રવિવારે મહેસાણા જિલ્લામાં 186 કેન્દ્રો પર યોજાશે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા, નિયમોનું ચુસ્તપણ પાલન કરાવાશે

મહેસાણા (Mehsana) જિલ્લામાં પરીક્ષાના તમામ કેન્દ્રોની આજુબાજુના 100 મીટરના વિસ્તારમાં પરીક્ષાર્થી ઉમેદવાર (Candidate) સિવાય કોઇ અનઅધિકૃત વ્યક્તિ કે વ્યક્તિઓએ દાખલ થવા પર પ્રતિબંધ છે.

રવિવારે મહેસાણા જિલ્લામાં 186 કેન્દ્રો પર યોજાશે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા, નિયમોનું ચુસ્તપણ પાલન કરાવાશે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 4:07 PM

મહેસાણા (Mehsana) જિલ્લામાં રવિવારે 186 કેન્દ્રો પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની (Gujarat Secondary Service Selection Board) બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય સેવાના ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા (Competitive exam) યોજાવાની છે. આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ઈન્દ્રજીતસિંહ વાળાએ પરીક્ષા દરમિયાન નિયમોનું પાલન કરવા પરીક્ષા કેન્દ્રો પર આદેશ આપ્યા છે.

પરીક્ષા માટેના નિયમો

મહેસાણા જિલ્લામાં પરીક્ષાના તમામ કેન્દ્રોની આજુબાજુના 100 મીટરના વિસ્તારમાં પરીક્ષાર્થી ઉમેદવાર સિવાય કોઈ અનઅધિકૃત વ્યક્તિ કે વ્યક્તિઓએ દાખલ થવા પર પ્રતિબંધ છે. પરીક્ષા કેન્દ્રોના સ્થળે 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઝેરોક્ષ કોપી સેન્ટરો બંધ રાખવા તેમજ કોઈ પ્રશ્નપત્રો દ્વારા કોપી ન થાય તે માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલો છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ, શિક્ષકો, સંચાલકો,વહીવટી કર્મચારીઓ, ખંડ નિરીક્ષક, સુપરવાઈઝર કે ફરજ પરના તમામ પ્રકારના સરકારી કર્મચારીઓ પરીક્ષા સંબંધી કોઈ વસ્તુ અથવા ઈલેક્ટ્રોનિક આઈટમ જેવી કે મોબાઈલ ફોન,પેજર,કેલ્ક્યુલેટર,બ્લુટુથ ફોટોગ્રાફી ઉપકરણ પરીક્ષા ખંડમાં નહીં લઈ જઈ શકે. પરીક્ષાખંડમાં પુસ્તક, કાપલી, ઝેરોક્ષ, નકલો લઈ જવા નહીં કે તે અંગેની વિદ્યાર્થીઓને મદદગારી કરવી નહીં. પ્રતિબંધિત આ કોઈપણ વસ્તુ રાખી પરીક્ષા સ્થળમાં પ્રવેશ કરવો નહીં.

પરીક્ષાર્થી ઉમેદવાર કે પરીક્ષા સંબધિત કામગીરીમાં રોકાયેલા ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિનઅધિકૃત માણસોએ પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થઈ શકશે નહીં. પરીક્ષા ખંડમાં શાંતિપૂર્ણ પરીક્ષા આપતાં પરીક્ષાર્થીઓને અન્ય કોઈ વ્યક્તિ અથવા પરીક્ષાર્થી જાતે પરીક્ષામાં ચોરી કરીને કે કરાવીને મદદ કરી શકશે નહીં. આ આદેશ પરીક્ષાની કામગીરી માટે સરકાર તરફથી અધિકૃત કરવામાં આવ્યો છે. જેથી પરીક્ષા સંબંધી કામગીરીમાં રોકાયેલા તમામને આ નિયમો લાગુ પડશે. જો આ આદેશનો ઉલ્લંઘન થયાનું જણાશે તો તેની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે.

આ પણ વાંચો-PM Modi in Gujarat Live: બનાસકાંઠામાં મોદીએ કહ્યું કે બનાસની તમામ માતા અને બહેનોને પ્રણામ, તમારી તપસ્યાના કારણે બનાસ ડેરી બની છે

આ પણ વાંચો-વડાપ્રધાન મોદીની બનાસકાંઠાની મુલાકાત પહેલાં ત્રણ લેયરમાં સુરક્ષા ગોઠવાઈ, 5000 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ ખડેપગે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">