અમદાવાદના આઈકોનિક ગણાતા સિંધુ ભવન રોડના હાલ બેહાલ, અમ્યુકો.ની પ્રિમોન્સુન કામગીરીના ઉડ્યા લીરેલીરા- Video

અમદાવાદમાં વરસેલા 7 ઈંચ વરસાદે અમ્યુકો.ની ખોખલી પ્રિમોન્સુન કામગીરીના લીરા લીરા ઉડાડી દીધા છે અને નબળી કામગીરીની પોલ ખોલતા દૃશ્યો આજે શહેરના તમામ વિસ્તારોમાંથી જોવા મળ્યા. ભ્રષ્ટ તંત્રની હદ તો એ છે કે શહેરના આઈકોનિક ગણાતા સિંધુભવન રોડ પણ પાણીમાં ગરકાવ થયેલો જોવા મળ્યો

Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Aug 26, 2024 | 7:54 PM

અમદાવાદમાં ફરી એકવાર અનરાધાર વરસાદ વરસ્યો અને ભ્રષ્ટ તંત્રની નબળી કામગીરીની પોલ ખોલી નાખી. શહેરના પોશ વિસ્તારમાં પણ તંત્ર દ્વારા ડ્રેનેજની કોઈ સુવિધા કરવામાં આવી નથી. સ્ટ્રોમ વોટર ડ્રેનેજના નામે મસમોટા દાવાઓનો શહેરમાં વરસેલા સાત ઈંચ વરસાદે જ ફિયાસ્કો કરી નાખ્યો છે. દર વર્ષે પૂર્વ વિસ્તારમાં તો પાણી ભરાય છે પરંતુ શહેરના પોશ વિસ્તારોમાં ગણાતા સિંધુ ભવનના હાલ પણ બેહાલ જોવા મળ્યા. અહીં રોડ પરથી હોડી લઈને નીકળવુ પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

લાખોનો ટેક્સ વસુલતી AMCની પ્રિમોન્સુન કામગીરી માત્ર કાગળ પર

આ વિસ્તારમાંથી અવરજવર કરનારા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ન માત્ર ટુવ્હીલર વાહનો પરંતુ લોકોની કાર પણ વરસાદી પાણીમાં બંધ પડી જતા લોકોએ રોડ વચ્ચે મુકીને જ ચાલીને જવાની ફરજ પડી રહી છે. શહેરના સિંધુ ભવન રોડની આઈકોનિક રોડ તરીકે ગણના થાય છે. અહીં દુકાનો પણ કરોડોની કિંમતમાં વેચાય છે. અત્યંત ધનાઢ્ય લોકો જ્યાં રહે છે એ સિંધુભવન રોડ પર પણ ઘૂંટણસમા પાણી ભરેલા જોવા મળ્યા. જે સ્પષ્ટપણે એ પુરાવો આપી રહ્યુ છે કે અમ્ય.કો.એ પ્રિમોન્સુન કામગીરીના નામે કરોડોના બજેટ ફાળવી માત્ર પ્લાન પાસ કર્યા છે જમીની સ્તર પર લેશમાત્ર કામગીરી જોવા મળતી નથી.

આઈકોનિક રોડ ગણાતો સિંધુભવન રોડ બેટમાં ફેરવાયો

કરોડો ખર્ચીને પણ લોકોને પાયાની સુવિધા નથી મળી રહી અને દર વર્ષે એની એ જ હાલાકી વેઠવા લોકો મજબુર બને છે. દર વર્ષે અહીંથી જાણે નદીઓનો ત્રિવેણી સંગમ મળતો હોય એ પ્રમાણે પાણી ભરાય છે અને તંત્ર દર વર્ષે નફ્ફટ બની નવ- નવા મસમોટા દાવા કરતુ રહે છે અને થોડા વરસાદમાં આ તમામ દાવાઓ પોકળ સાબિત થાય છે. અહી પુષ્કળ પ્રમાણમાં ભરાયેલા પાણી જ તંત્રની શિથિલ, નબળી કામગીરીની સાબિતી આપી રહ્યા છે. અહીંથી પસાર થતા દરેક પરેશાન નાગરિકોનો તંત્રને એક જ સવાલ છે કે કરોડો ખર્ચીને અને લાખોનો ટેક્સ ભરીને પણ જો આ જ હાલાકી વેઠવાની હોય તો ટેક્સ શેનો વસુલો છો? લોકોને જો સુવિધા નથી આપી શક્તા તો ટેક્સ શાનો વસુલો છો?

આજનું રાશિફળ તારીખ : 05-10-2024
પત્નીએ કરી હતી આત્મહત્યા, હવે માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત
પ્રેમાનંદ મહારાજે જણાવ્યા ઘરના કલેશથી મુક્તિ મેળવવાના ઉપાયો
દારૂ પીવા કરતાં પણ વધુ ખતરનાક છે બદામ ખાવાની ખોટી રીત, સદગુરુએ જણાવી સાચી રીત
જો આ 3 જગ્યાએ ઘર બનાવશો તો મુશ્કેલી ક્યારેય નહીં છોડે તમારો સાથ
સવારે ખાલી પેટ તજનું પાણી પીવાથી જાણો શું થાય છે?

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
g clip-path="url(#clip0_868_265)">