.

Stomach Infection થાય તો શું ખાવું ?
TMKOC : તારક મહેતાના નવા 'અંજલી ભાભી' રિયલ લાઈફમાં છે ખૂબ જ ગ્લેમરસ
સમોસા અને જલેબી કોણે ન ખાવા જોઈએ?
દેવોં કે દેવ...મહાદેવ મોહિત રૈનાના પરિવાર વિશે જાણો
Gopal Italia Salary : ગોપાલ ઈટાલિયાને હવે ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે ?
Plant In Pot : લીંબુની છાલ ફેકીં દો છો ? છોડમાં આ રીતે કરો ઉપયોગ જંતુઓ રહેશે દૂર

આ પણ વાંચો: રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મંદિર, રામદેવપીર અને મેલડી માતાજીના મંદિરને કર્યુ આગને હવાલે- Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">