કોલ્ડ પ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખી અમદાવાદ મુંબઈ વચ્ચે ત્રણ જોડી સ્પેશ્યિલ ટ્રેન દોડાવશે રેલવે

|

Jan 22, 2025 | 8:37 PM

કોલ્ડપ્લેના કોન્સર્ટને ધ્યાનમાં રાખીને, રેલવેએ અમદાવાદ અને મુંબઈ વચ્ચે ત્રણ નવી સ્પેશિયલ ટ્રેનો શરૂ કરી છે. આ ટ્રેનો મુંબઈ સેન્ટ્રલ, લોકમાન્ય તિલક ટર્મિનસ અને દાદરથી અમદાવાદ જશે. ટ્રેનોની સમયસારણી અને બુકિંગની માહિતી www.enquiry.indianrail.gov.in પર ઉપલબ્ધ છે. .

કોલ્ડ પ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખી અમદાવાદ મુંબઈ વચ્ચે ત્રણ જોડી સ્પેશ્યિલ ટ્રેન દોડાવશે રેલવે

Follow us on

કોલ્ડ પ્લે ના કોન્સર્ટને લઈને અમદાવાદ-મુંબઈ વચ્ચે વધુ ત્રણ જોડી સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવી છે.

રેલ પ્રસાસન દ્વારા મુસાફરોની સુવિધા અને મુસાફરોની વધારાની ભીડ ને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ-લોકમાન્ય તિલક ટર્મિનસ (મુંબઈ) અને અમદાવાદ-દાદર (મધ્ય રેલ્વે) ની વચ્ચે ત્રણ જોડી સ્પેશ્યલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:

1. ટ્રેન નં. 09009/09010 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશ્યલ (બે ટ્રિપ)

ટ્રેન નંબર 09009 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશ્યલ 26 જાન્યુઆરી 2025 (રવિવાર) ના રોજ મુંબઈ સેન્ટ્રલથી 08:25 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 14:25 વાગ્યે અમદાવાદ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશ્યલ 26 જાન્યુઆરી 2025 (રવિવાર) ના રોજ અમદાવાદથી 15:10 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 21:45 વાગ્યે સેન્ટ્રલ પહોંચશે.
માર્ગ માં, બંને દિશાઓ માં આ ટ્રેન બોરીવલી, વાપી, ઉધના, ભરૂચ અને વડોદરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં અનુભૂતિ ક્લાસ, એક્ઝિક્યુટિવ ચેર કાર, એસી ચેર કાર અને વિસ્ટાડોમ એસી કોચ હશે.

Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો

2. ટ્રેન નં. 01155/01156 લોકમાન્ય તિલક ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશ્યલ (બે ટ્રિપ)

ટ્રેન નંબર 01155 લોકમાન્ય તિલક ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશ્યલ 25 જાન્યુઆરી 2025 (શનિવાર) ના રોજ લોકમાન્ય તિલક ટર્મિનસથી 00:55 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 11.00 વાગ્યે અમદાવાદ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 01156 અમદાવાદ-લોકમાન્ય તિલક ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશ્યલ 26 જાન્યુઆરી 2025 (રવિવાર) ના રોજ અમદાવાદથી 02:00 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 11:45 વાગ્યે લોકમાન્ય તિલક ટર્મિનસ પહોંચશે.

માર્ગ માં,બંને દિશાઓ માં આ ટ્રેન થાણે, ભિવંડી રોડ, વસઈ રોડ, વાપી, ઉધના અને વડોદરા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી-I ટાયર, એસી-2 ટાયર અને એસી-3 ટાયર કેટેગરીના કોચ રેહશે.

3 ટ્રેન નં. 01157/01158 દાદર (સેન્ટ્રલ)-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (બે ટ્રિપ)

ટ્રેન નંબર 01157 દાદર-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશ્યલ 26 જાન્યુઆરી 2025 (રવિવાર) ના રોજ દાદર (સેન્ટ્રલ) થી 00:35 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 11.00 વાગ્યે અમદાવાદ પહોંચશે.તેવી જ રીતે, ટ્રેન નંબર 01158 – અમદાવાદ-દાદર સુપરફાસ્ટ સ્પેશ્યલ 27 જાન્યુઆરી 2025 (સોમવાર) ના રોજ અમદાવાદથી 02:00 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 12:55 વાગ્યે દાદર પહોંચશે.
માર્ગ માં, બંને દિશાઓ માં આ ટ્રેન થાણે, ભિવંડી રોડ, વસઈ રોડ, વાપી, ઉધના અને વડોદરા સ્ટેશનો પર ઉભી રહેશે.આ ટ્રેનમાં AC-I ટાયર, AC-2 ટાયર અને AC 3 ટાયર કેટેગરીના કોચ રેહશે.

ટ્રેન નંબર 09009, 09010, 01156 અને 01158 માટે બુકિંગ 23 જાન્યુઆરી 2025 થી બધા પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી ની વેબસાઇટ પર શરૂ થશે.
ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Input Credit- Sachin Patil- Ahmedabad

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article