Video : અમદાવાદમાં બિલ્ડરના પુત્રનું બેખોફ ડ્રાઇવિંગ ! ચાર દિવસમાં બની બે હિટ એન્ડ રનની ઘટના

અમદાવાદમાં બે અલગ અલગ હિટ એન્ડ રનની ઘટના સામે આવી - એક ઘટનામાં એક વ્યક્તિનું મોત તો બીજી ઘટનામાં માતા પુત્ર ગંભીર ઈજાગ્રસ્ત. બંને ઘટનામાં પૂરપાટ ઝડપે આવતી કારે ટક્કર મારી.

Video : અમદાવાદમાં બિલ્ડરના પુત્રનું બેખોફ ડ્રાઇવિંગ ! ચાર દિવસમાં બની બે હિટ એન્ડ રનની ઘટના
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Sep 18, 2024 | 5:37 PM

છેલ્લા ચાર દિવસમાં બે અલગ અલગ હિટ એન્ડ રનની ઘટનાઓ બની છે. શહેરના બોપલ વિસ્તાર તેમજ સોલા ભાગવત વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય ઘટનામાં માતા પુત્ર ઈજાગ્રસ્ત થયા છે. જોકે બંને ઘટનામાં પૂરપાટ ઝડપે આવતી કાર દ્વારા અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો. બંને કેસમાં અલગ અલગ ફરિયાદ નોંધાઈ આરોપીઓની શોધખોળ માટે પોલીસે કવાયત શરૂ કરી છે.

જન્મદિવસની પાર્ટીમાંથી પરત ફરી રહેલા બિલ્ડરનાં સગીર પુત્રે અકસ્માત સર્જ્યો

અમદાવાદના બોપલ વિસ્તારમાં હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. 14 સપ્ટેમ્બરના રોજ રાતના સમયે સિક્યુરિટી ગાર્ડ ગોવિંદસિંગ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, તે દરમિયાન પૂર ઝડપે આવેલી મર્સિડીઝ કારના ચાલકે તેઓને અડફેટે લીધા હતા. જે બાદ કારચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો, અને તેઓને હોસ્પિટલ લઈ જતા તબીબે મૃત જાહેર કર્યા હતા.

સમગ્ર મામલે બોપલ પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો દાખલ કરી તપાસ કરતા એક બાદ એક મોટા ખુલાસા થયા છે. અકસ્માત સર્જનાર કાર બિલ્ડર મિલાપ શાહની મર્સિડીઝ હોવાનું ખુલ્યું છે અને તેઓના 17 વર્ષીય સગીર પુત્રએ આ અકસ્માત કર્યો હોવાનું સામે આવ્યું છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

મિત્રની બર્થ ડે પાર્ટીમાં ગયો હતો કાર ચાલક

આ અકસ્માતના લાઇવ સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં કાર પૂરઝડપે અને બેદરકારી પૂર્વક ચલાવવામાં આવતી હોવાની હકીકત સામે આવી છે. અકસ્માત સર્જાયો તે રાત્રે મિલાપ શાહનો સગીર પુત્ર બોપલમાં સોબો સેન્ટર પાસે મિત્રની બર્થ ડે પાર્ટીમાં ગયો હતો અને ત્યાંથી પરત ફરતા સમયે આ અકસ્માત સર્જ્યો હતો. જે બાદ તેણે ઘરે પહોંચી પિતાને જાણ કરી હોવા છતાં પિતાએ પોલીસને જાણ કરી ન હતી.

બોપલ પોલીસે આ કેસમાં સગીરને નજરકેદ કરી ફરિયાદમાં પિતા સામે કલમનો ઉમેરો કરી તેઓની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત સમયે સગીર નશામાં હતો કે કેમ તેમજ ગાડીની સ્પીડ કેટલી હતી તે તમામ પાસાઓ પર તપાસ હાથ ધરાઇ છે અને પોલીસ દ્વારા એફએસએલ ની પણ મદદ લેવામાં આવી છે.

ચાલવા નીકળેલા પતિ, પત્ની અને પુત્ર પર પાછળથી કારે ટક્કર મારતાં માતા પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત

બીજી હીટ એન્ડ રનની ઘટનાની વાત કરવામાં આવે તો શહેરના ન્યુ સાયન્સ સીટી રોડ પાસે આવેલા શ્રીજી પાર્ટી પ્લોટ પાસે 15 તારીખના સાંજ હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી, જેમાં પતિ પત્ની અને પુત્ર સાંજના સમયે વોકિંગ કરવા માટે નીકળ્યા હતા, ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી કારે પાછળથી ટક્કર મારી હતી. જેમાં માતા અને પુત્ર ફંગોળાયા હતા અને બંનેને ઈજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

સમગ્ર કેસમાં બાર વર્ષનો પુત્ર પ્રીતરાજસિંહ કાર નીચે આવી ગયો હતો જે હાલ આઈસીયુમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે તેમજ પત્નીને જીવુંબેન પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા અજાણ્યા કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ કરવામાં આવી છે. જોકે ઘટના સમયે પિતા દ્વારા પત્ની તેમજ પુત્રને કાર બહાર કાઢવાની કામગીરીને કારણે કાર ચાલક સાથે વાતચીત કે કોઈ નંબર જાણી શકાયો નહીં. જેને કારણે પોલીસ દ્વારા હવે આસપાસના વિસ્તારના સીસીટીવી તેમજ નજરે જોનારા વ્યક્તિઓની શોધખોળ કરી રહી છે.

મહત્વનું છે કે પૂરપાટ ઝડપે આવી રહેલી કાર દ્વારા પાછળથી ટક્કર મારવામાં આવી હતી અને થોડી જ વાર માટે કાર ઊભી અને ત્યારબાદ ત્યાંથી કારચાલક નાસી છૂટ્યો હતો. એ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા કારચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
g clip-path="url(#clip0_868_265)">