AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં બપોર બાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ, પાથરણાવાળાઓને થયુ નુકસાન- વીડિયો

અમદવાદ શહેરના અનેક વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. અડધા કલાક સુધી વરસેલા વરસાદમાં શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. એકાએક વરસેલા વરસાદને કારણે પાથરણાવાળાઓને ભારે મુશ્કેલી પડી હતી અને તેમનો માલસામાન પલળી જવા પામ્યો હતો.

Narendra Rathod
| Edited By: | Updated on: Mar 02, 2024 | 11:45 PM
Share

હવામાન વિભાગની આગાહી મુજબ બે દિવસથી ગુજરાતમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. અમદાવાદ શહેરમાં પણ આજે બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરના ગોતા, વૈષ્ણવ દેવી, અડાલજ, એસજી હાઈવે, નહેરૂનગર, લો ગાર્ડન, જીવરાજપાર્ક સહિતના વિસ્તારોમાં 30 મિનિટ સુધી ભારે વરસાદ પડ્યો હતો. એકાએક વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો અને વરસાદની શરૂઆત થઈ હતી.

લો ગાર્ડન વિસ્તારમાં ખાણીપીણી બજાર અને પાથરણાવાળાને સર્જાઈ હાલાકી

લો ગાર્ડન વિસ્તારની વાત કરીએ તો થોડા વરસાદમાં પણ રસ્તાઓ પાણી પાણી થયા હતા. અહીં આવેલા ખાણીપીણી બજાર તેમજ પાથરણાવાળાને વરસાદને પગલે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક પાથરણાવાળાઓએ તેમનો સામાનને તાડપત્રીથી ઢાંક્યો હતો જો કે કેટલાક વેપારીઓના સામાન વરસાદમાં પલળી ગયો હતો.

કમોસમી વરસાદે વધારી ખેડૂતોની મુશ્કેલી, પાકને પારાવાર નુકસાનની ભીતિ

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ઠેર ઠેર હાલ માવઠાની સ્થિતિ જોવા મળી રહી છે. જેના પગલે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. ખાસ કરીને ઘઉં, રાયડો, ચણા, જીરું, મરચાંને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છ હોય કે પછી મધ્ય કે ઉત્તર ગુજરાત દરેક શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. મહેસાણાના બહુચરાજીમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ ખાબક્યો. સાબરકાંઠાના ઇડરના ફલસાણ વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો. આ માવઠાને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે. ધરતીપુત્રો માટે ફરી માવઠુ મુશ્કેલી લઈને આવ્યુ છે.

આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ તરફથી આગાહી હોવા છતા રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસીઓ પલળી ગઈ હતી. રાજકોટ સહિત અનેક માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રાખેલી જણસીઓ પલળી જતા ખેડૂતો અને વેપારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રાજ્યમાં હજુ આગામી 24 કલાક ભારે રહેવાના છે. આગામી 24 કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: ભાજપે ઉત્તરપ્રદેશની 80 પૈકી 51 બેઠકો પર ઉમેદવારો કર્યા જાહેર, વિવાદમાં રહેલા અજય મિશ્રા ટેનીને ખીરીથી કરાશે રિપીટ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">