AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GUJARAT : કોરોના વાયરસ અંગે નવી Guideline જાહેર, 17 જેટલા નિયંત્રણો લાગુ

Corona Guideline in Gujarat : આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM BHUPENDRA PATEL)ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ નવી ગાઈડલાઈનને મંજૂરી આપવામાં આવી છે.

GUJARAT : કોરોના વાયરસ અંગે નવી Guideline જાહેર, 17 જેટલા નિયંત્રણો લાગુ
New guideline on corona virus released in Gujarat
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 8:05 PM
Share

GUJARAT : ગુજરાતમાં કોરોના વાયરસ (Corona Virus)ના કેસ વધતા સંભવિત ત્રીજી લહેરને પહોચી વળવા સરકાર હવે શક્ય એ તમામ પગલાઓ ભરી રહી છે. કોરોના વાયરસના કેસો વધતા સંક્રમણ વધુ ન ફેલાય એ માટે સરકારે વાઇબ્રન્ટ સમિટ સહીતના મોટા કાર્યક્રમો રદ્દ કર્યા છે, હવે આ દિશામાં રાજ્યમાં નવી કોરોના ગાઈડલાઈન (Guideline) જાહેર કરવામાં આવી છે. આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM BHUPENDRA PATEL)ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ નવી ગાઈડલાઈનને મંજૂરી આપવામાં આવી છે.

17 જેટલા નિયંત્રણો લાગુ

શહેરોમાં આ નિયંત્રણો લાગુ

1) રાત્રિ કર્ફ્યું : રાજયના અમદાવાદ શહેર , વડોદરા શહેર , સુરત શહેર , રાજકોટ શહેર , ભાવનગર શહેર , જામનગર શહેર , જુનાગઢ શહેર , ગાંધીનગર શહેર , ઉપરાંત વધુ બે નગરો આણંદ શહેર , અને નડીયાદમાં દરરોજ રાત્રિના 10 કલાકથી સવારના 6 કલાક સુધી રાત્રિ કર્યુ અમલમાં રહેશે.

2) વ્યપારની પ્રવૃત્તિઓ : ઉપરોકત શહેરોમાં સામે દર્શાવેલ વ્યાપારિક ગતિવિધિ રાત્રિના 10 કલાક સુધી ચાલુ રાખી શકાશે.

3) હોટેલ અને રેસ્ટોરન્ટ : બેઠક ક્ષમતાના 75 % સાથે રાત્રિના 10  કલાક સુધી ચાલુ રાખી શકાશે. હોટેલ / રેસ્ટોરેન્ટ્સમાં Home delivery સેવાઓ રાત્રિના 11 કલાક સુધી ચાલુ રાખી શકાશે.

સમગ્ર રાજ્યમાં આ નિયંત્રણો લાગુ

1) રાજકીય-સામાજિક મેળાવડા : ખુલ્લામાં મહત્તમ 400 વ્યકિતઓ પરંતુ , બંધ સ્થળોએ , જગ્યાની ક્ષમતાના 50% ( મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં ) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.

2)લગ્ન પ્રસંગ : ખુલ્લામાં મહત્તમ 400 વ્યકિતઓ પરંતુ , બંધ સ્થળોએ , જગ્યાની ક્ષમતાના % ( મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં ) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે . લગ્ન પ્રસંગ માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે.

3) અંતિમક્રિયા અને દફનવિધિ : મહત્તમ 100 ( એકસો ) વ્યક્તિઓની મંજુરી

4) પબ્લિક અને પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ : નોન એ.સી. બસ સેવાઓ ૭૫ % ક્ષમતા સાથે ( Standing not allowed ) જ્યારે એ.સી. બસ સેવાઓ મહત્તમ 75% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે.

5) સિનેમા હોલ : બેઠક ક્ષમતાના 50% થી ચાલુ રાખી શકાશે.

6) જીમ : સમાવેશ ક્ષમતાના 50% થી ચાલુ રાખી શકાશે.

7) વોટરપાર્ક અને સ્વીમીંગ પુલ : ક્ષમતાના મહત્તમ 50% સાથે ચાલુ રાખી શકાશે.

8) વાંચનાલયો : બેઠક ક્ષમતાના 50% થી ચાલુ રાખી શકાશે.

9) ઓડીટોરીયમ, હોલ, મનોરંજક સ્થળો : બેઠક ક્ષમતાના 50% થી ચાલુ રાખી શકાશે.

10) જાહેર બાગ-બગીચા : રાત્રિના 10 કલાક સુધી

11) ધોરણ 9 થી ગ્રેજ્યુએટ સુધીની અભ્યાસ પ્રવૃત્તિઓ : સ્થળની ક્ષમતાના મહત્તમ 50% વિદ્યાર્થીઓ સાથે

12) શૈક્ષણિક સંસ્થાઓ : રાજયભરની શાળાઓમાં ધોરણ 1 થી 9 માં વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફ લાઈન શિક્ષણ તા.31-1-2022  સુધી બંધ રહેશે.માત્ર ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રહેશે.

13) શાળા અને કોલેજો અને પરીક્ષાઓ : કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે યોજી શકાશે.

14 ) સ્પોર્ટ્સ કોમ્લ્પેક્ષ, સ્ટેડીયમ અને સંકુલમાં રમત ગમત : પ્રેક્ષકોની હાજરી વગર ચાલું રાખી શકાશે.

 વેક્સિનના બે ડોઝ ફરજિયાત : ઉપરની તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ, તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ લોકો માટે વેક્સિનના બે ડોઝ ફરજિયાત કરવામાં આવ્યાં છે.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">