આજનું હવામાન : સ્વેટર અને શાલ રાખજો તૈયાર, દરિયાકાંઠાના જિલ્લાઓમાં પારો ગગડવાની આગાહી, જુઓ Video

આજનું હવામાન : સ્વેટર અને શાલ રાખજો તૈયાર, દરિયાકાંઠાના જિલ્લાઓમાં પારો ગગડવાની આગાહી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2024 | 8:28 AM

હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગુલાબી ઠંડી પડે તેવી આગાહી કરી છે. તેમજ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હજુ પણ બેવડીઋતુનો અનુભવ થાય તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગુલાબી ઠંડી પડે તેવી આગાહી કરી છે. તેમજ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હજુ પણ બેવડીઋતુનો અનુભવ થાય તેવી આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં કેટલું રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વડોદરામાં ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહે તેવી શક્યતા છે. જ્યારે મહત્તમ તાપમાન 32 ડિગ્રી રહે તેવી સંભાવના છે. તેમજ અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહે તેવી શક્યતા છે. જ્યારે મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહે તેવુ અનુમાન લગાવવામાં આવ્યુ છે. બીજી તરફ ભરૂચ જિલ્લામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહે તેવી શક્યતા છે. જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહે તેવી આગાહી કરવામાં આવી છે.

ઠંડીને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તરીય પ્રદેશોમાંથી આવતા ઠંડા પવનોની અસર મધ્યપ્રદેશ, ગુજરાત સહિતના રાજ્યોમાં વર્તાશે. ઉત્તર ગુજરાતમાં પણ સખત ઠંડી પડે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે. 22 ડિસેમ્બર પછી રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની આગાહી કરી છે. તેમજ 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં ન્યૂનતમ તાપમાન 8થી 10 ડિગ્રી રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત ફેબ્રુઆરી સુધી ઠંડીની અસર રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગુલાબી ઠંડીની થઈ શરુઆત

ગુજરાતના અનેક જિલ્લામાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. દરિયાકાંઠા નજીકના જિલ્લાઓમાં પારો ગગડ્યો છે. જેના પગલે અમરેલીમાં 17 ડિગ્રી સાથે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે.નલિયા, કેશોદ, મહુવામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જો કે હજુ પણ રાજ્યના કેટલાક જિલ્લામાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">