GUJARAT : જાણો કોરોનાની નવી Guidelineમાં રાત્રિ કર્ફ્યુમાં કઈ કઈ પ્રવૃત્તિઓને છૂટ અપાઈ?
Night Curfew in Gujarat : ગુજરાતના 8 મહાનગરો ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કર્ફ્યું લાગુ કરવામાં આવ્યો છે.
રાજ્યના 10 શહેરોમાં રાત્રે 10 કલાકથી સવારે 6 કલાક સુધી રાત્રિ કર્ફ્યું અમલી રહેશે. રાત્રિ કર્ફ્યું દરમિયાન સરકારે અમૂક પ્રવૃત્તિઓને છૂટ આપી છે.
GANDHINAGAR : રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં કોરોના (Corona)વાયરસના વધતા જતા કેસ અંગે નવી ગાઈડલાઈન (guideline) જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈન મૂજબ ગુજરાતના 8 મહાનગરો અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જુનાગઢ અને જામનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કર્ફ્યું (Night Curfew in Gujarat) લાગુ કરવામાં આવ્યો છે. આ 10 શહેરોમાં રાત્રે 10 કલાકથી સવારે 6 કલાક સુધી રાત્રિ કર્ફ્યું અમલી રહેશે. રાત્રિ કર્ફ્યું દરમિયાન સરકારે અમૂક પ્રવૃત્તિઓને છૂટ આપી છે, જે આ મૂજબ છે :
રાત્રિ કર્ફ્યુના સમયગાળા દરમિયાન નીચેની બાબતો લક્ષમાં લેવાની રહેશે :
1) બીમાર વ્યક્તિ , સગર્ભાઓ , અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે.
2)મુસાફરોને રેલ્વે , એરપોર્ટ , ST કે સીટી બસની ટિકીટ રજૂ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
3)રાત્રિ કર્ફ્યુના સમયગાળા દરમ્યાન કોઇ પણ પ્રકારના રાજકીય , સામાજીક , શૈક્ષણિક , સાંસ્કૃતિક , ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો યોજી શકાશે નહી.
4)આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો / અધિકારીઓ / કર્મચારીઓએ માંગણી કર્યેથી જરુરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે.
5)અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર , ડોક્ટરનું પ્રીસ્ક્રીપ્શન , સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કર્યેથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
6) અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી / કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે.
રાત્રિ કર્ફયુના સમયગાળા દરમિયાન નીચે જણાવેલ સેવાઓ / પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકાશે :
1) COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવાતેમજ આવશ્યક / તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ.
2) મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ.
3) ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા.
4) ઈન્ટરનેટ / ટેલિફોન / મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર / આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ.
5) પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા , ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન.
6) પેટ્રોલ , ડિઝલ , એલ.પી.જી. / સી.એન.જી. / પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ , પોર્ટ ઓફ લોડિંગ , ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ
7 ) પોસ્ટ અને કુરીયર સર્વિસ
8) ખાનગી સિક્યુરીટી સેવા
9) પશુઆહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ.
10) કૃષિ કામગીરી , પેસ્ટ ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા
11) ઉક્ત તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ.
12) આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરોમાં વ્યાપાર / સેવાના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ – કોમર્સ સેવાઓ.
13) તમામ પ્રકારના ઉત્પાદન / ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
14) બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ પણ વાંચો : GUJARAT : કોરોના વાયરસ અંગે નવી Guideline જાહેર, 17 જેટલા નિયંત્રણો લાગુ
આ પણ વાંચો : GUJARAT : કોરોનાનો મહા વિસ્ફોટ, નવા 5396 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 18 હજારને પાર