અમદાવાદઃ પત્નીના પૂર્વ પ્રેમીની ફિલ્મી સ્ટાઈલથી કરી હત્યા, લાશ ખાડામાં ફેંકી દીધી
અમદાવાદના બગોદરામાં પતિએ પોતાની પત્નીના પૂર્વ પ્રેમીની હત્યા કરી હોવનો કિસ્સો સામે આવ્યો છે. મૃતક પ્રેમી પોતાની પત્નીને દરરોજ સામે જોઈ હસતો હોવાથી પતિએ પૂર્વ પ્રેમીની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. પૂર્વ પ્રેમીને અવાવરું જગ્યાએ મળવા બોલાવીને તેની હત્યા કરી નાખી હતી.

અમદાવાદના બગોદરામાં પતિએ પોતાની પત્નીના પૂર્વ પ્રેમીની હત્યા કરી હોવનો કિસ્સો સામે આવ્યો છે. મૃતક પ્રેમી પોતાની પત્નીને દરરોજ સામે જોઈ હસતો હોવાથી પતિએ પૂર્વ પ્રેમીની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. પૂર્વ પ્રેમીને અવાવરું જગ્યાએ મળવા બોલાવીને તેની હત્યા કરી નાખી હતી. બગોદરા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.
બગોદરાનાં ભામસરા ગામ નજીક એક યુવકની હત્યા કરેલી હાલતમાં મળેલા મૃતદેહનો પોલીસે ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બે દિવસ પહેલા ભામસરા ગામની સીમમાં આવેલા બાવળ કાટ પાસે ખાડામાં હત્યા કરેલી હાલતમાં સંજય પ્રજાપતિનો મૃતદેહ મળી આવ્યો હતો.
તીક્ષ્ણ હથિયારનાં ઘા મારી હત્યા
પોલીસે તપાસ કરતા યુવકને ગળા અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારનાં ઘા મારી હત્યા કરવામાં આવી હતી. પોલીસ આ હત્યાનો લઈને તપાસ શરૂ કરતાં મૃતકના મોબાઈલ નંબરનાં સીડીઆર, હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનલીસાસી મદદ થી પોલીસ મૃતકની પ્રેમિકા સુધી પહોંચી હતિ. પોલીસ દ્વારા મૃતકની પ્રેમિકા તેમજ તેના પતિ પ્રહેલાદ સોલંકી પૂછપરછમાં હત્યાનો ભેદ ઉકેલાયો છે. આરોપી એવા પ્રેમિકાનો પતિ પ્રહેલાદ દ્વારા હત્યાનું ષડયંત્ર રચીને મૃતકને મળવા બોલાવ્યો હતો અને હત્યાને અંજામ આપ્યો હતો. બંગોદરા પોલીસે પ્રહલાદ સોલંકી ધરપકડ કરી છે.
તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પ્રહલાદ સોલંકીની પત્ની સંગીતા મૃતક સંજય પ્રજાપતિ વચ્ચે ભૂતકાળમાં પ્રેમ સબંધ હતો. આરોપી અને તેની પત્ની મોરિયાની ગાય બેસન કંપનીમા નોકરી કરે છે. છેલ્લા પાંચ – છ દિવસથી આરોપી પ્રહલાદ પોતાની પત્ની સાથે ભામસરા બ્રિજ નીચે ચાલતા ઘરે જતા હોય તે સમયે મૃતક સંજય પ્રજાપતિ પત્ની સંગીતાને સતત જોયા કરતો હોય છે. આવું તે દરરોજ કરતો હતો.
મૃતદેહ ખાડામાં ફેક્યો હતો
અગાઉ પ્રહલાદ સોલંકીએ મૃતક સંજયને ઠપકો પણ આપ્યો હતો, પરંતુ તેમ છતાં મૃતક આરોપીની સામે જ તેની પત્નીને જોયા કરતો હતો. જેથી પ્રહલાદએ સંજયની હત્યા કરવાનું કાવતરું રચ્યું હતું. આરોપી પ્રહલાદે પોતાના ઘરમાં રહેલી છરી અને કટર લઈને મૃતક સંજયને મળવા બોલાવ્યો હતો. જ્યારે બન્ને મળ્યા ત્યારે પ્રેમસબંધ અને પત્નીને જોવા બાબતે બન્ને વચ્ચે ઝપાઝપી થઈ હતી અને પ્રહલાદ એ છરી વડે હત્યા કરી દીધી હતી.
મહત્વ નું છે કે આરોપી પ્રહલાદે હત્યા કરીને સંજયનો મૃતદેહ ખાડામાં ફેક્યો હતો અને આજ ખાડામાં પોતાના લોહીવાળા કપડાં ધોઇને પોતે નાહી લીધું હતું અને સંજયનો મોબાઈલ પાણીમાં ફેંકી અને ગામના તળાવ છરી અને ક્ટર ફેંકી દીધું હતું. બંગોદરા પોલીસે આ તમામ વસ્તુ કબજે કરીને હત્યા પાછળ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે મુદ્દે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: લાલચટાક શેરથાનું મરચું આજે પણ ગૃહિણીઓની છે પ્રથમ પસંદ, જાણો કેમ