ગુજરાત CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો, જુઓ-Video
રાજ્યભરમાં મગફળીની સાથે મગ, અડદ અને સોયાબીનની આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ થતા પહેલી ખરીદીની શરુઆત ગુજરાત સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી હતી. હિંમતનગરથી ભુપેન્દ્ર પટેલે ખરીદીનો શુભારંભ કરાવ્યો છે. જે બાદ હવે 160થી વધુ ખરીદ કેન્દ્રોથી ટેકાના ભાવે આજે ખરીદી કરાશે.
આજથી રાજ્યભરમાં મગફળીની સાથે મગ, અડદ અને સોયાબીનની આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ થતા પહેલી ખરીદીની શરુઆત ગુજરાત સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી હતી. હિંમતનગરથી ભુપેન્દ્ર પટેલે ખરીદીનો શુભારંભ કરાવ્યો છે. જે બાદ હવે 160થી વધુ ખરીદ કેન્દ્રોથી ટેકાના ભાવે આજે ખરીદી કરાશે.
CMએ ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવ્યો
રાજ્યભરના 160 થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે મગફળી, સોયાબીન, અડદ અને મગની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થયો છે. અહીં CMએ જાતે ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવ્યો છે. ત્યારે સરકારે 1,356 રુપિયે પ્રતિ મણના ભાવે મગફળીની ખરીદીને વેચાણ માટે મુકી છે.
ખેડૂતોને કહ્યું ભાવ સારા છે
CM ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે ખેડૂતોને અભિનંદન આપ્યા હતા અને કહ્યું કે બજારમાં 900થી 100નો ભાવ છે પણ આપડે 1356 ટેકાનો ભાવ જાહેર કર્યો છે. આથી ભાવ સારો મળી રહેશે.
તમને જણાવી દઈએ કે વેચાણ માટે 3,33,000થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. જેમાં એક દિવસમાં એક ખેડૂત પાસેથી વિસ્તાર આધારિત મહત્તમ 4,00 કિ.ગ્રા એટલે કે, 200 મણ મગફળીની ખરીદી કરાશે