AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખ્યાતિ હોસ્પિટલના CEOએ બેદરકારી મામલે કર્યો લુલો બચાવ, તો બે દર્દીના મોત માટે ડિરેક્ટરે કહ્યુ જો જીતા વો સિકંદર, હારા વો બંદર – Video

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી મામલે હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતે હાથ અધ્ધર કરી લીધા અને લુલો બચાવ કરતા કહ્યુ કે દર્દીઓ પોતાની મરજીથી અહીં આવ્યા હતા અને હોસ્પિટલ દ્વારા અવારનવાર હેલ્થ ચેકઅપના કેમ્પ થતા હોય છે એ જ સંદર્ભમાં બોરિસણા ગામમાં સરપંચના સહયોગથી કેમ્પ આયોજિત કર્યો હતો.

Sachin Kolte
| Edited By: | Updated on: Nov 12, 2024 | 9:03 PM
Share

અમદાવાદની બોરિસણા ગામમાં હેલ્થ ચેકઅપના કેમ્પ બાદ 19 લોકોને અમદાવાદ એન્જિયોગ્રાફી કરવા માટે બોલાવાયેલા 19 દર્દીઓમાંથી 2 દર્દીના મોત થતા હોસ્પિટલ વિવાદમાં આવી છે. દર્દીઓના સગાનો આરોપ છે કે તેમની કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વિના હોસ્પિટલ દ્વારા તેમની એન્જિયોગ્રાફી કરી સ્ટેન્ટ મુકવા માટે એડમિટ કરી દેવામાં આવ્યા હતા. જે પૈકી બે દર્દીના એન્જિયોપ્લાસ્ટી દરમિયાન મોત નિપજ્યા છે.

હોસ્પિટલ દ્વારા PMJAY કાર્ડ હેઠળ પૈસા ખંખેરવાના હેતુથી એન્જ્યોગ્રાફી કરાવી સ્ટેન્ટ મુકવાની કાર્યવાહી કરાઈ હોવાના આરોપ પણ દર્દીના સગા દ્વારા કરવામાં આવ્યા છે. આ સમગ્ર બેદરકારી મામલે હોસ્પિટલના CEOએ બેદરકારી મામલે લુલો બચાવ કર્યો. હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતે જણાવ્યુ કે અમે પોલીસ તપાસમાં સહયોગ આપીશુ.

19 દર્દીઓની રાતોરાત એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કેમ કરાઈ ?

PMJAY કાર્ડ ની SOP અંતર્ગત કોઈપણ ખાનગી હોસ્પિટલ કેમ્પ યોજી સારવાર ન કરી શકે. છતા હોસ્પિટલ દ્વારા હેલ્થ ચેકઅપના નામે કેમ્પ યોજી 19 જેટલા દર્દીઓને એન્જીયોગ્રાફી માટે અમદાવાદ બોલાવવામાં આવ્યા હતા. આ સમગ્ર આરોપો પર CEO ચિરાગ રાજપૂતે હાથ અધ્ધર કર્યા કે 20 દર્દીઓને તપાસની જરૂર હોવાથી અહીં બોલાવ્યા હતા. કાર્ડિયોલોજીસ્ટ દ્વારા એસેસમેન્ટ અને રિપોર્ટ કરાયા હતા. જરૂર જણાતા 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટિ કરાઇ હતી. જેમા સ્થિતિ ગંભીર હોવાથી 7માંથી 2 દર્દીઓના મૃત્યુ થયા હતા.

દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવાની ઈમરજન્સી કેટલી હતી ?

CEO એ જણાવ્યુ કે 20 ત્વરીત સારવારની જરૂર હોવાથી આગળની તપાસ માટે અમદાવાદ હોસ્પિટલે આવવાનું સૂચન કરાયુ હતુ અને તેઓ સ્વેચ્છાએ આવ્યા હતા.અહી આવ્યા બાદ કાર્ડિયોલોજિસ્ટ દ્વારા તેમનુ એસેસમેન્ટ અને રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમા તેમની એન્જિયોગ્રાફી અને 7 દર્દીઓને જરૂર હોવાથી એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી. આ સાત દર્દીઓ પૈકી 2 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાથી તેમના મોત થયા છે. આ સમગ્ર મામલે પોલીસ હાલ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને તેમા સંપૂર્ણ સહયોગ કરવાની અમારી તૈયારી છે. 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી અને બે દર્દીઓના મોત બાદ કુલ 17 દર્દીઓ એડમિટ હતા તે તમામને આજે ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે અને એ તમામ સ્વસ્થ હોવાનો દાવો CEO ચિરાગ રાજપૂતે કર્યો છે.

2 દર્દીના મોત પર ડિરેક્ટરે કહ્યુ જો જીતા વોહી સિકંદર

CEOએ જણાવ્યુ કે કેમ્પ કરવા માટે અમે ગામના સરપંચની મંજૂરી લીધી હતી અને હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે અને પોલીસ તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આ તરપ હોસ્પિટલના ડિરેક્ટરે દર્દીઓના મોતને ભગવાનની મરજી ગણાવી. ડિરેક્ટરે જણાવ્યુ કે જો જીતા વો સિકંદર, જો હારા વો બંદર, ક્યારેક ગમે તેટલી કોશિષ કરીએ ગમે તેટલુ સારુ કરવા જઈએ પરંતુ સફળતા મળતી નથી. 196 દર્દીઓ આવ્યા હતા, તેમાથી 12 પેશન્ટના રિપોર્ટ સારા હતા અને 7 લોકોને એન્જિયોપ્લાસ્ટી કરવાની સલાહ આપી હતી. જેમાથી 5 લોકો સાજા થઈ ગયા છે અને તેમના મૃત્યુનું જે જોખમ હતુ તે હવે રહ્યુ નથી પરંતુ બે દર્દીનું કમનસીબે મૃત્યુ થયુ.

7 દર્દીઓ પૈકી બે દર્દીના મોત થયા, 5 દર્દીઓ સ્વસ્થ છે- ડૉ રાજેન્દ્ર ખામ્બેટે

આ સિવાય ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર રાજેન્દ્ર ખાબોટનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે પણ અસંવેદનશીલ નિવેદન કરતા જણાવ્યું છે કે, ‘જે દર્દીઓના મોત થયાં છે, દર્દીઓની સારવાર યોગ્ય પ્રોટોકોલ મુજબ કર્યા હોવા છતાં યશ મળતો મળતો નથી. દર્દીઓના મોતની પોલીસ તપાસ પણ ચાલી રહી છે, જેમાં અમે સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ.દર્દીઓના આરોપ અંગે ડિરેક્ટરે જણાવ્યું કે, ‘અમારા કેમ્પમાં 90થી 120 દર્દી આવ્યા હતાં, જેમાંથી 19 દર્દીઓને દાખલ કરાયા અને ફક્ત 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરાઈ. કારણકે, તેમની ધમનીઓ બંધ દેખાઈ હતી. ધમનીઓ બંધ હોય તો જ અમે એન્જિયોપ્લાસ્ટી કરીએ. ધમની બંધ ન હોય તો શું માટે એન્જિયોપ્લાસ્ટી કરીએ? સાતમાંથી પાંચ પણ સાજા છે અને તેઓ પણ ડિસ્ચાર્જ થઈ જશે.’

દર્દીના સગા અહીં આવ્યા હોત તો મંજૂરી લેવાઈ હોત – ડૉ રાજેન્દ્ર ખામ્બેટે

મંજૂરી લેવા અંગે ડિરેક્ટરે ડૉ. ખામ્બેટે જણાવ્યુ કે કોઈપણ હોસ્પિટલમાં એડમિટ કરતી વખતે પણ દર્દીની મંજૂરી લેવામાં આવે છે.જે બાદ હિપેટાઈટિસ અને એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની મંજૂરી લેવામાં આવે છે. હાઈરિસ્ક પેશન્ટ જણાય તો પણ દર્દીના સગાને સમજાવવામાં આવે છે. દર્દીની પરવાનગી પછી જ સર્જરી કરાય છે. અમે દર્દીઓના રિપોર્ટની ફાઈલ પોલીસને સોંપી છે. વીમા હેઠળ સર્જરી કરાવવા દર્દીના રિપોર્ટ કરાવવા પડે છે. કેમ્પના આયોજન અંગે ડૉ ખામ્બેટે ગોળ ગોળ જવાબ આપતા જોવા મળ્યા હતા. દર્દીઓના ઓપરેશન અંગે તેમણે જણાવ્યુ કે દર્દીને તેમની ઈમરજન્સી અંગે સમજાવવામાં આવ્યુ હતુ. દર્દીના સગાની મંજૂરી લેવાઈ હતી કે કેમ તેના જવાબમાં જણાવ્યુ કે દર્દીના સગા આવ્યા હોત તો તેમની પણ મંજૂરી લેવાઈ હોત.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">