Ahmedabad Vaccination: હવે AMTS અને BRTSનાં પ્રવાસીઓને પણ પુછી શકાય છે, કોરોનાની રસી લીધી? જાણો કોર્પોરેશનનો પ્લાન
Ahmedabad Corona Vaccination: રાજ્યમાં ચાલી રહેલા વેક્સિનેશન કાર્યક્રમ વચ્ચે તેને વધુ સક્ષમ અને સચોટ બનાવવામાં આવશે.
Ahmedabad Corona Vaccination: રાજ્યમાં ચાલી રહેલા વેક્સિનેશન કાર્યક્રમ વચ્ચે તેને વધુ સક્ષમ અને સચોટ બનાવવામાં આવશે. તેને મજબુત રીતે અમલી બનાવવાનાં ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહી છે. વૅક્સીનેશનનો વ્યાપ વધારવા AMC એએમટીએસ(AMTS) અને બીઆરટીએસ (BRTS) મુસાફરોની પૂછપરછ કરી શકે છે.
વૅક્સીન લીધી છે કે કેમ તે અંગે પ્રવાસીઓને પુછવામાં આવશે. વૅક્સીનેશન સર્ટિફિકેટ અથવા મેસેજ પણ સાથે રાખવો પડી શકે છે. કોરોના સંક્રમણ ઘટાડવા માટે કોર્પોરેશન આ મહત્વનો નિર્ણય ટૂંક જ સમયમાં લેવા જઈ રહી છે.
રાજ્યમાં રસીકરણ મહાઅભિયાને વેગ પકડ્યો છે અને સતત બીજા દિવસે વૉક ઇન રસીકરણને સફળતા મળી રહી છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 4 લાખ 53 હજાર 300 લોકોએ રસી મુકાવી છે.
રાજ્યમાં સૌથી વધુ રસીકરણ સુરતમાં નોંધાયું છે. સુરતમાં 53 હજાર 607 લોકોએ રસી મુકાવી છે જ્યારે બીજા નંબર પર અમદાવાદ રહ્યું અહીં 52 હજાર 392 લોકોનું રસીકરણ કરાયું જ્યારે વડોદરામાં 28 હજાર 252 નાગરિકોએ મુકાવી તો રાજકોટમાં 27 હજાર 443 લોકોએ રસીકરણ કરાવ્યું આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 2 કરોડ 30 લાખ 9 હજાર લોકો રસી મુકાવી ચૂક્યા છે.
તો પાછલા 24 કલાકમાં 302 હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરને રસીનો પ્રથમ ડોઝ અપાયો જ્યારે 7 હજાર 215 હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરને રસીનો બીજો ડોઝ અપાયો તો 45થી મોટી ઉંમરના 67 હજાર 759 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 50 હજાર 119 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો.
આ તરફ 18થી 45 વર્ષના 3 લાખ 10 હજાર 741 યુવાનોને રસીનો પ્રથમ ડોઝ અને 17 હજાર 164 યુવાનોને રસીનો બીજો ડોઝ અપાયો.