જયા કિશોરીનું સાચું નામ શું છે? 

5 Jan 2025

Pic credit - Pixabay/Pexels

જયા કિશોરી ધર્મ ક્ષેત્રે જાણીતું નામ છે. જયા કિશોરી ખ્યાતનામ કથાવાચક છે.

જયા કિશોરી એક મોટિવેશનલ સ્પીકર પણ છે. આ ઉપરાંત જય કિશોરી તેના ભજનો અને ગીતો માટે પણ જાણીતી છે.

જયા કિશોરી સાધ્વી કે સંત નથી. જયા કિશોરી પારિવારિક જીવન જીવવા માંગે છે. તેણીએ પોતે આ વિશે ઘણી વખત વાત કરી છે.

જયા કિશોરી અવારનવાર ચર્ચાઓમાં રહે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે જયા કિશોરી તેનું અસલી નામ નથી.

જયા કિશોરીનું સાચું નામ શું છે? ચાલો જાણીએ

જયા કિશોરીનો જન્મ 13 એપ્રિલ 1995ના રોજ રાજસ્થાનના સુજાનગઢમાં થયો હતો. જયા કિશોરીનો પરિવાર હવે રાજસ્થાનમાં નથી રહેતો.

જયા કિશોરી સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર તેના લાખો ફોલોઅર્સ છે.

જયા કિશોરી દેશ-વિદેશમાં કથાવાચન કરે છે. તેમને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે.

જયા કિશોરીનું સાચું નામ જયા શર્મા છે. જયા શર્માને તેમના ગુરુ પંડિત ગોવિંદરામે કિશોરીનું બિરુદ આપ્યું હતું.

આ પછી જયા શર્મા જયા કિશોરી તરીકે ઓળખાય છે. આજે દેશભરમાં દરેક જયા કિશોરીના નામથી પરિચિત છે.