ઠંડીની સિઝનમાં ગુલાબના છોડની રાખો ખાસ કાળજી, ફોલો કરો આ 6 ટિપ્સ
5 Jan 2025
Pic credit- Pinterest
created: Mina Pandya
શિયાળાની ઋતુમાં વધુ પડતી ઠંડી અને હિમપ્રપાત ગુલાબના છોડને પ્રતિકૂળ અસર કરે છે. આ પરિસ્થિતિમાં તમે આ 6 ટિપ્સ અપનાવીને ગુલાબ નુકસાનીથી બચાવી શકો છો.
ગુલાબના છોડની નિયમિત કાપણી અને ટ્રીમીંગ કરવુ જોઈએ. છોડની સૂકી અને ખરાબ ડાળીઓને કાપી નાખો જેથી છોડ સારી રીતે વૃદ્ધિ પામી શકે.
શિયાળામાં, ગુલાબના છોડને સંતુલિત માત્રામાં ગાયના છાણનું ખાતર , વર્મી કમ્પોસ્ટ અને પોટાશ અને ફોસ્ફરસ નો સંતુલિત માત્રામાં ઉપયોગ કરો, જે છોડને ઠંડીથી બચાવશે.
ઠંડીની ઋતુમાં ગુલાબના છોડને વધુ માત્રામાં પાણી આપવાનું ટાળો કારણ કે આ સિઝનમાં જમીનમાં વધુ સમય સુધી ભેજ રહે છે.
શિયાળામાં હિમથી બચાવવા માટે છોડને ઘાસ, સ્ટ્રો અથવા પ્લાસ્ટિકની ચાદરથી ઢાંકી દો.
માટી ખોદી કાઢો જેથી હવાની અવરજવર રહે. ઉપરાંત, છોડની આસપાસ મલ્ચિંગ કરો, જેથી ભેજ જળવાઈ રહે અને તેના મૂળ ઠંડીથી સુરક્ષિત રહે.
કાર્બનિક ફૂગનાશક અથવા લીમડાના તેલનો છંટકાવ કરવાની પણ સલાહ આપવામાં આવે છે જેથી ગુલાબના છોડ પર પાવડરી માઇલ્ડ્યુ અને કાળા ડાઘ ન પડે.