14 May 2024

મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન 

Mahakal Puja Niyam  ઉજ્જૈનમાં વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ મહાકાલના દરબારમાં માથુ ટેકવવા આવે છે. જો તમે પણ મહાકાલના દર્શને જવાના હો તો આ બાબતોનુ ધ્યાન જરૂર રાખજો.

હળદર, સિંદુર પૂજામાં ખાસ ધ્યાન રાખો કે તૂટેલા ચોખા, સિંદુર, હળદર અને તુલસી ન ચડાવો

શંખનું જળ શંખનું જળ, કેતકી, ચંપા, કેવડાના ફુલ શિવલિંગ અને ભોળાનાથ પર ન ચડાવવા જોઈએ. એવુ કરવાથી મહાદેવ નારાજ થઈ જાય છે.

કનેર, કમલ ભગવાન ભોળાનાથને કનેર અને કમળ ઉપરાંત લાલ રંગના ફુલ ન ચડાવવા જોઈએ.

જળધારા ભગવાન શિવને જળ ચડાવતી વખતે ધ્યાન રાખો કે શિવલિંગની જળધારા હંમેશા ઉત્તર તરફ હોવી જોઈએ

બે દીપક પૂજા કરતી વખતે એક નહીં પરંતુ બે દીપ પ્રગટાવવા જોઈએ. 

કંકુ ભગવાન શિવ શંકરને કંકુ ન લગાવવુ જોઈએ. આ મહાદેવની પૂજા માટે વર્જિત છે.

દીપક હાદેવની પૂજા સમયે એક ઘીનો દીવો અને બીજો તેલનો દીવો કરવાનું શુભ ગણાય છે. 

અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારીત છે. તેને અનુસરતા પહેલા પંડિતજીની સલાહ અવશ્ય લો.