ગુજરાતની વધુ એક સિદ્ધી, રાષ્ટ્રીય જલ પુરસ્કાર 2020માં અલગ અલગ કેટેગરીમાં 9 એવોર્ડ જીત્યા

|

Jan 07, 2022 | 10:57 PM

National Water Award : શ્રેષ્ઠ NGOમાં અમદાવાદની કોસ્ટલ સેલિનિટી પ્રિવેન્શન સેલ પ્રથમ અને ભાવનગરની વિવેકાનંદ સંશોધન અને તાલીમ સંસ્થા ત્રીજા નંબરે છે.

ગુજરાતની વધુ એક સિદ્ધી, રાષ્ટ્રીય જલ પુરસ્કાર 2020માં અલગ અલગ કેટેગરીમાં 9 એવોર્ડ જીત્યા
Gujarat get 9 national water award 2022 in different category by jal shakti ministry

Follow us on

જલ શક્તિ મંત્રાલય દ્વારા 2018 માં પ્રથમ રાષ્ટ્રીય જળ પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી.

DELHI : કેન્દ્ર સરકાર દ્વારા આજે 7 જાન્યુઆરીએ નેશનલ વોટર એવોર્ડ 2020 (National Water Award) ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતને 9 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે.

1) પશ્ચિમ ઝોનમાં શ્રેષ્ઠ જિલ્લા તરીકે વડોદરા બીજા નંબરે સંયુક્ત વિજેતા બન્યું છે.

2) પશ્ચિમ ઝોનની શ્રેષ્ઠ ગ્રામ પંચાયતમાં સાબરકાંઠાની તખ્તગઢ ગ્રામ પંચાયત પ્રથમ નંબરે છે.

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

3)પશ્ચિમ ઝોનની શ્રેષ્ઠ ગ્રામ પંચાયતમાં કચ્છની કનકપર ગ્રામ પંચાયત બીજા નંબરે છે

4) બેસ્ટ અર્બન લોકલ બોડીમાં વાપી અર્બન લોકલ બોડી પ્રથમ નંબરે છે.

5)IIT, ગાંધીનગરને બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ફોર કેમ્પસ યુઝનો અવોર્ડ મળ્યો છે.

6) શ્રેષ્ઠ ઉદ્યોગમાં વેલસ્પન ઈન્ડિયા ટેક્સટાઈલ લિ. ગુજરાત પ્રથમ ક્રમે છે.

7) શ્રેષ્ઠ NGOમાં અમદાવાદની કોસ્ટલ સેલિનિટી પ્રિવેન્શન સેલ પ્રથમ ક્રમે છે,

8)શ્રેષ્ઠ NGOમાં ભાવનગરની વિવેકાનંદ સંશોધન અને તાલીમ સંસ્થા ત્રીજા નંબરે છે.

9) CSR પ્રવૃત્તિ માટે ગુજરાતનું અદાણી ફાઉન્ડેશન ઉદ્યોગમાં બીજા ક્રમે છે.

આ રીતે ગુજરાતને 9 રાષ્ટ્રીય જલ શક્તિ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યું છે.

શ્રેષ્ઠ રાજ્યમાં ઉત્તરપ્રદેશ પ્રથમ
કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે શુક્રવારે ત્રીજા રાષ્ટ્રીય જલ શક્તિ પુરસ્કારની જાહેરાત કરી હતી. આ દરમિયાન રાજ્યની કેટેગરીમાં ઉત્તરપ્રદેશને પ્રથમ, રાજસ્થાનને દ્વિતીય, તમિલનાડુને ત્રીજું ઇનામ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે પાણી એ જીવનનું મૂળ છે. તેમણે કહ્યું કે ભારતની વર્તમાન પાણીની જરૂરિયાત દર વર્ષે આશરે 1,100 બિલિયન ક્યુબિક મીટર હોવાનો અંદાજ છે, જે 2050 સુધીમાં વધીને 1,447 બિલિયન ક્યુબિક મીટર થવાનો અંદાજ છે.

2018 માં રાષ્ટ્રીય જળ પુરસ્કારોની શરૂઆત કરવામાં આવી
એવોર્ડ સમારોહ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય જળ પુરસ્કારનો હેતુ લોકોમાં પાણીના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવાનો છે. આ સાથે આ એવોર્ડ દ્વારા લોકોને પાણીના ઉપયોગની શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવે છે.

જલ શક્તિ મંત્રાલય દ્વારા 2018 માં પ્રથમ રાષ્ટ્રીય જળ પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી. ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય જળ પુરસ્કારોએ સ્ટાર્ટ-અપ્સ તેમજ અગ્રણી સંસ્થાઓને વરિષ્ઠ નીતિ ઘડવૈયાઓ સાથે વાતચીત અને વાર્તાલાપ કરવાની સારી તક આપી છે. ભારતમાં શ્રેષ્ઠ જળ સંસાધન વ્યવસ્થાપન પદ્ધતિઓ કેવી રીતે અપનાવવી તે સમજાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : GUJARAT : કોરોના વાયરસ અંગે નવી Guideline જાહેર, 17 જેટલા નિયંત્રણો લાગુ

આ પણ વાંચો : GUJARAT : જાણો કોરોનાની નવી Guidelineમાં રાત્રિ કર્ફ્યુમાં કઈ કઈ પ્રવૃત્તિઓને છૂટ અપાઈ?

Next Article