CBSE 12th Result : મોરના ઈંડા ચીતરવા ના પડે, વડોદરા પોલીસ કમિશનરની દીકરીએ 97 ટકા મેળવ્યા

CBSE Board 12th Result 2024 : વડોદરા શહેર પોલીસ કમિશ્નરની દીકરીએ પણ 12 સાયન્સમાં 97 ટકા મેળવ્યા. જ્યારે અમદાવાદની એક દિવ્યાંગ વિદ્યાર્થિનીએ પણ 12 સાયન્સમાં 94.6 ટકા મેળવ્યા છે. બંને દીકરીઓ ટ્યુશન વિના સારા માર્કસ મેળવ્યા છે અને હવે બંને દીકરીઓ પૈકી એક સિવિલ સર્વિસ અને એક મેડિકલમાં અભ્યાસ કરવા ઈચ્છે છે.

CBSE 12th Result : મોરના ઈંડા ચીતરવા ના પડે, વડોદરા પોલીસ કમિશનરની દીકરીએ 97 ટકા મેળવ્યા
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: May 14, 2024 | 10:08 AM

CBSE 12th Result : CBSE બોર્ડનું ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર થયું છે. જેમાં વડોદરા શહેર પોલીસ કમિશનરની દીકરીએ પણ 12 સાયન્સમાં 97 ટકા મેળવ્યા. જ્યારે અમદાવાદની એક દિવ્યાંગ વિદ્યાર્થિનીએ પણ 12 સાયન્સમાં 94.6 ટકા મેળવ્યા છે. બંને દીકરીઓ ટ્યુશન વિના સારા માર્કસ મેળવ્યા છે અને હવે બંને દીકરીઓ પૈકી એક સિવિલ સર્વિસ અને એક મેડિકલમાં અભ્યાસ કરવા ઈચ્છે છે.

મોરના ઈંડા ચીતરવા ના પડે

વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંમ્હા કોમારની દીકરી દિશીતા કોમારે ધોરણ 12 સાયન્સમાં CBSE બોર્ડ પરીક્ષામાં 97 ટકા મેળવ્યા છે. દિશીતા અમદાવાદના બોપલની તુલીપ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા B ગ્રૂપ રાખ્યું હતું. દિશીતાએ અગાઉ પણ ધોરણ 10માં ICSE બોર્ડમાં ગુજરાતમાં પ્રથમ અને દેશમાં ત્રીજો રેન્ક મેળવ્યો હતો.

દિશીતા હવે MBBS નો અભ્યાસ કરવા ઈચ્છે છે. દિશીતાએ જણાવ્યું કે તેણે ખૂબ સારી તૈયારી કરી હતી. તે મોબાઇલનો ઉપયોગ કરે છે પરંતુ સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરતી. મેં NCERT ની દરેક લાઈન સોલ્વ કરી હતી. હું ક્યારેય ટ્યુશનમાં પણ જતી નહોતી. મારું માનવું છે કે તમે સ્કૂલમાં સારું તૈયારી કરો તો ટ્યુશનની જરૂર નથી.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

પડકારોને પાર કરતી આઇશા

તુલીપ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી આઈશા ઘાંચીએ 94 ટકા મેળવ્યા છે. આઈશાએ પોતે ડિસેબલ હોવા છતા મહેનત અને સાથ સહકારથી પરિણામ મેળવવામાં સફળતા મેળવી છે. આઈશાને યુપીએસસી પાસ કરી સિવિલ સર્વિસમાં જોડાવાની ઈચ્છા છે. આઈશાએ જણાવ્યું હતું કે મને લેબમાં જવામાં અને અન્ય જગ્યાએ જવામાં તકલીફ પડતી હતી. આ પરિણામ મેળવવા માટે સ્કૂલ તરફથી મને ખુબ જ સપોર્ટ રહ્યોં છે. દરેક ટીચર્સએ મને ખુબ જ સપોર્ટ કર્યો જેથી હુ સૌનો આભાર માનું છુ.

આઈશાના પિતા વસીમ ભાઈએ જણાવ્યું હતું કે આઈશાના પરિણામ થી અમે ખુબ જ ખુશ છીએ.તેનું ધોરણ 10માં પણ રીઝલ્ટ ખુબ જ સારુ હતુ.આઈશા અહી જુનિયર કેજીથી અભ્યાસ કરે છે. તે પોતે હેન્ડિકેપ હોવા છતા સ્કૂલે તેને ખુબ સપોર્ટ કર્યો છે. આઈશા લુકો મોટિવ ડિસઓર્ડરથી પીડાઈ રહી છે. સ્પાઈન એની છે તે થોડી ક્રોસમાં છે પગ નાના છે. જમણા પગ એક્ટીવ નથી લેફ્ટ પગમાં પ્રોબ્લેમ છે. આઇશા ને શરૂઆતમાં અન્ય શાળાઓએ પ્રવેશ પણ આપ્યો ના હતો. ત્યાંથી શરૂ કરેલ પરિશ્રમ પરિણામ સુધી પહોંચતા આજે ખુશી થઈ રહી છે.

ડોક્ટરનો દીકરો ડોક્ટર નહીં બને

અમદાવાદની ઝેબર શાળામાં અભ્યાસ કરતા શાશ્વત પંડ્યાએ  CBSE બોર્ડની ધોરણ-12ની પરીક્ષામાં 97 ટકા પ્રાપ્ત કર્યા છે. તેણે ધોરણ 12માં સાયકોલોજી વિષયમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. શાશ્વતના પરિવારના માતાપિતા ડોક્ટર છે. જ્યાં ડોકટરનું બાળક ડોકટર જ બને એવી માન્યતા છે ત્યાં શાશ્વતે ધોરણ 10 માં 94 ટકા હોવા છતાં સાયન્સના બદલે UPSC ની તૈયારીઓના ભાગરૂપે આર્ટ્સમાં અભ્યાસ કરવાનું નક્કી કર્યું અને એજ ધ્યેય સાથે સારું પરિણામ પણ મેળવ્યું. ધોરણ 10 બાદ શાશ્વતે UPSC કિલયર કરી સિવિલ સર્વિસમાં જોડાવાનું નક્કી કર્યું હતું. જેમાં વધુ એક ડગલું આગળ વધ્યો છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">