Ahmedabad: 16 મહિનાના બાળકના ફેફસાની દુર્લભ ગાંઠ સર્જરી કરી ડોકટરોએ દૂર કરી, બાળકને નવજીવન બક્ષ્યુ

પ્લમોનરી ટેરાટોમા(Pulmonary Teratoma) તરીકે ઓળખાતી આ દુર્લભ ગાંઠ અંગે સૌપ્રથમ વર્ષ 1839માં જાણકારી પ્રાપ્ત થઇ હતી અને વિશ્વભરમાં તેના 100થી પણ ઓછા કેસ નોંધાયા છે અને તેના ભારતમાં અત્યાર સુધીમાં ખૂબજ ઓછા કેસ છે.બાળકને વારંવાર તાવ અને ન્યુમોનિયા જેવાં લક્ષણો જોવા મળે છે.

Ahmedabad: 16 મહિનાના બાળકના ફેફસાની દુર્લભ ગાંઠ સર્જરી કરી ડોકટરોએ દૂર કરી, બાળકને નવજીવન બક્ષ્યુ
Surgery (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 6:10 PM

અમદાવાદમાં(Ahmedabad)એક ખાનગી હોસ્પિટલ્સના ડોક્ટર્સની ટીમે ફેફસામાં ખૂબજ દુર્લભ ગાંઠને (Pulmonary Teratoma)સર્જરીથી (Surgery) દૂર કરીને 16 મહિનાના બાળકને નવું જીવન આપ્યું છે. મુખ્યત્વે પ્લમોનરી ટેરાટોમા તરીકે ઓળખાતી આ દુર્લભ ગાંઠ અંગે સૌપ્રથમ વર્ષ 1839માં જાણકારી પ્રાપ્ત થઇ હતી અને વિશ્વભરમાં તેના 100થી પણ ઓછા કેસ નોંધાયા છે અને તેના ભારતમાં અત્યાર સુધીમાં ખૂબજ ઓછા કેસ છે.બાળકને વારંવાર તાવ અને ન્યુમોનિયા જેવાં લક્ષણો સાથે પિડિયાટ્રિક્સ વિભાગના વડા ડો. પુષ્કર શ્રીવાસ્તવની દેખરેખ હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. તાવના મૂળ કારણ અને બાળકના કથળતા સ્વાસ્થ્યની તપાસ કરવા માટે ચેસ્ટ એક્સ-રે અને સીટી સ્કેન કરાયું હતું, જેમાં છાતીની જમણી બાજૂને લગભગ આવરી લેતી મોટી ગાંઠ મળી આવી હતી.

ફેફસાના જમણાં ભાગ સાથે ગાંઠને સંપૂર્ણપણે દૂર કરાઇ હતી

સૌપ્રથમ એન્ટિબાયોટિક્સથી બાળકમાં ચેપને નિયંત્રિત કરાયો હતો અને તાવ ઉતર ગયાં બાદ પિડિયાટ્રિક સર્જન ડો. દિપ્તી પાઇ દવે દ્વારા સર્જરીનું આયોજન કરાયું હતું. ત્રણ કલાકની લાંબી સર્જરી દરમિયાન ફેફસાના જમણાં ભાગ સાથે ગાંઠને સંપૂર્ણપણે દૂર કરાઇ હતી તથા હિસ્ટોપેથોલોજીસ્ટ ડો. માનસી ત્રિવેદી દ્વારા તેની બાયોપ્સી પણ કરાઇ હતી. ડો અંકિત ચૌહાણ,એનેસ્થેસિઓલોજિસ્ટ પણ આ સર્જરીમાં સામેલ હતા.

બીજા બાળકોની માફક રમી શકે છે

બાયોપ્સી રિપોર્ટમાં ફેફસામાં પરિપક્વ સિસ્ટિક ટેરાટોમાની ઉપસ્થિતિ જણાઇ હતી. તેમાં વાળ, ચરબી અને આંતરડાની પેશીઓ પણ મળી આવી હતી. બાયોપ્સી રિપોર્ટને આધારે પિડિયાટ્રિક હેમેટો-ઓન્કોલોજીસ્ટ ડો. હેમંત મેંઘાણીની સલાહ લેવાઇ હતી કે જેમણે બાળકની સ્થિતિ ઉપર સતત નજર રાખી હતી. ડો. દિપ્તીએ કહ્યું હતું કે, “સારું છે કે ગાંઠ સામાન્ય હતી અને બાળક ઉપર કરાયેલી સર્જરીનો ઉપચાર કરી શકાશે. બાળકની સ્થિતિ સારી છે અને તે તેની ઉંમરના બીજા બાળકોની માફક રમી શકે છે. જોકે, તેના માતા-પિતાને બાળકની સલામતી માટે નિયમિત ફોલો-અપ્સ લેવાનું સૂચન કરાયું છે.”

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ડો. પુષ્કરના મત અનુસાર, “વિશેષ કરીને આ કેસ જટિલ હતો કારણકે શરૂઆતી ચેસ્ટ એક્સ-રે અને લેબ રિપોર્ટ બાળકના ક્લિનિકલ પરિણામો સાથે મેચ થતાં ન હતાં. આ ન્યુમોનિયા બાદ તપાસ શરૂ થઇ, જેની આખરે એક્સાઇઝ્ડ માસના હિસ્ટોપેથેલોજી દ્વારા પુષ્ટિ કરાઇ હતી. અમને એક ટીમ તરીકે ખુશી છે કે સંપૂર્ણ સર્જરી અને સાચું નિદાન હાંસલ કરી શકાયું છે.”

મેડિકલ થેરાપી અને મોટી સર્જરી સામે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું

તેમણે ઉમેર્યું હતું કે, “સામાન્ય રીતે અમે કેટલાંક અપવાદો સાથે બાળકના લાંબાગાળાના ઉત્તમ દેખાવની આશા રાખીએ છીએ, પરંતુ તેના માટે નજીકના ભવિષ્યમાં ખાસ ફોલો-અપ્સની જરૂર રહે છે. બાળક એક સ્ટાર છે અને તેણે મેડિકલ થેરાપી અને મોટી સર્જરી સામે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. અમદાવાદમાં અપોલો હોસ્પિટલ્સ ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ પિડિયાટ્રિક્સમાં એક છત નીચે ઉપલબ્ધ મલ્ટીડિસિપ્લિનરી ટીમને કારણે આ શક્ય બન્યું છે.”

આ પણ વાંચો :  ગુજરાતમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના, 2થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી

આ પણ વાંચો :  રવિવારે મહેસાણા જિલ્લામાં 186 કેન્દ્રો પર યોજાશે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા, નિયમોનું ચુસ્તપણ પાલન કરાવાશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">