Ahmedabad Station Block : અમદાવાદ સ્ટેશનની કામગીરી વચ્ચે વડોદરા તરફ જતી ટ્રેનો આંશિક રીતે રદ્દ, જાણો વિગત
અમદાવાદ સ્ટેશનના પુનઃવિકાસ કાર્યને કારણે, 10 જાન્યુઆરી 2025થી કેટલીક મેમુ અને પેસેન્જર ટ્રેન સેવાઓ અમદાવાદ-વટવા રૂટ પર આંશિક રીતે રદ્દ રહેશે. અમદાવાદ-વડોદરા વચ્ચેની ટ્રેનો વટવાથી ચાલશે.
અમદાવાદ સ્ટેશન પર પ્રસ્તાવિત બ્લોકને કારણે કેટલીક મેમૂ/પેસેન્જર ટ્રેન સેવાઓ અમદાવાદ-વટવા વચ્ચે આંશિક રદ રહેશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન પર ચાલી રહેલા પુનઃવિકાસના કામના સંદર્ભમાં આરએલડીએ દ્વારા પ્રસ્તાવિત બ્લોકને કારણે 10 જાન્યુઆરી 2025 થી આગળની સૂચના સુધી અમદાવાદ-વડોદરા વચ્ચે દોડતી મેમુ/પેસેન્જર ટ્રેન સેવા અમદાવાદને બદલે વટવા સ્ટેશનથી ચાલશે. તદનુસાર, કેટલીક ટ્રેનોના આગમન/પ્રસ્થાનના સમયમાં ફેરફાર થશે. જેની વિગતો નીચે મુજબ છે.
શોર્ટ ઓરીજીનેટ થનારી ટ્રેનો
- 10 જાન્યુઆરી, 2025 થી ટ્રેન નંબર 69108 અમદાવાદ-વડોદરા મેમુ અમદાવાદને બદલે વટવાથી 07:30 કલાકે ઉપડશે અને 10:20 કલાકે વડોદરા પહોંચશે.
- 13 જાન્યુઆરી, 2025 થી ટ્રેન નંબર 69114 અમદાવાદ-વડોદરા મેમુ અમદાવાદને બદલે વટવાથી 05:40 કલાકે ઉપડશે.
- 10 જાન્યુઆરી, 2025 થી ટ્રેન નંબર 69102 અમદાવાદ-વડોદરા મેમુ અમદાવાદને બદલે વટવાથી 17.40 કલાકે ઉપડશે અને 20.15 કલાકે વડોદરા પહોંચશે.
- 10 જાન્યુઆરી, 2025 થી ટ્રેન નંબર 59550 અમદાવાદ-વડોદરા સંકલ્પ પેસેન્જર અમદાવાદને બદલે વટવાથી 09:20 કલાકે ઉપડશે અને 11:50 કલાકે વડોદરા પહોંચશે.
શોર્ટ ટર્મિનેટ થનારી ટ્રેનો
- 10 જાન્યુઆરી, 2025 થી, ટ્રેન નંબર 59549 વડોદરા-અમદાવાદ સંકલ્પ પેસેન્જર વટવા સ્ટેશન પર 08:30 કલાકે શોર્ટ ટર્મિનેટ થશે અને વટવા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
- 10 જાન્યુઆરી, 2025 થી, ટ્રેન નંબર 69129 આણંદ-અમદાવાદ મેમુ વટવા સ્ટેશન પર 07:20 કલાકે શોર્ટ ટર્મિનેટ થશે અને વટવા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
- 12 જાન્યુઆરી, 2025 થી ટ્રેન નંબર 69107 વડોદરા-અમદાવાદ મેમુ વટવા સ્ટેશન પર 23.50 કલાકે શોર્ટ ટર્મિનેટ થશે અને વટવા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
- 10 જાન્યુઆરી, 2025 થી ટ્રેન નંબર 69115 વડોદરા-અમદાવાદ મેમુ વટવા સ્ટેશન પર 13:25 કલાકે શોર્ટ ટર્મિનેટ થશે અને વટવા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
મુસાફરોને રેલવે વિભાગ દ્વારા વિનંતી કરવામાં આવી છે કે મુસાફરી કરતી વખતે ઉપરોક્ત ફેરફારો ધ્યાનમાં રાખો. ટ્રેનોના સમય અને શ્રેણી સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.