AMUL HONEY : દૂધ અને દૂધની વિવિધ વસ્તુઓ બાદ અમૂલ હવે મધ વેચશે, કેન્દ્રીય કૃષિમંત્રીએ લોન્ચ કર્યું ‘અમૂલ હની’

|

Sep 28, 2021 | 9:17 PM

Amul Honey Launching : અમૂલ મધના વર્ચ્યુઅલ લોન્ચિંગ પ્રસંગે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંઘ તોમરે વડાપ્રધાનનુ સ્વીટ રિવોલ્યુશનનુ  સપનુ આગળ ધપાવવાના માટેના  અમૂલના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

AMUL HONEY : દૂધ અને દૂધની વિવિધ વસ્તુઓ બાદ અમૂલ હવે મધ વેચશે, કેન્દ્રીય કૃષિમંત્રીએ લોન્ચ કર્યું અમૂલ હની
Amul Honey Launching : Amul will now sell honey after milk and various milk items

Follow us on

ANAND : દૂધ અને દૂધની વિવિધ વસ્તુઓ બાદ અમૂલ હવે મધ (AMUL HONEY)વેચશે. અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની પ્રોડકટસનું વેચાણ કરતા અને સોથી મોટા ફૂડ પ્રોડકટ ઓર્ગેનાઈઝેશન તરીકે ગણના પામતા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડે (GCMMF) બજારમાં ‘મધ’ ની રજૂઆત કરી છે.

કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંઘ તોમર, કેન્દ્ર સરકારના પશુપાલન અને  ડેરી ક્ષેત્રના મંત્રી પરષોત્તમ રૂપાલા, કેન્દ્ર સરકારના રાજયકક્ષાના પ્રધાન કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી કૈલાશ ચૌધરી તથા રાજ્યકક્ષાનાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શોભા કરંનદલજેએ નવી દિલ્હીથી અમૂલ મધ (AMUL HONEY)નું વર્ચ્યુઅલ લોન્ચિંગ કર્યુ હતું.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

અમૂલ મધના વર્ચ્યુઅલ લોન્ચિંગ પ્રસંગે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંઘ તોમરે વડાપ્રધાનનુ સ્વીટ રિવોલ્યુશનનુ  સપનુ આગળ ધપાવવાના માટેના  અમૂલના પ્રયાસોની પ્રશંસા કરી હતી.તેમણે કહ્યું કે આ પ્રકારના પ્રયાસોથી નાના અને સિમાંત ખેડૂતોની આવક નોંધપાત્ર પ્રમાણમાં સુધારવામાં સહાય થશે. હવે “અમુલ- ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા” મધુર બની ગયુ છે.

આ પ્રસંગે કેન્દ્ર સરકારના પશુપાલન અને  ડેરી ક્ષેત્રના મંત્રી પરષોત્તમ રૂપાલાએ ઉલ્લેખ કર્યો હતો કે અમૂલે વધુ એક વાર વિદેશમાં ગુણવત્તાની આકરી કસોટીમાંથી પાર ઉતરેલી પ્રોડકટની  રજૂઆત કરી છે. બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ કહ્યું કે બનાસ ડેરીની સહકારી સંસ્થાના ખેડૂતોએ સખત પરિશ્રમ કરીને વડાપ્રધાનનુ સપનુ સાકાર કરવા પ્રયાસ કર્યો છે. તેમણે ભારત સરકારને બનાસકાંઠા જીલ્લામાં આંતરાષ્ટ્રીયસ્તરની હની ટેસ્ટીંગ લેબ ઉપલબ્ધ કરવા અનુરોધ કર્યો હતો.

અમૂલના MD ડો. સોઢીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે અમૂલે મધ એકત્ર કરવામાં, પેકીંગમાં તથા માર્કેટીંગમાં તેના દૂધના વ્યાપક નેટવર્કનો ઉપયોગ કરીને વડાપ્રધાનનુ સ્વીટ રિવોલ્યુશનના અનુરોધને આગળ ધપાવવાનુ કામ કર્યુ છે. અમૂલે મોનોફલોરા (એક જ ફલાવર સોર્સ) ધરાવતા મધના ચાર પ્રકાર રજૂ કર્યા છે જેમાં સરસવ, સૌંફ, તલ અને અજમાનો સમાવેશ થાય છે જે ન્યુક્લિયર મેગનેટિક રેસોનન્સ (NMR) ટેસ્ટેડ છે.  ખેડૂતોની આવક વધારવા માટે ભારત સરકારના અને નેશનલ બી બોર્ડના સક્રિય સહયોગથી મધુ ક્રાંતી હાંસલ થઈ શકશે.

Next Article