Aravalli: બંદૂકનુ લાયસન્સ રીન્યૂ કરવા માટે લાંચ માંગતા ક્લાર્કને ACBએ રંગેહાથ ઝડપ્યો
અરવલ્લી જિલ્લા સેવા સદનમાં આવેલી પ્રાંત કચેરીમાં મોડાસા એસીબીની ટીમ દ્વારા ફરીયાદ આધારે છટકુ ગોઠવવામાં આવ્યુ હતુ, લાંચ લેતા જ આરોપી ક્લાર્કને ટીમે ઝડપી લીધો હતો,.
સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારને ડામવા માટે સરકાર અને એસીબી દ્વારા સતત પ્રયાસો છતાં કેટલાક કર્મચારીઓ લોકોને પરેશાન કરવાની ઘટનાઓ સામે આવતી જ રહે છે. અરવલ્લીના મોડાસા જિલ્લા સેવા સદનમાં સોમવારે બપોર બાદ એસીબીએ છટકુ ગોઠવીને મોડાસા નાયબ કલેક્ટરના સિનિયર ક્લાર્કને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો હતો. ક્લાર્કે ખેડૂત પાસે હથીયાર લાયસન્સ રિન્યૂ કરવાની કાર્યવાહી માટે રુપિયાની માંગ કરી હતી. જેને લઈ ખેડૂતે આ મામલે એસીબીનો સંપર્ક સાધ્યો હતો. જેને લઈ મોડાસા એસીબીની ટીમે છટકુ ગોઠવ્યુ હતુ.
અરવલ્લી એસીબી કચેરી દ્વારા આ માટે ટ્રેપીંગ કરવા માટે છટકુ ગોઠવવામાં આવ્યુ હતુ. જે દરમિયાન ફરિયાદ વખતે જણાવેલ રજૂઆત મુજબ જ ક્લાર્ક રોહિત પુરાણીએ લાંચની રકમની માંગ કરી હતી. હાજર પંચોએ છટકુ સફળ થતા જ એસીબીના અધિકારીઓને ઈશારો કરતા આરોપી રોહિતકુમાર પુરાણીને ઝડપી લેવામાં આવ્યા હતા.
ખેડૂતના હથિયાર લાયસન્સને રિન્યૂ કરવા રકમ માંગી હતી
મોડાસા નાયબ ક્લેકટર કચેરીમાં પાક રક્ષણ હથીયાર પરવાનાને રિન્યૂ કરવા માટેની કાર્યવાહી માટે ખેડૂતે અરજી કરી હતી. આ અરજી ઓનલાઈન કરેલી હતી અને તે રિન્યૂ કરવા માટેનુ ચલણ ભરેલ હતુ. આમ જરુરી દસ્તાવેજો સહિતની તમામ કાર્યવાહી કર્યા બાદ ક્લાર્ક દ્વારા લાંચની રકમ માંગવામાં આવી હતી. જેને લઈ ખેડૂતે અંતે એસીબીનો સંપર્ક કર્યો હતો.
આરોપી રોહિત લક્ષ્મણભાઈ પુરાણીએ ખેડૂત પાસે હથિયાર લાયસન્સનુ રિન્યૂ કરી આપવાનુ કામ કરી આપવા બદલ રુપિયા 500 ની માંગણી કરી હતી. ખેડૂતે આ અંગે રજૂઆત કરી હતી કે, તમામ કાર્યવાહી પોતાના તરફથી થઈ ચૂકેલ હોઈ યોગ્ય સમયમર્યાદામાં રિન્યૂનુ કામ થઈ જાય. જોકે લાંચ આપવા અંગે માંગણી કરતા આખરે ખેડૂતે લાંચની રકમ આપવા માંગતા નહોતા. જેને લઈ તેઓએ એન્ટી કરપ્શન બ્યૂરોની કચેરીનો સંપર્ક કર્યો હતો. જ્યાં તેમની ફરીયાદ આધારે લાંચના છટકાનુ આયોજન એસીબી અધિકારીઓ દ્વારા ગોઠવવામાં આવ્યુ હતુ. આ દરમિયાન પંચોની રુબરુમાં જ ફરીયાદ મુજબની વાતચિત કરીને લાંચની રકમ રોહિતકુમાર સ્વિકારતા જ તેમને એસીબીએ ઝડપી લીધા હતા.
એસીબી દ્વારા મિલ્કત સહિતની તપાસ કરશે!
પુરાણીએ આવકના પ્રમાણમાં કેટલી મિલ્કત ધરાવે છે એ અંગે પણ એસીબી દ્વારા તપાસ હાથ ધરાઈ શકે છે. આ દરમિયાન તેના ઘર અને તેની કચેરીમાં પણ કોઈ વધારાની બિનહિસાબી રકમ હોવા અંગે અને બિનહિસાબી મિલ્કત અંગેના કોઈ દસ્તાવેજો છે કે કેમ તે તમામ બાબતોની તપાસ કરવામાં આવી હતી. એસીબી ટીમ દ્વારા કાર્યવાહીને પગલે મોડાસા કલેકટર કચેરી ભવનમાં ફફાડટ વ્યાપી ગયો હતો.