Breaking News : અમદાવાદમાં 50 કરોડથી વધુની બેંક છેતરપિંડી કેસમાં CBIની કાર્યવાહી, કંપનીના એમડી સહિત અન્ય વિરુદ્ધ કેસ દાખલ
અમદાવાદમાં 50 કરોડથી વધુની બેંક છેતરપિંડી કેસમાં CBIએ કાર્યવાહી કરી છે. જેમાં કંપનીના એમડી સહિત અન્ય વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
Ahmedabad : અમદાવાદમાં 50 કરોડથી વધુની બેંક છેતરપિંડી કેસમાં CBIએ કાર્યવાહી કરી છે. જેમાં કંપનીના એમડી સહિત અન્ય વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.જેમાં ખાનગી કંપનીનાં મેનેજિંગ ડિરેક્ટર સહિત અન્ય વિરુદ્ધ બેંક છેતરપિંડીનો કેસ દાખલ કરીને ઓફિસ અને રહેણાંક વિસ્તાર સહિત 3 સ્થળએ સર્ચની કાર્યવાહી કરવામાં આવી છે.
સર્ચની કાર્યવાહીમાં CBI ને વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે. CBI આ કેસમાં આગળની તપાસ કરી રહી છે.જેમાં મળેલી માહિતી મુજબ સુગર ફેક્ટરી સ્થાપવા માટે બેંક લોન લેવાઇ હતી.
જેના પગલે 50.25 કરોડની લોન મામલે કાર્યવાહી કરવામાં આવી છે. CBI દ્વારા નોંધાયેલી ફરિયાદમાં 1) શ્રી માંડવી વિભાગ સહકારી ખાંડ ઊદ્યોગ મંડળી લિમીટેડ , 2) રવિન્દ્ર પટેલ, મેનેજીંગ ડિરેક્ટર,3) અજાણ્યા શખ્સો સહિત સરકારી કર્મચારીઓનાં નામ તપાસમાં સામેલ થાય એમની સામે ફરિયાદ નોંધાઇ છે.