અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવે મુસાફરોને વધુ સારો અનુભવ થશે. સતત વધી રહેલા પેસેન્જર ટ્રાફિકને જોતા ડિપાર્ચર એરિયામાં સિક્યોરિટી હોલ્ડ વિસ્તારને વધારવામાં આવશે. લેવલ 1 પર સિક્યોરિટી હોલ્ડ એરિયામાં ટ્રાફિકની માગને પહોંચી વળવા તેની સુવિધાઓ અને સવલતોમાં વધારો કરાશે. જેમાં બેબી-કેર રૂમ અને સ્મોકિંગ લાઉન્જને પણ જ આવરી લેવામાં આવશે.
તાજેતરમાં અમદાવાદ એરપોર્ટે પર આવાગમન કરતા મુસાફરોની સંખ્યા 10 મિલિયનને આંબી જવાનો વિક્રમ સર્જ્યો છે. ઝડપથી વધી રહેલી મુસાફરોની સંખ્યા અને એરક્રાફ્ટની અવરજવરના પગલે SVPI એરપોર્ટ કનેક્ટિવિટી વધારવાની સાથે ઇન્ફ્રા ડેવલપમેન્ટ દ્વારા ગ્રાહકોને બહેતર સુવિધાઓ પ્રદાન કરવા પ્રયાસરત છે.
રિએન્જિનિયરિંગ દ્વારા ટર્મિનલની અંદરનો વિસ્તાર 1800 sqm વધારવામાં આવશે. જેમાં હાલના બેબી-કેર રૂમ, સ્મોકિંગ લાઉન્જ, ફૂડ અને બેવરેજીસ આઉટલેટ્સ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના રિટેલ આઉટલેટ્સ, વર્લ્ડક્લાસ બેઠક વિસ્તાર સહિતની સુવિધાઓ સમાવવામાં આવશે.
T1 પર નવા અત્યાધુનિક લૂક ધરાવતા ફર્સ્ટ ફ્લોરનું નવીનીકરણ અને વિસ્તરણ લગભગ ત્રણ મહિનામાં પૂર્ણ થશે. જો કે મુસાફરો માટે કેટલીક આવશ્યક સેવાઓ એક મહિનામાં જ ઉપલબ્ધ કરાવાશે. SVPIA એરપોર્ટ પર મુસાફરોને આનંદદાયક અનુભવ મળે તે માટે હજુ કેટલાય સુખદ આસ્ચર્યો પાઇપ લાઇનમાં છે!
મહત્વનું છે કે બીજી તરફ ઉનાળુ વેકેશનમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સમર કાર્નિવલ 2023 શરુ થયો છે. વેકેશનમાં 100થી વધુ જાતના ડિસ્કાઉન્ટ્સ સાથે ખરીદી અને મુસાફરીને યાદગાર બનાવી શકાશે. ગત વર્ષે ખૂબ વખાણાયેલો સમર કાર્નિવલ આ વર્ષે 23મી એપ્રિલથી 70 દિવસ સુધી ચાલશે. શોપોહોલિક અને ખાણીપીણીના રસીયાઓ માટે 100+ ઑફર્સ સાથે સમર કાર્નિવલ 2જી જુલાઈ સુધી ચાલુ રહેશે.
આ કાર્નિવલમાં મુસાફરોને ફૂડ એન્ડ બેવરેજીસ કોમ્બોઝ, કોમ્પ્લિમેન્ટરી એડ-ઓન્સ, ડિસ્કાઉન્ટ સાથે નવી પ્રોડક્ટ લોન્ચ, પેકેજ ડીલ્સ, BOGO વગેરે જેવી પસંદગીઓ મળશે. એટલું જ નહી, ઑફર્સની સાથો-સાથ મુસાફરોને અવનવી સરપ્રાઈઝ પણ મળશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…