લાલચટાક શેરથાનું મરચું આજે પણ ગૃહિણીઓની છે પ્રથમ પસંદ, જાણો કેમ
વાત રસોડાના મસાલાની નીકળે એટલે શરુઆત તો મરચાંથી જ થાય. ઘરમાં સૌથી પહેલા જ મરચું પાવડરને ભરવા માટેની મથામણ શરુ થઈ જાય. આ માટે ઘરના સભ્યોને તીખાશ જેવી પસંદ હોય એવું જ ગૃહિણીઓ મરચું ભરવાનું પસંદ કરતી હોય છે. ઘણીવાર ગૃહિણીઓ એક નહીં બે અલગ અલગ જાતના મરચાં પાવડરને મિક્સ કરીને પણ ભરતા હોય છે.

ગૃહિણીઓને માટે રસોડામાં રસોઈના મસાલા ભરવાની ચિંતા વર્તાતી હોય છે. મહિલાઓ ઘરમાં સ્વાદિષ્ટ રસોઈ માટે થઈને શ્રેષ્ઠ રસોઈ મસાલા ભરવા માટે દર વર્ષે પ્રયાસ કરતી નજર આવતી હોય છે. આ માટે પોતાની સખીઓથી લઈને સંબંધીઓને પણ પૂછપરછ કરતી રહેતી હોય છે, કે તમે મસાલા ક્યાંથી ખરીદ્યા. સ્વાદથી લઈને તેના ગુણો વિશે પણ ચર્ચા કરવાનું ચુકતી નથી હોતી. માટે જ મહિલાઓ શ્રેષ્ઠ મસાલાઓને જ પોતાના ઘરના રસોડાઓની બરણીઓમાં સ્થાન આપવાનો સંતોષ વ્યક્ત કરતી નજર આવતી હોય છે. હવે વાત રસોડાના મસાલાની નીકળે એટલે શરુઆત તો મરચાંથી જ થાય. ઘરમાં સૌથી પહેલા જ મરચું પાવડરને ભરવા માટેની મથામણ શરુ થઈ જાય. આ માટે ઘરના સભ્યોને તીખાશ જેવી પસંદ હોય એવું જ ગૃહિણીઓ મરચું ભરવાનું પસંદ કરતી હોય છે. ઘણીવાર ગૃહિણીઓ એક નહીં બે અલગ અલગ જાતના મરચાં પાવડરને...