AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં સબ પોસ્ટમાસ્તરના ઘરે થયેલી ચોરીનો ઉકેલાયો ભેદ, ચોરીનો માલ ન વેચાતા ઘરે પરત લાવતા પોલીસે દબોચ્યો

નવા વર્ષમાં નાના ભાઈના ઘરે ગયા હતા ત્યારે ઘરમાં ચોરીનો બનાવ બન્યો હતો. જોકે મેઘાણીનગર પોલીસે તાત્કાલિક ચોરને પકડી ચોરી કરેલી રોકડ અને દાગીના કબજે કર્યા છે.

અમદાવાદમાં સબ પોસ્ટમાસ્તરના ઘરે થયેલી ચોરીનો ઉકેલાયો ભેદ, ચોરીનો માલ ન વેચાતા ઘરે પરત લાવતા પોલીસે દબોચ્યો
Harin Matravadia
| Edited By: | Updated on: Nov 10, 2024 | 5:11 PM
Share

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રહેતા અને પોસ્ટ ઓફિસમાં સબ પોસ્ટમાસ્ટર તરીકે નોકરી કરતા ભરત પટણી તેના પરિવાર સાથે નવા વર્ષના તહેવારે તેના નાનાભાઈના ઘરે ગયા હતા ત્યારે ભરતભાઈના ઘરે ચોરીનો બનાવ બન્યો હતો. ધનતેરસના ઘરે પૂજા કરવા લોકર માંથી લઈ આવેલા દાગીના તેમજ રોકડ રકમ મળી અગિયાર લાખથી વધુની કિંમતની વસ્તુઓની ચોરી થઈ હતી. જોકે મેઘાણીનગર પોલીસે ભરતભાઈની ફરિયાદને આધારે ચોરીને અંજામ આપનાર નિલેશ ઉર્ફે ડોડો નામના વ્યક્તિની ધરપકડ કરી ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી ચોર નિલેશ ઉર્ફે ડોડો પાટણ નો રહેવાસી છે અને ચોરી કરીને તે ચોરીનો મુદ્દામાલ અમદાવાદમાં રાખી પાટણ, અંબાજી અને પાલનપુર અલગ અલગ જગ્યાઓ પર ફર્યો હતો. દિવાળીનો તહેવાર હોવાથી બજારો બંધ હતી જેથી ચોરીનો મુદ્દામાલ તે બજારમાં વેચી શકે તેમ હતો નહીં જેને કારણે તે ચોરીનો માલ અમદાવાદ રાખી પોતાના સગા સબંધીઓને ત્યાં ગયો હતો, તહેવાર પૂરા થવા આવ્યા એટલે ચોર નિલેશ ચોરીનો માલ લેવા અમદાવાદ આવતા પોલીસે તેને પકડી પાડ્યો હતો.

નવા વર્ષના દિવસે ચોરીની ઘટના બનતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ચોરીની શોધખોળ હાથ ધરી હતી, જોકે મેઘાણીનગર પીએસઆઇ આર.એમ.ચાવડા પોતે ઈજાગ્રસ્ત હોવા છતાં તેને ચોરને પકડી પાડવા હોસ્પિટલ માંથી પોતાની ટીમને માર્ગદર્શન આપ્યું હતું અને પોતાના ઓપરેશન બાદ બીજા દિવસે ફરજ પર હાજર થઈને સમગ્ર ચોરીના કેસનો ભેદ ઉકેલ્યો હતો. ચોર નિલેશની ધરપકડ બાદ પૂછપરછમાં સામે આવ્યું કે નિલેશ અગાઉ પણ બે નાની મોટી ચોરીઓને અંજામ આપી ચૂક્યો છે. હાલતો પોલીસે નિલેશની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">