AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pravasi Gujarati Parv 2022 : ગુજરાતી એટલે મોજીલો અને પડકારોને ઝીલનારો : અસિત મોદી

Pravasi Gujarati Parv 2022 : તારક મહેતાના ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત મોદીએ ગુજરાતીની ઓળખ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ગુજરાતી એટલે મોજીલો, સંસ્કૃતિને માનનારો, ફાફડા -જલેબી ખાનારો અને પડીને પાછો ઉભો થનારો અને પડકારો ઝીલનારો એટલે ગુજરાતી

Pravasi Gujarati Parv 2022 : ગુજરાતી એટલે મોજીલો અને પડકારોને ઝીલનારો : અસિત મોદી
Asit Kumar Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2022 | 7:15 PM
Share

ગુજરાતી સાહસ અને ગૌરવની ઉજવણી કરવા માટે TV9 નેટવર્ક અને  કે AIANA અમદાવાદમાં ત્રણ દિવસીય ‘પ્રવાસી ગુજરાતી પર્વ–2022’નો( Pravasi Gujarati Parv 2022)  પ્રારંભ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના(Amit Shah) હસ્તે  કરવામાં આવ્યો છે. આ ત્રિ દિવસીય પર્વમાં   200થી વધુ દિગ્ગજ હસ્તીઓ, 30 જેટલા બિઝનેસ ટાયકૂન્સ અને 80થી વધુ વક્તાઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત 30 મેગા કોન્કલેવ અને કોન્ફરન્સિસ તેમજ 50 જેટલા કલાકારો સાથેના મલ્ટિમીડિયા શૉનું પણ આયોજન કરવામાં આવ્યું છે.  આ મંચના માધ્યમથી દેશ અને વિદેશમાં અનેક સિદ્ધિઓ મેળનારા ભારતના ટોચના નીતિધારકો અને રાજ્યના વૈશ્વિક રાજદૂતો પણ સામેલ થશે.

આ કાર્યક્રમમાં સામેલ તારક મહેતાના ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત મોદીએ ગુજરાતીની ઓળખ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ગુજરાતી એટલે મોજીલો, સંસ્કૃતિને માનનારો, ફાફડા -જલેબી ખાનારો અને પડીને પાછો ઉભો થનારો અને પડકારો ઝીલનારો એટલે ગુજરાતી.

સૌથી મોંઘું વિટામીન છે હાસ્ય : અસીત મોદી

હું લોકોનું હસવાનું માધ્યમ બનવાથી ખુશ છું. ભગવાનની મારા પર કૃપા છે કે મને લોકોને અઢળક પ્રેમ મળ્યો. હું તમામ લોકોનો આભારી છું જેમને મને આટલો પ્રેમ આપ્યો અને તેમના પ્રેમથી હું અહીંયા છું. મારા દરેક કલાકારને હું કહું છું આપણી સિરિયલથી લોકો હસે છે. હસવું મોંઘું વિટામિન છે અને તે સરળતાથી મળતું નથી. પંદર વર્ષ સતત દિવાળીના બે દિવસ જ રજા. બધા કલાકારને સાચવી લઉ છું. લોકોને મને પ્રેમ મળે છે. તેમજ આજે અનેક લોકો મને એક સાથે મળ્યા છે. મે લોકોની આંખમાં આંસુ આવતા જોયા છે. અમે વિદેશની ધરતી પર લોકોને સિરિયલના માધ્યમથી બાળકોને દેશની સંસ્કૃતિ બતાવીએ છીએ.

ગુજરાતીઓ બધું કરી શકે છે : અસીત મોદી

એક ગુજરાતી યોગા દિવસે યોગા કરે, પછી ભરપેટ જમે, પત્નીને પ્રેમ કરે, પત્નીના મેણાં પણ સાંભળે, બબીતાને જોઈ લે, મહેમાનોને સાચવે, પડોશમાં વાટકી વ્યવહાર સાચવી લે, કોઈને મદદ કરવી, તે એક ગુજરાતી જ કરી શકે છે. ગુજરાતીઓ દિલના પ્રેમાળ હોય છે

g clip-path="url(#clip0_868_265)">