WhatsAppમાં દરેક ચેટમાં કેવી રીતે લગાવશો અલગ થીમ? આ છે પ્રોસેસ
18 Feb 2025
(Credit Image : Getty Images)
વોટ્સએપ તેના યુઝર્સ માટે નવા ફીચર્સ લાવતું રહે છે. જેના કારણે યુઝર્સને વોટ્સએપનો ઉપયોગ કરવાનો અનુભવ વધુ સારો બને છે.
વોટ્સએપ
WhatsApp એ એક નવું ફીચર લોન્ચ કર્યું છે. જેમાં તમે દરેક ચેટમાં વિવિધ થીમ્સ લાગુ કરી શકશો. આ સુવિધા તમને WhatsApp સેટિંગ્સમાં મળશે.
વિવિધ થીમ્સ
નવી ફીચર્સ સાથે તમે તમારી ચેટના દેખાવને વધારે સારુ બનાવી શકો છો. તમે તમારી પસંદગી મુજબ ચેટનો રંગ બદલી શકો છો અને વિવિધ થીમ સેટ કરી શકો છો.
ચેટ થીમ ફીચર
તમને WhatsApp પર પ્રી-સેટ થીમ મળી રહી છે. આ દ્વારા તમે તમારી ચેટના બેકગ્રાઉન્ડ અને બબલ્સ બંને પર તમારી પસંદગીની થીમ લાગુ કરી શકો છો. આ ઉપરાંત તમને કસ્ટમાઇઝ્ડ થીમ ઇન્સ્ટોલ કરવાનો વિકલ્પ પણ મળે છે.
WhatsApp પર પ્રી-સેટ થીમ
એટલું જ નહીં વોટ્સએપે 30 નવા વોલપેપર્સ પણ રજૂ કર્યા છે. તમે આ બિલ્ટ-ઇન ડિઝાઇનમાંથી પણ પસંદ કરી શકો છો. આ ઉપરાંત તમે તમારી ફોટો ગેલેરીમાંથી બેકગ્રાઉન્ડ પણ અપલોડ કરી શકો છો.
30 નવા વોલપેપર્સ
વિવિધ ચેટનો રંગ બદલવાનો વિકલ્પ પણ બતાવવામાં આવશે. iOS યુઝર્સને સ્ક્રીનની ટોચ પર દેખાતા ચેટ વિકલ્પ પર ક્લિક કરીને થીમ બદલી શકે છે.
ચેટનો રંગ
જો તમે એન્ડ્રોઇડ યુઝર્સ છો તો ચેટ વિભાગમાં ત્રણ ડોટ પર ક્લિક કરો. ચેટ થીમ વિકલ્પ પર ક્લિક કરો અને થીમ બદલો.