કમળ vs 'ગુલાબ'માં બેટ મારશે બાજી ! વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત

કમળ vs ‘ગુલાબ’માં બેટ મારશે બાજી ! વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2024 | 7:46 PM

વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. છેલ્લા દિવસે બંન્ને મુખ્ય પાર્ટીઓ અને અપક્ષ ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. ત્યારે હવે આ ત્રિપાંખિયા જંગમાં કોનું પલડું ભારે છે, તેવું કહેવું અઘરું છે, ત્રણેય વચ્ચે ખરાખરીનો જંગ છે, ત્યારે કમળ અને 'ગુલાબ'ની લડાઈમાં બેટ બાજી મારે તો નવાઈ નહીં.

વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. હવે જાહેર સભાઓ રેલીઓની સંમેલનોની સમાપ્તિ થઈ ગઈ છે. જ્યારે કે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. સોમવારે સાંજે 5 વાગ્યા સુધીમાં બંન્ને મુખ્ય પાર્ટીઓ અને અપક્ષ ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. ત્યારે હવે આ ત્રિપાંખિયા જંગમાં કોનું પલડું ભારે છે, તેવું કહેવું અઘરું છે, ત્રણેય વચ્ચે ખરાખરીનો જંગ છે, ત્યારે કમળ અને ‘ગુલાબ’ની લડાઈમાં બેટ બાજી મારે તો નવાઈ નહીં.

વાવ પેટાચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે, પરંતુ છેલ્લા દિવસે પ્રચારના અલગ અલગ રંગ જોવા મળ્યા હતા. વર્ષો બાદ રાજનિતીમાં કંઈક અનોખું જોવા મળ્યું કોંગ્રેસે ઠેર ઠર પગપાળા જઈને લોકોને ગુલાબ આપ્યું હતું. ગેનીબેન અને ગુલાબસિંહ ભાજપ કાર્યાલય પહોંચ્યા અને ત્યાં ઉપસ્થિત નેતાઓને ગુલાબ આપ્યું સાથે જ સી જે ચાવડાને ગેનીબેન ગળે પણ મળ્યા હતા.

છેલ્લા કેટલાક વર્ષોમાં આ પ્રકારની રાજનીતિ ખુબ ઓછી જોવા મળે છે. આ તરફ ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. ભાજપ દ્વારા માલધારી સમાજનું સંમેલન પણ બોલાવવામાં આવ્યુ હતું કે જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની હાજરી સૂચક હતી.

g clip-path="url(#clip0_868_265)">