Gujarat Golden Village : અમરેલીના રફાળા ગામની થઈ કાયાપલટ, સમગ્ર ગામ ગોલ્ડન રંગે રંગાયુ

|

Jun 28, 2023 | 6:15 PM

સવજીભાઈએ કહ્યું કે અમરેલી અભ્યાસ માટે ગયો ત્યારે રફાળા ગામનું નામ પડતા જ લોકો પૂછતા તે ક્યાં આવ્યું.ત્યારે મને મનમાં વિચાર આવેલો કે એક દિવસ મારું ગામ નું નામ સમગ્ર ગુજરાતમાં ગુંજતું થાય તેવું ગામ હું બનાવીશ.મારા પિતા પણ કહેતા કે ગામ માટે કંઈક કરજે.

Gujarat Golden Village : અમરેલીના રફાળા ગામની થઈ કાયાપલટ, સમગ્ર ગામ ગોલ્ડન રંગે રંગાયુ
Gujarat Golden Village

Follow us on

Amreli : શુ તમને કોઈ ગામડામાં ,વાઇ ફાઈ,ઇન્ડિયા ગેટ,સરદાર ગેટ,અદ્યતન લાઈબ્રેરી,ધીબી ઘાટ,સ્વચ્છ રસ્તાઓ જોવા મળે તો ચોકી જશોને. પરંતુ આવી સુવિધાથી સજ્જ અમરેલીના(Amreli)  બગસરા તાલુકાના રફાળા ગામના(Rafala Village)  લોકો માટે સોનાનો સૂરજ ઉગ્યો છે.આ ગામની કાયાપલટ હાલ સુરત અને રફાળા ગામના વતની એવા સવજીભાઈ એ કરી છે.બગસરા તાલુકાના રફાળા ગામમાં આવતા જ સમગ્ર ગામ ગોલ્ડ રંગમાં(Golden Village)  રંગાયેલું જોવા મળી રહ્યું છે.રફાળા ગામમાં તમામ સુવિધાઓ જોવા મળી રહી છે.સામાન્ય રીતે ગામડામાં કોઈ સુવિધાઓ જોવા મળતી નથી

લાડલી ભવન રફાળા ગામ સિવાય કોઈ જગ્યાએ જોવા નહીં મળે

મોરારીબાપુ ના હસ્તે અહીં મુખ્ય ગેટ સરદાર ગેટ,પ્રસ્થાન કેન્દ્ર,સરસ્વતી મંદિર,ઇન્ડિયા ગેટ વગેરેને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.તો અહીં ગ્રામપંચાયત નું નામ સંસદ ભવન રાખવામાં આવ્યું છે.તો ચાર રસ્તાઓ ઉપર અમર જવાન સ્મારક પણ બનાવવવામાં આવ્યું છે.તો રફાળા ગામમાં લાડલી ભવન બનાવવામાં આવ્યું છે.

મુખ્ય રસ્તા ઉપર અવનવી ડિઝાઈનની રંગોળી પણ બનાવી હતી

લાડલી ભવનમાં રફાળા ગામની દીકરીઓના થાપા લગાવવામાં આવ્યા છે.જે લગ્ન સમયે દીકરીઓ દ્રારા ઘરે થાપા લગાવે છે તે થાપા અહીં રફાળા ગામની દરેક દીકરીઓના લગાવવામાં આવ્યા છે.અહીં 94 વર્ષના વૃદ્ધ દાદીમાના પણ થાપા લગાવવામાં આવ્યા છે.આ એક અલગ કોનસેપ્ટ  જોવા મળી રહ્યો છે.

Triphala: ત્રિફળા ક્યા સમયે ખાવી જોઈએ?
Tomato Soup : દરરોજ ટમેટાનું સૂપ પીવાથી શું ફાયદો થાય છે?
ઘરમાં કે ઘરની બહાર લીમડો ઉગવો શુભ કે અશુભ? આટલું જાણી લેજો
પ્લેનના પાઇલટને કેવી રીતે ખબર પડે છે કે લેફ્ટ જવું કે રાઈટ?
WhatsAppમાં દરેક ચેટમાં કેવી રીતે લગાવશો અલગ થીમ? આ છે પ્રોસેસ
Call દરમિયાન તમને પણ આવે છે આ અવાજ, તો તમારો કોલ રેકોર્ડ કરી રહી છે સામેની વ્યક્તિ

રફાળા ગામના તમામ સ્થળોનું લોકાર્પણ કર્યા બાદ કથાકાર મોરારીબાપુ પણ આ ગામ જોઈને નવાઈ પામ્યા હતા અને કહ્યું હતું કે અત્યાર સુધી આવું ગામ મેં મારી જિંદગીમાં જોયું નથી.હું દરેક દેશમાં કથા કરવા જાવ છું પણ અહીં જે પ્રકારની સ્વચ્છતા,સુવિધા જોવા મળી છે આવી સુવિધા કોઈ ગામડામાં જોવા મળતી નથી.ખરેખર આ ગોલ્ડન વિલેજ છે.

તમામ સુવિધાઓ સવજીભાઈ એ રફાળા ગામને આપી

રફાળા ગામમાં આવતા જ સમગ્ર ગામ ગોલ્ડન જોવા મળે છે.આજે આ ગામના દરેક ઘર શણગારેલા જોવા મળે છે.અહીં દરેક સુવિધા સવજીભાઈ એ રફાળા ગામના લોકો માટે કરી છે.અહીં ભૂગર્ભ ગટર,રોડ,રસ્તા ,ધોબી ઘાટ,વારી ગૃહ,મંદિરો તમામ સુવિધાઓ સવજીભાઈ એ રફાળા ગામને આપી છે.

તો સવજીભાઈ સાથે કામ કરતા સુરેશભાઈ જણાવી રહ્યા છે કે આ પ્રકારના આધુનિક ગામ માટે સવજીભાઈ છેલ્લા 15 વર્ષથી મહેનત કરી રહ્યા હતા.પરંતુ છ મહીના પહેલા રફાળા ગામને ગોલ્ડન વિલેજ બનાવવા માટે નું કાર્ય શરૂ કર્યું હતું.અહી ઇન્ડિયા ગેટ,સરદાર ગેટ,આધુનિક સમશ્યાન વહવારે બનાવે છે.સામાન્ય રીતે કોઈ પણ ગામડા માં લોકો ગેટ બનાવે તો પોતાના માતા, પિતાનું નામ લખતા હોય છે પરંતુ સવજીભાઈ એ સરદાર ગેટ,ઇન્ડિયા ગેટ વગેરે નામ આપ્યા છે જે આજ સુધી કોઈ જગ્યાએ જોવા મળતું નથી.

સવજીભાઈ નો જન્મ રફાળા ગામ થયો છે

સવજીભાઈએ કહ્યું કે અમરેલી અભ્યાસ માટે ગયો ત્યારે રફાળા ગામનું નામ પડતા જ લોકો પૂછતા તે ક્યાં આવ્યું.ત્યારે મને મનમાં વિચાર આવેલો કે એક દિવસ મારું ગામ નું નામ સમગ્ર ગુજરાતમાં ગુંજતું થાય તેવું ગામ હું બનાવીશ.મારા પિતા પણ કહેતા કે ગામ માટે કંઈક કરજે.તેઓ 20 વર્ષ સુધી આ ગામમાં સરપંચ તરીકે રહ્યા હતા.1955 થી લઈને 2017 સુધી ના સરપંચોની ફોટા તેમજ નામ સાથે લાડલી ભવનમાં નામાવલી છે.

તો અહીં સૌ પ્રથમ શાળાની સ્થાપના તેમજ પ્રથમ વિદ્યાર્થીઓ આ ગામના પ્રથમ શિક્ષકો વગેરે નામાવી ફોટા સહિત લાડલી ભવનમા જોવા મળે છે.લોકોને જેમ જેમ આજથી રફાળા ગામ વિશે જાણકારી મળશે તેમ તેમ રફાળા ગામ ગુજરાત તેમજ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ થશે.

(With Input, Rahul Bagda, Amreli )