Pravasi Gujarati Parv 2022 Day 1 Highlights : અમદાવાદના આંગણે પ્રવાસી ગુજરાતી પર્વનું અભૂતપૂર્વ આયોજન, TV9 નેટવર્ક અને AIANA ની પહેલ

| Updated on: Oct 16, 2022 | 8:50 AM

Pravasi Gujarati Parv 2022 Day 1 : આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં ભારતની સાથે 20થી વધુ દેશની હસ્તીઓ ભાગ લેશે. 20થી વધુ દેશો અને ભારતના 18 રાજ્યોના અંદાજે 2,500 ગુજરાતીઓ સામેલ થશે.

Pravasi Gujarati Parv 2022 Day 1 Highlights : અમદાવાદના આંગણે પ્રવાસી ગુજરાતી પર્વનું અભૂતપૂર્વ આયોજન, TV9 નેટવર્ક અને AIANA ની પહેલ
Pravasi Gujarati Parv 2022 live

ગગનમાં ગુજરાતનું નામ ગુંજતુ કરનારા ગુજરાતીઓના (Gujarati)  ગૌરવની ઉજવણી કરવા માટે TV9 નેટવર્ક અને એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા એટલે કે AIANA ગુજરાતમાં ત્રણ દિવસીય ‘પ્રવાસી ગુજરાતી પર્વ–2022’ની (Pravasi gujarat parv) શરૂઆત કરવા જઈ રહ્યું છે. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં ભારતની સાથે 20થી વધુ દેશની હસ્તીઓ ભાગ લેશે. 20થી વધુ દેશો અને ભારતના 18 રાજ્યોના અંદાજે 2,500 ગુજરાતીઓ સામેલ થશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહના (Amit Shah) હસ્તે ‘પ્રવાસી ગુજરાતી પર્વ’નો પ્રારંભ કર્યો હતો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 15 Oct 2022 06:26 PM (IST)

    ભાષા સમજ્યા વગર પણ અનુભવી શકે તેવી ગુજરાતી ફિલ્મ બનાવી : અભિષેક શાહ

    ધોતિયાં, કેડીયાં અને ચણીયાચોળી વાળી ફિલ્મ નહીં ચાલે પણ તમે તે ફિલ્મ બનાવી તેના જવાબમાં અભિષેક શાહ કહ્યું કે, હું મલયાલમ ફિલ્મ બહું જોવું છું. તે ફિલ્મ હું અવાજ બંધ કરીને જોવું તો પણ તે અનુભવી શકું છું તેથી હેલ્લારો બનાવતી વખતે મેં ધોતિયાં, કેડીયાં અને ચણીયાચોળી વાળી ફિલ્મ બનાવી જેથી બીજા દેશમાં આ ફિલ્મ જોવામાં આવે તો તે લોકો અવાજ સાંભળ્યા વગર અનુભવી શકે કે આ ગુજરાતી ફિલ્મ છે.

  • 15 Oct 2022 06:13 PM (IST)

    આખી ફિલ્મ ગુજરાતીમાં અને ગુજરાતમાં બનાવું : અનીશ બઝમી

    મારી પત્નીને હિન્દી બોલતા ન આવડે અને મને ગુજરાતી બોલતા ન આવડે. ત્યારે મારા માટે મુશ્કેલ સમય હતો. પછી મારી પત્ની હિન્દી શીખી અને હું થોડું ગુજરાતી શીખ્યો. મને ગુજરાતમાં ઘણો ફાયદો થયો છે. મારી ઈચ્છા છે કે હું આખી ફિલ્મ ગુજરાતીમાં અને ગુજરાતમાં બનાવું. કોમેડી ફિલ્મને એટલું સમ્માન નથી મળતું. ગુજરાતી ફિલ્મ સાથે વધુ જોડાયેલો નથી પરંતુ દરેક લોકો જાણે છે કે હું ગુજરાતી છું.

  • 15 Oct 2022 06:07 PM (IST)

    ફિલ્મ પૂરી થતાં બધા ગુજરાતી શીખી જાય છે : અબ્બાસ મસ્તાન

    ફિલ્મ પૂરી થતાં બધા ગુજરાતી શીખી જાય છે અને તૂટલું ફુટલું ગુજરાતી બોલવા લાગે છે. ગુજરાતથી જ અમારી ફિલ્મી કરિયરની શરૂઆત થઈ હતી. બધા બોલિવુડ કલાકારોને સવારના નાસ્તામાં ઢોકળાં, ફાફડાં અને જલેબી મળે તો તેઓ ખુશ થઈ જાય. ગુજરાતી નાટકોના અમે સૌથી મોટાં ફેન છીએ. અમે ગુજરાતી હતા તો અમને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અમને અમારા સ્ટ્રગલના દિવસોમાં અમને બે વર્ષ સુધી કોઈ કલાકારો મળ્યા ન હતા.

  • 15 Oct 2022 05:53 PM (IST)

    ગુજરાતીઓ બધું કરી શકે છે : અસીત મોદી

    એક ગુજરાતી યોગા દિવસે યોગા કરે, પછી ભરપેટ જમે, પત્નીને પ્રેમ કરે, પત્નીના મેણાં પણ સાંભળે, બબીતાને જોઈ લે, મહેમાનોને સાચવે, પડોશમાં વાટકી વ્યવહાર સાચવી લે, કોઈને મદદ કરવી, તે એક ગુજરાતી જ કરી શકે છે. ગુજરાતીઓ દિલના પ્રેમાળ હોય છે.

  • 15 Oct 2022 05:44 PM (IST)

    સૌથી મોંઘું વિટામીન છે હાસ્ય : અસીત મોદી

    હું લોકોનું હસવાનું માધ્યમ બનવાથી ખુશ છું. ભગવાનની મારા પર કૃપા છે કે મને લોકોને અઢળક પ્રેમ મળ્યો. હું તમામ લોકોનો આભારી છું જેમને મને આટલો પ્રેમ આપ્યો અને તેમના પ્રેમથી હું અહીંયા છું. મારા દરેક કલાકારને હું કહું છું આપણી સિરિયલથી લોકો હસે છે. હસવું મોંઘું વિટામિન છે અને તે સરળતાથી મળતું નથી. પંદર વર્ષ સતત દિવાળીના બે દિવસ જ રજા. બધા કલાકારને સાચવી લઉ છું. લોકોને મને પ્રેમ મળે છે. તેમજ આજે અનેક લોકો મને એક સાથે મળ્યા છે. મે લોકોની આંખમાં આંસુ આવતા જોયા છે. અમે વિદેશની ધરતી પર લોકોને સિરિયલના માધ્યમથી બાળકોને દેશની સંસ્કૃતિ બતાવીએ છીએ.

  • 15 Oct 2022 05:38 PM (IST)

    પડકારને ઝીલનારો માણસ એટલે ગુજરાતી : અસીત મોદી

    ગુજરાતી માણસ ગમે તેટલો જમીન પર પડી જાય તો પણ તે મુશ્કેલીની સામનો કરીને આગળ આવે છે, તેથી પડકારને ઝીલનારો માણસ એટલે ગુજરાતી. ગુજરાતી એટલે મોજીલો. ગુજરાતી ફાફડા-જલેબી ગમે ત્યાં શોધી કાઢે છે. તારક મહેતાની ટીમે મસ્કતમાં ફાફડા-જલેબી ખાધેલા તે મને યાદ છે.

  • 15 Oct 2022 05:23 PM (IST)

    ચેતેશ્વર પૂજારાએ મતદાન કરવા માટે કરી અપીલ

    આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચના બ્રાન્ડ એમ્બેસેડરે મતદાન કરવા માટે અપીલ કરી છે. કારણ કે દરેક મત કીમતી છે તેથી દરેક લોકોએ મતદાન કરવું જોઈએ.

  • 15 Oct 2022 05:23 PM (IST)

    મારી પુત્રી ગુજરાતીમાં વાત કરવામાં ગર્વ અનુભવે છે : ચેતેશ્વર પૂજારા

    મારી પુત્રી અંગ્રેજી મીડિયમ સ્કુલમાં અભ્યાસ કરે છે પરંતુ તે અંગ્રેજી શીખતા પહેલા ગુજરાતી શીખે છે તે મારા માટે ગર્વની વાત છે અને તે અંગ્રેજી કરતા ગુજરાતીમાં વાત કરવામાં ગર્વ અનુભવે છે.

  • 15 Oct 2022 05:15 PM (IST)

    રાહુલ દ્રવિડ, સચિન તેડુલકર અને સૌરભ ગાંગુલી મારા રોલ મોડલ છે : ચેતેશ્વર પૂજારા

    પિચ પર સામેની ટીમને ખબર ના પડે તો ગુજરાતી ભાષામાં બોલે છે અને સિગ્નલ આપે છે. મારા માટે સૌથી મોટી પ્રેરણા મારા પપ્પા છે, જેમને મને કહ્યું આગળ વધવું હોય તો કંઈક અલગ કરવું જ પડશે. જ્યારે સૌરાષ્ટ્રની ટીમ મજબૂત ન હતી. પછી જ્યારે 2007 ના t20 માં જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ ટીમને જીત અપાવી ત્યારે મને સૌથી વધુ પ્રેરણા મળી, તમે ગમે ત્યાં હોવ પરંતુ મહેનત કરો તો આગળ આવી શકો છો.

  • 15 Oct 2022 05:07 PM (IST)

    વિદેશ પ્રવાસ પર ગુજરાતી ભોજન મળી જાય તો ઘર જેવું લાગે છે : ચેતેશ્વર પૂજારા

    રાજકોટના ચેતેશ્વર પૂજારાએ વાત કરતા કહ્યું કે, આલ્ફ્રેડ હાઈસ્કૂલની નાનપણમાં મુલાકાત કરી છે અને ત્યાંથી આગળ વધવાની પ્રેરણા મળી છે. એક પણ દેશ એવો નથી જ્યારે હું ક્રિકેટ રમવા જવું અને મને ગુજરાતીઓ ના મળ્યા હોય. હું ગર્વ અનુભવું છું કે દરેક જગ્યાએ ગુજરાતીઓ આગળ છે. પેરિસમાં પાત્રા અને વેનિસમાં મળે તેના સવાલ પર કહ્યું કે વિદેશ પ્રવાસ પર ક્યાંક ગુજરાતી ભોજન મળી જાય તો ઘર જેવું લાગે છે.

  • 15 Oct 2022 04:59 PM (IST)

    ગુજરાતમાંથી કોઈ પણ આવે અને મદદ જોઈએ તો હાજર છું : દેવ ભરવાડ

    દેવ ભરવાડે વાત કરતા કહ્યું ગુજરાતમાંથી યુએસમાં કોઈ પણ આવે અને મદદ જોઈએ તો હાજર છું. આ વાતની જાણ કરવા માટે આનાથી સારું કોઈ પ્લેટફોર્મ નથી. વિશ્વમાં ગુજરાત કંઈક અલગ કરી રહ્યું છે.

  • 15 Oct 2022 04:57 PM (IST)

    યુએસમાં સૌથી વધુ એક તૃતીયાંશ લોકો ગુજરાતીઓ છે : કેની દેસાઈ

    યુએસમાં સૌથી વધુ ગુજરાતીઓ છે, જેમાં યુવાનો દરેક ક્ષેત્રમાં આગળ છે. ત્યાંના લોકો મજા પણ કરે છે અને પૈસા જમા પણ કરે છે. ભારતના લોકો યુએસમાં સૌથી વધુ સક્સેસ છે.

  • 15 Oct 2022 04:39 PM (IST)

    વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું રાજ્ય છે ગુજરાત : કેની દેસાઈ

    તેમનો જન્મ અમરેલી થયો છે તેઓ અમેરિકામાં બિઝનેસ છે અને તે ગુજરાતમાં ગામડાંઓમાં રિમોટ એરિયામાં કાર્યરત છે. ગ્લોબલ વેલ્થ ગુજરાતને તેઓ ક્યાં જોવે છે તે વિશે વાત કરતા કેની દેસાઈએ કહ્યું, વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું રાજ્ય ગુજરાત છે અને તે વિશ્વમાં નંબર વન છે. ગુજરાતમાં તેઓ બિઝનેસ સેમિનારમાં ભાગ લઈ તે રોકાણ કરશે. તેઓ મહિલા સશક્તિકરણ અને સંસ્કૃતિને લગતા કાર્યક્રમો સાથે તેઓ જોડાયેલા છે. મહિલાઓ પુરુષ કરતા વધુ સશક્ત છે. યુએસમાં મહિલાઓ વધુ સશક્ત છે, તેથી મહિલાઓને સપોર્ટ કરવો જોઈએ. ગુજરાત પહેલા આઈટી ક્ષેત્રે આગળ ન હતું પરંતુ ગુજરાતના લોકો આઈટી ક્ષેત્રે સતત આગળ વધી રહ્યું છે, હવે ગુજરાત આઈટી ક્ષેત્રે પાછળ નહિ પડે. પહેલા લોકો રોજગારી માટે બહાર જતા હતા, પરંતુ હવે ગુજરાતમાં પણ તેટલી જ તકો મળે છે. ગુજરાતમાં 70% યુવાનો વધુ છે જ્યારે યુએસમાં 30% યુવાનો ઓછાં છે.

  • 15 Oct 2022 04:15 PM (IST)

    પ્રવાસી ગુજરાતી પર્વ પર ડો. ધાર્મિકા મિસ્ત્રીએ સંબોધન કર્યું

    ભારતને વૈશ્વિક મેડિકલ પેડેસ્ટલ અને કેન્સર રિસર્ચ પર રજૂ કરવાથી લઈને STEM માં કારકિર્દી બનાવતી યુવતીઓ માટે એશિયન આઈકન બનવા સુધી - તમે વ્યાખ્યાયિત કરે છે કે કંઈપણ ક્યારેય અશક્ય નથી! ડો. ધર્મિકા મિસ્ત્રીએ એશિયન સાયન્ટિફિક કોમ્યુનિટીમાં એક પ્રેરણા છે જે સમુદાયને વૈશ્વિક ગૌરવ સુધી લઈ જવામાં ગર્વ અનુભવે છે. ધાર્મિકા મિસ્ત્રી, ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક અને એન્ટરપ્રેન્યુર છે. ડો. ધાર્મિકા મિસ્ટ્રીએ સંબોધન કરતા કહ્યું કેન્સર વિશે વાત કરી. તેમાં તેમને મહિલાઓ, બાળકો અને યુવાનોને કેન્સરથી કેવી રીતે સ્વસ્થ થવાય તે વિશે સમજાવ્યું.

  • 15 Oct 2022 04:09 PM (IST)

    ગુજરાતીઓ શું કરવાની ક્ષમતા ધરાવે છે તેના વિશે લોર્ડ ભીખુ પારેખે કરી વાત

    ભીખુ છોટાલાલ પારેખ, બેરોન પારેખનો જન્મ 4 જાન્યુઆરી 1935ના રોજ થયો હતો. તેઓ હાઉસ ઓફ લોર્ડ્સના લેબર પાર્ટીના સભ્ય છે. લોર્ડ ભીખુ પારેખ 1982થી 2001 સુધી યુનિવર્સિટી ઓફ હલમાં પોલિટિકલ થિયરીના પ્રોફેસર હતા અને 2001થી 2009 સુધી યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાં પોલિટિકલ ફિલોસોફીના પ્રોફેસર હતા. તેમણે 2003થી 2008 દરમિયાન એકેડેમી ઓફ સોશિયલ સાયન્સના પ્રમુખ તરીકે સેવા આપી હતી. લોર્ડ ભીખુ પારેખ યુનાઇટેડ કિંગડમના હાઉસ ઓફ લોર્ડ્સના લેબર પાર્ટીના સભ્ય છે, તેમને ગાંધીજીનું ઉદાહરણ આપીને અન્ય દેશો સામે લડતની વાત કરી હતી અને કહ્યું ગુજરાતી વિદેશની ધરતી પર લડ્યા છે અને લડશે.

    આશિષ ઠક્કરે આ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે તેમનો પરિવાર વર્ષ 1993માં રવાન્ડા આવ્યો હતો. ત્યાં ખસેડ્યાના નવ મહિનાની અંદર, હત્યાકાંડ શરૂ થયો. આ કારણે તે, તેની બહેન અને માતા-પિતા લગભગ 300 દિવસ સુધી શરણાર્થી તરીકે રહ્યા. તેમને કહ્યું કે તેને શૂન્યથી શરૂઆત કરી હતી. આશિષે કહ્યું કે સંજોગોને કારણે તેને 15 વર્ષની ઉંમરે અભ્યાસ છોડવો પડ્યો હતો. તેને 5000 ડોલરની લોન લઈને પોતાનો બિઝનેસ શરૂ કર્યો. આશિષ દુબઈ અને યુગાન્ડાના અલગ-અલગ બિઝનેસમેનને મળ્યો અને તેમની સાથે વાત કરીને બિઝનેસની બારીકાઈઓ શીખી. આ સાથે તેને સફળતાના નવા રેકોર્ડ બનાવ્યા. હવે 26 વર્ષ પછી, તેઓ 26 આફ્રિકન દેશોમાં 16 જુદા જુદા વ્યવસાય ધરાવે છે. આશિષે વધુમાં જણાવ્યું કે તેણે આ સમયગાળા દરમિયાન 30,000 લોકોને નોકરી આપી છે.

  • 15 Oct 2022 02:39 PM (IST)

    જીવનમાં પ્રેક્ટિસ કરશો તો આગળ વધશો - તન્વી શાહ

    તમિલનાડુમાં જન્મેલા તન્વી શાહ ગુજરાતી બોલી જાણે છે. તેમણે તમિલ, હિન્દી અને તેલુગુમાં પ્લે બેક કર્યું છે. પરંતુ તેમણે સ્લમ ડોગ મિલયોનરના જય હો…. ગીત દ્વારા ઘણી લોકપ્રિયતા મળી હતી. આ સિવાય તે 18 ભાષાઓમાં ગાય છે. સવારે 3:45 ઉઠીને યોગા કરે છે. રોજ તેમના વિદ્યાર્થી પાસેથી કંઈકને કંઈકને શીખવા મળે છે. ગ્લોબલ પ્લેટફોર્મ પર પોતાની ઓળખ બનાવી છે. સવારે વહેલા ઉઠીને પ્રેક્ટિસ, લેખન અને વાંચવાનું કામ કરે છે. તન્વી શાહ કહે છે જીવનમાં પ્રેક્ટિસ કરશો તો આગળ વધશો.

  • 15 Oct 2022 02:10 PM (IST)

    વિદેશમાં રહેતા ભારતીયોના મનમાં ભારત વસે છે- મીનાક્ષી લેખી

    વધુમાં તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કેવિદેશમાં રહેતા ભારતીયોના મનમાં ભારત વસે છે. તેમને આપણી સંસ્કૃતિ સાથે હોળી , દિવાળી, દાંડિયા જેવા તહેવારમાં જોડેલા રાખવા. આ માટે કેટલાક કાર્યક્રમોનુ પણ આયોજન કરવામાં આવે છે. જેથી તેઓ સભ્યતા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે છે.

  • 15 Oct 2022 01:54 PM (IST)

    પરિસ્થતિ આધારે હંમેશા નિર્ણય લેવામાં આવે છે - મીનાક્ષી લેખી

    મીનાક્ષી લેખી ભારતના વિદેશ અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી છે. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, આપણી એક્ટિવ મેમરી છે, જેમાં 75 વર્ષ આવે છે આપણે ક્યારેય ભટક્યા છીએ તો અમે આગળ વધતા પણ રહ્યા છીએ. પરિસ્થતિ આધારે હંમેશા નિર્ણય લેવામાં આવે છે. ઓપરેશન ગંગાએ એ ઓપરેશન હતુ. જેમાં રશિયા-યુક્રેન યુદ્ધ કરી રહ્યા છે. તેમની સાથે સમાધાન કરીને વિદ્યાર્થીઓને ભારત સરકારે બહાર કાઢ્યા. આ કામ સરળ નહોતુ. તો ઓપરેશન દેવી શક્તિ વિશે પણ તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાન પહેલા ભારતનો હિસ્સો જ હતો. એમને અહીંયા આવવુ પડ્યું. મારા દાદી અફઘાનિસ્તાનથી આવ્યા, કારણ કે અહીં પરંપરા જાળવી રાખવી સંભવ હતી. ઓપરેશન દેવી શક્તિ પણ સરળ નહોતુ. અગણિત લોકો માટે સરકારથી જે બની શક્યુ તે કર્યું.આ સંભવ થયુ કારણ કે PM નરેન્દ્રમોદી નું નેતૃત્વ હતુ.

  • 15 Oct 2022 01:38 PM (IST)

    ખીચડી અને બટાકાનું શાક મળે એટલે મોજ - તન્વી શાહ

    પ્રવાસી ગુજરાતી કાર્યક્રમમાં ગ્રેમી એવોર્ડ જીતનારા પ્રથમ ભારતીય મહિલા તન્વી શાહ પણ પધાર્યા હતા.  તામિલનાડુંમાં જન્મેલા તેઓ ફાંકડું ગુજરાતી બોલી જાણે છે  તેમણે  તમિલ, હિન્દી અને તેલુગુમાં પ્લે બેક કર્યું છે  જોકે તેમને સ્લમ ડોગ મિલયોનરના જય હો…. ગીત દ્વારા ઘણી લોકપ્રિયતા  મળી હતી.  તેઓ  મૂળ ગુજરાત સાથે સંકળાયેલા છે અને  તેમણે પોતાના અનુભવો  પણ વહેંચ્યા હતા.  સાથે જ  તેમણે ટીવી 9ના મંચનો આભાર પણ માન્યો હતો કે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું. સ્લમડોગ મિલિયોનરના આ ગીતે ભારત સહિત વિદેશમાં પણ ધૂમ મચાવી હતી. તન્વી શાહ તામિલનાડુમાં રહે છે,  પરંતુ તેમનુ હદય ગુજરાતમાં ધબકે છે. પોતાની રૂટિન લાઇફમાં તેમને  બટાકાનું  શાક અને  મગની  દાળની ખીચડી ખાવી પસંદ છે તેમજ થેપલા અને  વિવિધ ગુજરાતી ફરસાણનો પણ તેમને  ચટાકો છે.

  • 15 Oct 2022 01:28 PM (IST)

    શ્રી રામ ચંદ્ર મિશનના પ્રમુખ છે કમલેશ ભાઈ દાજી

    કમલેશ ભાઈ દાજી 1945માં સ્થપાયેલી બિન-લાભકારી સંસ્થા શ્રી રામ ચંદ્ર મિશનના પ્રમુખ છે અને 2014થી સંયુક્ત રાષ્ટ્રના જાહેર માહિતી વિભાગ સાથે સંકળાયેલા છે. 2018માં તેમને શ્રી વેંકટેશ્વર તરફથી માનદ ડોક્ટરેટની પદવી પ્રાપ્ત થઈ છે. યુનિવર્સિટીએ 2020 માં, પ્રિયદર્શિની એકેડમીએ તેમને રામકૃષ્ણ બજાજ મેમોરિયલ ગ્લોબલ એવોર્ડ એનાયત કર્યો.

  • 15 Oct 2022 01:25 PM (IST)

    ગરબાએ મા અંબા અને દૂર્ગાની ભક્તિ - કમલેશ ભાઈ દાજી

    કમલેશ ડી. પટેલ તેમના અનુયાયીઓ વચ્ચે દાજી તરીકે પણ ઓળખાય છે, તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે ભગવાનને બહાર શોધવાની જરૂર નથી. તમારી અંદર જ છે. આ સાથે તેમણે ભક્તિ અને ધર્મનુ મહત્વ સમજાવતા કહ્યું કે, આજે લોકો ગરબાના સ્વરૂપમાં ડાન્સ કરી રહ્યા છે, પરંતુ ગરબાએ માતા અંબા અને દૂર્ગાની આરાધના છે. અત્યારે આ સંસ્કૃતિ ખોવાઈ રહી છે. આપણે બધા સારા માણસો છીએ પરંતુ આજે નૈતિકતા , શાંતિ , સ્થિરતાજોવા મળી રહી નથી.આ સાથે તેમણે આધ્યાત્મિકત અને ધર્મનો પણ ફરક સમજાવ્યો.

  • 15 Oct 2022 01:00 PM (IST)

    ગુજરાતની ઓળખ ગુજરાત સુધી જ નથી -પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજી

    વધુમાં તેમણે ઉમેર્યું કે, સરદાર પટેલ અને મહાત્માં ગાંધીએ 75 વર્ષ પહેલા ગુજરાતને સ્વતંત્રતા આપવી. નરેન્દ્ર મોદી અને અમિત શાહ ની આ જોડી પણ આ જ વિકાસયાત્રાને આગળ વધારી રહી છે. આપણી પાસે ક્લિયર હેતુ છે તો આપણે ગમે ત્યાં પરિવર્તન કરી શકીએ છીએ. ગુજરાતની ઓળખ ગુજરાત સુધી જ નથી. ઉમાશંકર જોશીએ કહ્યું હતુ કે, એવો તો કેવો ગુજરાતી જે કહે કે તે ગુજરાતી કેવળ....ગુજરાતી એ વિશ્વ માનવી છે. તમે અલગ ઓળખ ઉભી કરો પરંતુ માત્ર ગર્વ માટે નહી પણ ભારત માટે અને સમગ્ર વિશ્વ માટે હોવુ જોઈએ. તો તેમણે કહ્યું કે UN ના ઈતિહાસમાં પ્રમુખ સ્વામીએ ગુજરાતીમાં સંબોધન કર્યું. આ સાથે તેણે gujarat નો અર્થ આપ્યો કે, Genurosity,understanding, joyfull,adventrutres,reliable,aware,trustworthy,industrilist,simple and spirtitual.

  • 15 Oct 2022 12:26 PM (IST)

    આ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ- બરૂણ દાસ

    TV9 નેટવર્કના મેનેજિંગ ડિરેક્ટર અને CEO બરૂન દાસ (CEO Barun Das ) સ્વાગત ઉદ્દબોધન કરતા કહ્યું કે, સમગ્ર ગુજરાતીઓનું સ્વાગત, તમે બધા ભારતીય પ્રવાસી ગુજરાતીઓના એમ્બેસેડર છો. આ મહાત્મા ગાંધી, સરદાર પટેલની ભૂમિ છે. તો વધુમાં કહ્યું કે,વધુમાં તેમણે ઉમેર્યું કે, PM એ ભારત માટે 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્રનું લક્ષ્ય નક્કી કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી જયશંકરના નેતૃત્વમાં સમગ્ર દેશનો વિકાસ થઈ રહ્યો છે.

  • 15 Oct 2022 12:24 PM (IST)

    PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશનો વિકાસ - અમિત શાહ

    વધુમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસ સોનિય અને મનમોહનની સરકારમાં આંતકવાદીઓનો આંતક હતો. દેશની સામે આતંકવાદીઓએ ફરી માથું ઉંચક્યુ, એ વખતે સર્જિકલ સ્ટ્રાઈક કરી જડબાતોડ જવાબ આપ્યો.મને એક ગુજરાતી તરીકે ગર્વ છે, ગુજરાતે દેશમાં પરિવર્તનની શરૂઆત કરી.ગુજરાતના મોડલ પર PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશનો વિકાસ કર્યો. આ સાથે તેમણે કહ્યું કે, 2022માં ચૂંટણી આવી રહી છે. ભારતની સરકારે વિકાસ લાવવાનું કર્યું છે, તો ભાજપના રાજદૂત બનીને લોકોને ભાજપ અને નરેન્દ્રમોદીનો સંદેશ પહોંચાડવા પણ કહ્યું.

  • 15 Oct 2022 12:18 PM (IST)

    વર્ષ 2024 પહેલા અયોધ્યામાં બનશે રામમંદિર- અમિત શાહ

    આ સાથે ગૃહપ્રધાને કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરનું કામ ચાલુ છે અને વર્ષ 2024 પહેલા રામમંદિર તૈયાર થઈ જશે.વધુમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે,PM મોદીના નેતૃત્વમાં ભારતની અર્થવ્યવસ્થા 11 માંથી 5 મા નંબરે લાવ્યુ. તો પાછલા 10 વર્ષમાં ભારત નિકાસમાં નંબર 1 પર છે, જેમાં ગુજરાતનો 30 ટકા ફાળો છે.

  • 15 Oct 2022 12:11 PM (IST)

    કર્ફયૂ મુક્ત રાજ્ય બન્યુ ગુજરાત- અમિત શાહ

    આ સાથે અમિત શાહે કહ્યું કે, પહેલા છાસવારે કર્ફયૂ થતા હવે ગુજરાત  કર્ફયૂ મુક્ત રાજ્ય બન્યુ છે.તો આ સાથે તેમણે નામ લીધા વગર કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે,  પહેલાની સરકારે આપણી સંસ્કૃતિને પ્રધાન્ય ન આપ્યું.

  • 15 Oct 2022 12:02 PM (IST)

    ગુજરાતમાં આવેલા ગુજરાતીઓનું તમારા જ ગુજરાતમાં સ્વાગત - અમિત શાહ

    વધુમાં ગૃહપ્રધાન અમિત શાહે ઉમેર્યું કે, ગુજરાતમાં આવેલા ગુજરાતીઓનું તમારા જ ગુજરાતમાં સ્વાગત. ગુજરાતમાં વર્ષો પહેલા પારસીઓ શરણે આવ્યા ત્યારે કહ્યું હતુ કે, અમે ગુજરાતીઓ દુધમાં સાકરની જેમ ભળી જશુ. પરંતુ ગુજરાતીઓએ ખરા અર્થમાં જ્યાં ગયા ત્યાં ભળી ગયા અને ત્યાં પણ ગુજરાતને ગૌરવ અપાવ્યો. વિશ્વના વિકાસના યોગદાનમાં ગુજરાતીઓનો ફાળો છે. આ પર્વ માં 20 દેશોના અને 2500થી વધુ ગુજરાતીઓએ ભાગ લીધો છે. ગુજરાતે દરેકક્ષેત્રમાં પ્રયત્ન કર્યા અને ટોચ પર પણ પહોંચ્યા.

  • 15 Oct 2022 11:59 AM (IST)

    TV9 નેટવર્ક અને AIANA ને આ પહેલ બદલ અભિનંદન - ગૃહપ્રધાન અમિત શાહ

    આ પ્રવાસી ગુજરાતી પર્વનો પ્રારંભ કરાવતા અમિત શાહે કહ્યું કે, TV9 નેટવર્ક અને અમેરિકા સ્થિત આઇના (AIANA)ને આ પહેલ બદલ અભિનંદન પાઠવુ છુ. મારી ઈચ્છા હતી કે હું રૂબરૂ પરંતુ ચૂંટણીલક્ષી કાર્યક્રમમાં આવવુ પડે હિમાચલમાં જવુ પડે તેમ હતુ. વધુમાં તેમણે સૌથી પહેલા દશેરા અને દિવાળીની અગ્રીમ શુભકામના પાઠવી.

    આજે આ પ્રવાસી ગુજરાતી પર્વમાં આઝાદી અમૃત મહોત્સવને ભારતે અનેકવિધ ઉદ્દેશો સાથે મનાવવાનું છે. આઝાદી અપવાવવા માટે 90 વર્ષ આઝાદીનો સંઘર્ષ ચાલ્યો અનેક લોકોએ યાતનાઓ વેઠી. આ આઝાદ અમૃત મહોત્સવ તેમના સંધર્ષ અને બલિદાનને સમર્પિત કરવાનુ છે. આ દેશે અનેક પ્રકારની સિદ્ધિ હાંસલ કરી, ભારતે સમગ્ર વિશ્વમાં સફળતાના શિખરો હાંસલ કર્યા છે. આઝાદીની સતાપ્દી મહોત્સવમાં2022 થી 2047 આ 25 વર્ષનો અમૃત કાલ મનાવાશે. આ શતાબ્દીમાં ભારત આગળ વધવા માટે સંકલ્પ કરશે અને સફળતાના નવા શિખરો સર કરશે.

  • 15 Oct 2022 11:43 AM (IST)

    ત્રિદિવસીય પર્વનો રંગારંગ પ્રારંભ

    BAPSના પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજી, ફિલ્મમેકર પાન નલિન અને TV9 નેટવર્કના મેનેજિંગ ડિરેક્ટર અને CEO બરૂન દાસ દ્વારા મંગળ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યુ.

  • 15 Oct 2022 11:29 AM (IST)

    પ્રવાસી ગુજરાતી પર્વમાં આજે આ મહાનુભાવો કરશે સંબોધન

  • 15 Oct 2022 11:20 AM (IST)

    થોડી વારમાં અમિત શાહ પ્રવાસી ગુજરાતી પર્વનો કરાવશે પ્રારંભ

    આ મંચના માધ્યમથી દેશ અને વિદેશમાં અનેક સિદ્ધિઓ મેળનારા ભારતના ટોચના નીતિધારકો અને રાજ્યના વૈશ્વિક રાજદૂતો પણ સામેલ થશે. થોડીવારમાં ગૃહપ્રધાન અમિત શાહ પ્રવાસી ગુજરાતી પર્વનો પ્રારંભ કરાવશે.

  • 15 Oct 2022 11:01 AM (IST)

    ગુજરાતી સાહસ અને ગૌરવની ઉજવણી

  • 15 Oct 2022 10:48 AM (IST)

    ગુજરાતના પટેલોનો દુનિયાભરના દેશોમાં દબદબો

    આમ તો ગુજરાતની દરેક જ્ઞાતિ અને જાતિના લોકો વિદેશોમાં જઇને વસ્યા છે, પરંતુ એ તમામમાં પટેલોની વાત સૌથી નિરાળી છે. ગુજરાતના પટેલો દુનિયાભરના દેશોમાં ફેલાયેલા છે. સમગ્ર વિશ્વમાં 5 લાખથી વધુ પટેલો જુદા-જુદા દેશોમાં વસે છે. અમેરિકામાં 1.50 લાખ જેટલા પટેલો વસે છે. તો બ્રિટનમાં પણ પટેલોની સંખ્યા 1.50 લાખ જેટલી જ છે. અમેરિકામાં 17 હજાર જેટલા મોટેલ અને 12 હજાર દવાની દુકાનો ગુજરાતીઓની માલિકીની છે. વડાપ્રધાન મોદી પણ તેમની દરેક વિદેશ યાત્રા દરમ્યાન ગુજરાતીઓ તેમજ ભારતીયોને મળવાનું ચૂકતા નથી. વિશ્વભરમાં આજે જે રીતે ભારતની ઇમેજ મજબૂત બની રહી છે તેની મુખ્ય ક્રેડિટ પીએમ મોદીએ પ્રવાસી ભારતીયોને જ આપી છે.

  • 15 Oct 2022 10:43 AM (IST)

    ગ્રોથ એન્જિન’ ગુજરાત કરશે ભારતનો બેડો પાર

    દેશ અને દુનિયામાં ‘ગુજરાત અને વિકાસ’ શબ્દ એકબીજાના પર્યાય બની ચૂક્યા છે,  ત્યારે ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના વડાપ્રધાન મોદીના લક્ષ્યાંકમાં ગુજરાતનો મુખ્ય રોલ રહેવાનો છે તે નિશ્ચિત છે. પીએમ મોદીના સબળ નેતૃત્વ અને નીતિઓને કારણે વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતની અર્થવ્યવસ્થા મજબૂત બની રહી છે, ત્યારે વિદેશમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયો પણ વડાપ્રધાનની વિકાસયાત્રામાં જોડાયા છે.

  • 15 Oct 2022 10:35 AM (IST)

    PM મોદીએ પ્રવાસી ભારતીયોને વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિના એમ્બેસેડર ગણાવ્યા

    ગુજરાતીઓ દુનિયાના ભલે ગમે તે છેડે વસવાટ કરતા હોય પરંતુ તેમનું ગુજરાતીપણું એટલે કે ભાષા, ખોરાક, રહેણી-કરણી, વેશભૂષા, ઉદ્યમશીલતા અને વ્યવહાર તેમજ વર્તનથી તે આખા વિશ્વમાં અલગ તરી આવે છે. પોતાની મહેનત અને કોઠાસૂઝથી જે દેશોમાં જાય છે ત્યાં પ્રગતિના અભૂતપૂર્વ શિખરો સર કરે છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રવાસી ભારતીયોને વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિના એમ્બેસેડર ગણાવી ચૂક્યા છે.

  • 15 Oct 2022 10:32 AM (IST)

    વિદેશમાં વસતાં ભારતીયોમાં ગુજરાતીઓ સૌથી આગળ

    ગુજરાતીઓએ વિદેશ ખેડવાનો પ્રારંભ આફ્રિકાથી કર્યો હતો અને ત્યારથી લઇને આજ દિન સુધી પાછું વળીને નથી જોયું. 21મી સદીના બે દાયકામાં વિશ્વભરના વિવિધ દેશોમાં ગુજરાતીઓની વસ્તી સતત વધી રહી છે. વિશ્વના કુલ 195 દેશો પૈકી 130થી વધુ દેશોમાં ગુજરાતી પ્રજા રહે છે. વિદેશમાં વસતાં ભારતીયોમાં ગુજરાતીઓ સૌથી આગળ છે. વિદેશમાં વસતા ભારતીયોમાં સૌથી વધારે 33 ટકા ગુજરાતની પ્રજા છે. વિશ્વમાં સૌથી વધુ ગુજરાતીઓ અમેરિકા, સાઉદી અરેબિયા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરે છે. અમેરિકામાં વસવાટ કરતા કુલ ભારતીયો પૈકી 20 ટકા ગુજરાતી છે.

  • 15 Oct 2022 10:12 AM (IST)

    આ પર્વ ચાર ‘C’ થીમ પર આધારિત

    કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહના હસ્તે ‘પ્રવાસી ગુજરાતી પર્વ’નો પ્રારંભ થશે. આ પર્વ ચાર ‘C’ થીમ પર આધારિત છે. જેમાં કનેક્ટ, કોમ્યુનિકેટ, કોન્ટ્રિબ્યુટ અને સેલિબ્રેટ છે.

  • 15 Oct 2022 10:05 AM (IST)

    એક મંચ પર વિચારોનું આદાનપ્રદાન કરશે ગૌરવવંતા ગુજરાતી

    ઇવેન્ટના પ્રારંભે ગૃહપ્રધાન અમિત શાહ, અદાણી એન્ટરપ્રાઇઝના ડિરેક્ટર પ્રણવ અદાણી, એવોર્ડ વિનિંગ ફિલ્મમેકર પાન નલિન અને BAPSના પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજી સંબોધિત કરશે. પ્રથમ સેશનમાં UKના સાંસદ લોર્ડ ભીખુ પારેખ, મારા ગ્રુપના સ્થાપક આશિષ ઠક્કર સંબોધિત કરશે. તો બીજા સેશનમાં સવજી ધોળકિયા સહિતના ઉદ્યોગપતિઓ ઉદબોધન કરશે.  ત્રીજા સેશનમાં ક્રિકેટરો રવિન્દ્ર જાડેજા અને ચેતેશ્વર પુજારા ચર્ચામાં જોડાશે. તો ચોથા સેશનમાં ડિરેક્ટર્સ અસિતકુમાર મોદી, અનિસ બઝમી, અબ્બાસ મસ્તાન તેમજ વિખ્યાત લેખક જય વસાવડા વિચારોનું આદાનપ્રદાન કરશે.

  • 15 Oct 2022 10:01 AM (IST)

    ગગનમાં ગુજરાતનું નામ ગુંજતું કરનારા ગુજરાતીઓની ગાથા

    દુનિયાના અનેક દેશોમાં ફેલાઇને ગુજરાતની મહેક અને સંસ્કૃતિને જીવંત રાખનારા, વિશ્વભરમાં ગુજરાતનું નામ ગૌરવાન્વિત કરનારા અને વિદેશમાં વસવા છતાં જેમના હૃદયના દરેક ધબકારમાં ગુજરાત ધબકે છે તેવા ગ્લોબલ ગુજરાતીઓ આજે એક છત હેઠળ એકત્ર થશે.  ‘પ્રવાસી ગુજરાતી પર્વ' એક સર્વગ્રાહી ઈવેન્ટ છે.  જે અંતર્ગત 3 દિવસ સુધી અનેક તેમજ એકથી એક ચઢિયાતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

  • 15 Oct 2022 09:51 AM (IST)

    જય વસાવડાએ આ ઉત્તમ પ્રયાસને શબ્દોથી વધાવ્યો

    પ્રવાસી ગુજરાતી પર્વ ના આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં ભારતની સાથે 20થી વધુ દેશની હસ્તીઓ ભાગ લેશે. 20થી વધુ દેશો અને ભારતના 18 રાજ્યોના અંદાજે 2,500 ગુજરાતીઓ સામેલ થશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહના હસ્તે ‘પ્રવાસી ગુજરાતી પર્વ’નો પ્રારંભ થશે.. ત્યારે આ પ્રસંગમાં કટાર લેખક જય વસાવડા પણ ઉપસ્થિત રહેશે.  જય વસાવડાએ આ ઉત્તમ પ્રયાસને શબ્દોથી વધાવ્યો અને ટીવીનાઈન નેટવર્ક અને AIANAને અભિનંદન પાઠવ્યા.

  • 15 Oct 2022 09:24 AM (IST)

    એક મંચ પર ગ્લોબલ ગુજરાતીઓની ગોષ્ઠિ

    પ્રથમ સેશનમાં UKના સાંસદ લોર્ડ ભીખુ પારેખ, મારા ગ્રુપના સ્થાપક આશિષ ઠક્કર સંબોધિત કરશે. બીજા સેશનમાં સવજી ધોળકિયા સહિતના ઉદ્યોગપતિઓ ઉદબોધન કરશે. ત્રીજા સેશનમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને ચેતેશ્વર પુજારા ચર્ચામાં જોડાશે. તો ચોથા સેશનમાં ડિરેક્ટર્સ અસિતકુમાર મોદી, અનિસ બઝમી, અબ્બાસ મસ્તાન તેમજ વિખ્યાત લેખક જય વસાવડા વિચારોનું આદાન-પ્રદાન કરશે.

  • 15 Oct 2022 09:20 AM (IST)

    પ્રવાસી ગુજરાતી પર્વમાં 2500થી વધુ ગુજરાતી હસ્તીઓ લેશે ભાગ

    આ પ્રવાસી ગુજરાતી પર્વમાં ભારતની સાથે 20થી વધુ દેશો અને ભારતના 18 રાજ્યોના અંદાજે 2,500 ગુજરાતીઓ સામેલ થશે. ઇવેન્ટના પ્રારંભે ગૃહપ્રધાન અમિત શાહ, અદાણી એન્ટરપ્રાઇઝના ડિરેક્ટર પ્રણવ અદાણી, એવોર્ડ વિનિંગ ફિલ્મમેકર પાન નલિન અને BAPSના પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજી સંબોધિત કરશે. પ્રથમ સેશનમાં UKના સાંસદ લોર્ડ ભીખુ પારેખ, મારા ગ્રુપના સ્થાપક આશિષ ઠક્કર સંબોધિત કરશે.

  • 15 Oct 2022 09:16 AM (IST)

    ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ઉદ્ધાટન થશે

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે આ પ્રવાસી ગુજરાતી પર્વનો પ્રારંભ થશે. આ મંચના માધ્યમથી દેશ અને વિદેશમાં અનેક સિદ્ધિઓ મેળનારા ભારતના ટોચના નીતિધારકો અને રાજ્યના વૈશ્વિક રાજદૂતો પણ સામેલ થશે.

  • 15 Oct 2022 09:13 AM (IST)

    આજથી પ્રવાસી ગુજરાતી પર્વ 2022નો પ્રારંભ

    ગુજરાતી સાહસ અને ગૌરવની ઉજવણી કરવા માટે TV9 નેટવર્ક અને  કે AIANA અમદાવાદમાં ત્રણ દિવસીય ‘પ્રવાસી ગુજરાતી પર્વ–2022’ની શરૂઆત કરવા જઈ રહ્યું છે. જેમાં 200થી વધુ દિગ્ગજ હસ્તીઓ, 30 જેટલા બિઝનેસ ટાયકૂન્સ અને 80થી વધુ વક્તાઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત 30 મેગા કોન્કલેવ અને કોન્ફરન્સિસ તેમજ 50 જેટલા કલાકારો સાથેના મલ્ટિમીડિયા શૉનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

  • 15 Oct 2022 09:12 AM (IST)

    ‘જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’

    ‘જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ દુનિયાભરમાં વિવિધ ક્ષેત્રોમાં ટોચ પર પહોંચેલા ગૌરવવંતા ગુજરાતીઓ આજે એક છત હેઠળ એકઠા થઇ રહ્યા છે. પ્રવાસી ગુજરાતી પર્વમાં ઉદ્યોગપતિઓથી લઇને ઉદ્યમીઓ, ફિલ્મ જગતથી માંડીને રમત જગત, રાજકારણથી લઇને અર્થકારણ એમ તમામ ક્ષેત્રોની દિગ્ગજ હસ્તીઓ એક સાથે હાજર રહેશે. જે ગુજરાત માટે અનન્ય, વિરલ અને યાદગાર ઘટના બની રહેશે.

Published On - Oct 15,2022 9:09 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">