ક્યા લોકોએ નારિયેળ પાણી ન પીવુ જોઈએ? ફાયદાને બદલે થશે નુકસાન

12 Nov 2024

Pic credit - pexels

અનેક પોષક તત્વોથી ભરપૂર નારિયેળ પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે આથી તેને એક નેચરલ ડ્રિંક માનવામાં આવે છે. 

Pic credit - pexels

તો કેટલાક લોકો એવા પણ છે જેના માટે નારિયેળ પાણી ઝેર સમાન હોય છે અને તેના સેવનથી બચવુ જોઈએ. આવો જાણીએ એ લોકો વિશે જેને નારિયેળ પાણી ન પીવુ જોઈએ.

Pic credit - pexels

જે લોકોને કિડનીને સંબંધિત કોઈ બીમારી હોય તો તેમણે નારિયેળ પાણી પીવાથી બચવુ જોઈએ. કારણ કે તેમા પોટેશિયમ વધુ માત્રામાં હોય છે. જે કિડની માટે ઘાતક છે. 

Pic credit - pexels

ડાયાબિટીસના દર્દીઓને નારિયેળ પાણીના વધુ સેવનથી બચવુ જોઈએ કારણ કે તેમા શુગર લેવલ અનિયંત્રિત થઈ શકે છે. 

Pic credit - pexels

જે લોકોને એલર્જીની સમસ્યા હોય જેમકે ખંજવાળ કે ચકામા જેવી સમસ્યા હોય તેમણે નારિયેળ પાણીના સેવનથી બચવુ જોઈએ.

Pic credit - pexels

ડૉક્ટરની સલાહ વિના સગર્ભા મહિલાઓએ નારિયેળ પાણીનું સેવન ન કરવુ જોઈએ કારણ કે તેમના વધુ પડતા સેવનથી પ્રેગનન્સીમાં સમસ્યા આવી શકે છે. 

Pic credit - pexels

જે લોકોને ડાયેરિયા, એસિડિટી કે ગેસ જેવી સમસ્યાઓ હોય તેમણે નારિયેળ પાણી ન પીવુ જોઈએ કારણ કે તે તમારી સેહતને બગાડી શકે છે. 

Pic credit - pexels

નારિયેળ પાણીમાં કેલરી વધુ હોવાથી જે લોકો વજન ઘટાડી રહ્યા છે તેમણે નારિયેળ પાણીના સેવનથી બચવુ જોઈએ.

Pic credit - pexels

દિલ સંબંધી બીમારી ધરાવતા લોકોને પોટેશિયમ યુક્ત આહાર ન લેવાની સૂચના હોય છે. આથી તેમણે નારિયેળ પાણી ન પીવુ જોઈએ 

Pic credit - pexels

સર્જરી બાદ કેટલાક લોકોને નારિયેળ પાણી ન પીવાની સલાહ અપાય છે. આથી કોઈપણ ઓપરેશન બાદ ડૉક્ટરની સલાહ બાદ જ તેનુ સેવન કરવુ જોઈએ.

Pic credit - pexels