Crime Investigation : દિલ્હી NCB અને ગુજરાત ATSનું સયુક્ત ઓપરેશન, ભોપાલથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી, જુઓ Video

|

Oct 06, 2024 | 4:52 PM

ભોપાલના બગરોડા GIDC ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં મેન્યુફેક્ચરીંગ યુનીટની આડમાં એમ ડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીમાં ગુજરાત ATS અને NCB દિલ્હીની ટીમે રેડ કરી 907 કિ.ગા. મેફેડ્રોન (MD), રો-મટીરીયલ તથા સંસાધનો નો મોટો જથ્થો કબ્જે કર્યો છે.

Crime Investigation : દિલ્હી NCB અને ગુજરાત ATSનું સયુક્ત ઓપરેશન, ભોપાલથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી, જુઓ Video

Follow us on

મધ્ય પ્રદેશના ભોપાલમાં રહેતા અમીત ચતુર્વેદી તથા નાસીક, મહારાષ્ટ્ર માં રહેતા સનયાલ બાને ભોપાલના બગરોડા GIDC ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ડ્રગ્સ બનાવવાની ફેકટરી શરૂ કરી.

બાતમીના આધારે ગુજરાત ATS અને NCB દિલ્હીની ટીમ દ્વારા તા. 09/06/2024ના રોજ રેડ કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જે દરમ્યાન માદક પદાર્થ મેફેડ્રોન (MD) બનાવવા માટેની પ્રોસેસ ચાલુમાં હોવાનું ખૂલવા પામેલ.

સર્ચ દરમ્યાન કુલ 907.09 kg મેફેડ્રોન (સોલીડ તથા લીક્વીડ) મળી આવેલ, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે રૂપિયા 1814.18 કરોડ થાય છે.

જાયફળનું સેવન કરવાથી થાય છે જબરદસ્ત ફાયદા
ગુજરાતી સિંગર જયકર ભોજક ગરબાનો બાદશાહ છે
ભાગવતમાં જણાવ્યું છે, બાળક ગર્ભમાં હોય ત્યારે માતાએ આ 5 કામ અવશ્ય કરવા
શરીરમાં લોહીના ટકા ઓછા હોય તો શું કરવું? ડૉક્ટર પાસેથી જાણો
Green Methi Leaves : શિયાળાની સિઝનમાં લીલી મેથીની લઈ લો મજા! વિટામીનથી ભરપૂર
આજનું રાશિફળ તારીખ : 06-10-2024

આ ઉપરાંત 400 કિલોગ્રામ 2 બ્રોમો 4 મીથાઈલ પ્રોપીયોફીનોન, 1800 KG મોનો મીથાઈલ એમાઈન, 1000 KG એસીટોન, 800 KG ટોલ્યુઈન, 800 KG એચ.સી.એલ. તથા અન્ય રો-મટીરીયલ અને મેફેડ્રોન (MD) ઉત્પાદન માટે ઉપયોગમા લેવાતા સંસાધનો ગ્રાઈન્ડર, મોટર, ગ્લાસ ફ્લાસ્ક, હીટર વગેરે કબ્જે કરવામાં આવેલ ઝાડપાયેલ આરોપી.

  • અમીત પ્રકાશચંદ્ર ચતુર્વેદી, ઉ.વ. 57 વર્ષ, રહે. કોટરા સુલ્તાનાબાદ રોડ, હુઝુર,ભોપાલ, મધ્યપ્રદેશ
  • સનયાલ પ્રકાશ બાને, ઉ.વ. 40, રહે. પ્રભુ એટલાન્ટીસ, નાસીક-ગંગાપુર રોડ, નાસીક, મહારાષ્ટ્ર

આરોપી સનયાલ પ્રકાશ બાને આ અગાઉ વર્ષ 2017માં અંબોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1- kg મેફેડ્રોન (MD) સીઝર કેસમાં પકડાયેલ અને 5 વર્ષ જેલમાં રહ્યો હતો.

જેલમાંથી છૂટ્યા બાદ તેણે અમીત ચતુર્વેદી સાથે મળી ગેરકાયદેસર મેફેડ્રોન (MD) ના ઉત્પાદન અને વેચાણ દ્વારા મોટા પ્રમાણમાં નાણાંકીય લાભ મેળવવાનો પ્લાન બનાવેલ. જે મુજબ તેઓએ ભોપાલના બગરોડા GIDC ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે 6-7 મહિના અગાઉ એક શેડ ભાડે લઈ તેમાં 3-4 મહિનાથી ગેરકાયદેસર મેફેડ્રોન (MD) તૈયાર કરવા રો- મટીરીયલ, સાધન-સામગ્રી એકત્રિત કરેલ હતી અને કેમીકલ પ્રોસેસ અને ઉત્પાદન શરૂ કર્યું હતું.

5-7 દિવસમાં અંદાજિત 40-50 kg મેફેડ્રોન (MD) ઉત્પાદન કરવાની ક્ષમતા

અંદાજિત 2500 વારની જગ્યાના શેડમાં ચાલી રહેલ ઉપરોક્ત પકડાયેલ ફેક્ટરી ATS Gujarat દ્વારા આજ દિન સુધી પકડવામાં આવેલ ગેરકાયદેસર ફેક્ટરીઓ પૈકી સૌથી મોટી હોવાનો દાવો ATS દ્વારા કરવામાં આવ્યો છે. 5-7 દિવસમાં અંદાજિત 40-50 kg મેફેડ્રોન (MD) ઉત્પાદન કરવાની ક્ષમતા આ ફેકટરી ધરાવે છે.

કઈ-કઈ વ્યક્તિ સામેલ છે એ અંગે વધુ તપાસ

પકડાયેલ આરોપીઓ આ ગુન્હાહિત પ્રવૃત્તિમાં કેટલા સમયથી સામેલ હતા અને તેઓએ ગેરકાયદેસર રીતે બનાવેલ માદક પદાર્થ મેફેડ્રોન (MD) કઈ-કઈ જગ્યાએ તથા કોને વેચાણ કરેલ હતો અને એ માટે તેઓને નાણા કઈ રીતે મળતા હતા તથા આ નાર્કોટીક્સ ડ્રગ કાર્ટેલમાં અન્ય કઈ-કઈ વ્યક્તિ સામેલ છે એ અંગે વધુ તપાસ ચાલુમાં છે.

Published On - 4:50 pm, Sun, 6 October 24

Next Article