ગુજરાતમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના, 2થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી

હવામાન વિભાગે (Meteorological Department) આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડર સ્ટોર્મ (Cold Storm) રહેશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઠંડર સ્ટોર્મની અસર રહેશે.

ગુજરાતમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના, 2થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી
Heat wave (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 5:17 PM

ગુજરાત ( Gujarat)માં ઉનાળાની (Summer 2022) આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે ગુજરાતીઓેને આગામી બે દિવસ ગરમીમાંથી રાહત મળશે. હવામાન વિભાગે (Meteorological Department) આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટબન્સના પગલે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી અમુક દિવસમાં રાજ્યમાં તાપમાનનો પારો ગગડી શકે છે તો બીજી તરફ હવામાન વિભાગે ગુજરાતમાં માવઠાની આશંકા વ્યકત કરી છે. રાજ્યમાં 20 અને 21મી એપ્રિલે કમોસમી વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં બે દિવસ ગરમીમાંથી થોડી રાહત મળશે. ગુજરાતમાં બે દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે. જેના કારણે તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ઘટવાની સંભાવના છે. હવામાન વિભાગનું માનીએ તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી ઉપરાંત દીવના વાતાવરણમાં પલટો આવશે. આ તરફ બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે તો સુરત, ભરૂચ, વડોદરામાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. સાથે જ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.

હવામાન વિભાગની આશંકા અનુસાર રાજ્યમાં 20 અને 21મી એપ્રિલે કમોસમી વરસાદ પડી શકે છે. 20 એપ્રિલે અમદાવાદ,ગાંધીનગર,બનાસકાંઠા, દાહોદ, વડોદરા, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે તો 21 એપ્રિલે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી,ભાવનગર, જૂનાગઢ, દિવ સહિતના જિલ્લામાં વરસાદ પડે તેવી શક્યતા છે. એક તરફ સામાન્ય જનતાને પારો નીચે જતા ગરમીના પ્રકોપથી રાહત મળી શકે છે. પરંતુ ખેડૂતો જ્યાં ઉનાળું પાક માટે રોપણી કરી ચૂક્યાં છે અને યોગ્ય સમયે પુરતું પિયત નથી રહ્યું. ત્યારે આ માવઠું ખેડૂતો માટે પડતા પર પાટું જેવી સ્થિતિ ઊભુ કરશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

હવામાન વિભાગે આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડર સ્ટોર્મ રહેશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઠંડર સ્ટોર્મની અસર રહેશે. ઠંડર સ્ટોર્મમાં 35થી 40 કિલો મીટર સ્પીડે પવન ફૂંકાશે. જેથી ઠંડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે ગરમીમાં આંશિક રાહત મળશે. જોકે બાદમાં ગરમીના પારામાં વધારો થઈ શકે છે.

આ પણ વાંચો : ભરૂચ વહેલી સવારે ગાઢ ધુમ્મ્સ તળે ઢંકાયું, વિઝિબ્લિટીમાં ઘટાડો થવાથી વાહનવ્યવહાર પ્રભાવિત, જુઓ વિડીયો

આ પણ વાંચો :  જંબુસરમાં કોંગી ધારાસભ્ય સી આર પાટીલને આવકારવા હેલિપેડ પહોંચ્યા!!! જોડ તોડની રાજનીતિ કે…?

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">