કેટલાક લોકો સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા..સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવમાં બોલ્યા PM મોદી
સ્વામીનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવમાં વર્ચ્યુઅલી જોડાઈને PM મોદીએ ભાવિક ભક્તોને સંબોધીત કર્યા હતા. આ પ્રસંગે વડતાલ મંદિરમાં રુ.200ના ચાંદીના સિક્કાનું અનાવરણ પણ કર્યું હતુ.
ખેડાના વડતાલ સ્વામીનારાયણ મંદિરની સ્થાપનાને આજે 200 વર્ષ પુરા થતા દ્વિશતાબ્દી મહોત્સવના ભાગ રુપે આજે PM મોદી વર્ચ્યુઅલી જોડાઈને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ 200ના ચાંદીના સિક્કાનું અનાવરણ કર્યું છે.
દ્વિશતાબ્દી મહોત્સવમાં વર્ચ્યુઅલી જોડાયા PM
સ્વામીનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવમાં વર્ચ્યુઅલી જોડાઈને PM મોદીએ ભાવિ-ભક્તોને સંબોધીત કર્યા હતા. આ પ્રસંગે વડતાલ મંદિરમાં રુ.200ના ચાંદીના સિક્કાનું અનાવરણ પણ કર્યું હતુ. આજે દ્વિશતાબ્દી મહોત્સવાનો 5મોં દિવસ છે. ત્યારે સમગ્ર વડતાલ મંદિર પરિસરમાં જબરદસ્ત ઉજવણી કરવામાં આવી રહી છે.
200 રુપિયાના ચાંદીના સિક્કાનું અનાવરણ
પીએમ મોદીએ આ પ્રસંગે કહ્યું કે 200 વર્ષ પહેલા જે સ્વામીનારાયણ મંદિરની સ્થાપના ભગવાન સ્વામીનારાયણે કરી હતી તેની આધ્યાત્મિક ચેતનાને અમે આજે પણ જાગૃત રાખી છે. આ સાથે કહ્યું કે આ પ્રસંગે ભારત સરકારે 200 રુપિયાના ચાંદીના સિક્કાનું અનાવરણ કરી રહ્યા છે. PMએ સ્વામીનારાયણ સંપ્રદાયના ચરણોમાં નમન કર્યા હતા અને ભક્તોને આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત જોઈ ખુશી વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.