Ahmedabad : ટમેટા સહિત શાકભાજીના ભાવમાં ઘટાડો છતાં અમુક વિસ્તારમાં હજુ મોઘા, ભાવ નિયંત્રણ રાખવા લોકોની સરકારને અપીલ

|

Aug 18, 2023 | 6:11 PM

ટામેટા સહિત શાકભાજીના ભાવમાં એક સપ્તાહથી ઘટાડો નોંધાયો છે. દરેક વિસ્તારમાં શાકભાજીના ભાવ ઘટ્યા છે. પરંતુ હજુ પણ કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં ટામેટાના ભાવ મન ફાવે તેમ લેવાઈ રહ્યા છે.

Ahmedabad : ટમેટા સહિત શાકભાજીના ભાવમાં ઘટાડો છતાં અમુક વિસ્તારમાં હજુ મોઘા, ભાવ નિયંત્રણ રાખવા લોકોની સરકારને અપીલ
vegetable

Follow us on

Ahmedabad : શાકભાજી (vegetable) કે જે લોકોની જીવન જરૂરિયાત વસ્તુ છે. જેમાં આ વર્ષે શાકભાજીના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને તેમાં પણ ટામેટાના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા જે ભાવમાં એક સપ્તાહથી માલની આવક થતાં ઘટાડો આવ્યો છે.

30થી 40% ભાવ ઘટાડો નોંધાતા લોકોને આંશિક રાહત મળી છે, પરંતુ હજુ પણ કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં ટામેટાના ભાવ મન ફાવે તેમ લેવાઈ રહ્યા છે. TV9ને આ બાબતે રિયાલિટી ચેક પણ કર્યું તો હકીકત સામે આવી છે.

આ પણ વાંચો Gujarati Video : સાબરમતી નદીમાં પ્રદૂષણને લઈને હાઈકોર્ટનું કડક વલણ, કોર્પોરેશન અને 

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં મધ્યમવર્ગથી લઈને વૈભવી લોકો રહે છે. થોડા દિવસ પહેલા જમાલપુર માર્કેટમાં ટામેટા 200 રૂપિયે હતા ત્યારે આ વિસ્તારમાં 200 રૂપિયાથી વધુ ભાવ હતા.

હવે જ્યારે ટામેટા જમાલપુર રિટેઇલ બજારમાં 80 રૂપિયે કિલો મળે છે ત્યારે વસ્ત્રાપુર વિસ્તારમાં 80થી 100 રૂપિયે કિલો ટામેટા મળી રહ્યા છે. જેમાં દુકાનોમાં 80 જ્યારે લારીમાં 100ના ભાવે ટામેટા મળી રહ્યા છે. જેને નિયંત્રણ લાવવા વસ્ત્રાપુરના રહીશો સરકાર પાસે માંગ કરી રહ્યા છે. તો વેપારીઓ APMC બાદ બહાર આવતા માલના ખર્ચ, ટ્રાન્સપોર્ટ ખર્ચ, માલ બગડે સહિતનો સરવાળો કરતા ભાવ વધુ લેવાતા હોવાનું જણાવી રહ્યા છે.

મણિનગર વિસ્તારમાં પણ દુકાન અને લારીના ભાવમાં તફાવત જોવા મળ્યો

વસ્ત્રાપુર બાદ મણિનગર વિસ્તારમાં દુકાન અને લારીના ભાવમાં પણ તફાવત જોવા મળ્યો. મણીનગર વિસ્તારમાં ભૈરવનાથ વિસ્તારની દુકાનોમાં ટામેટા 80ના કિલો મળી રહ્યા છે. જ્યારે લારીમાં તે જ ટામેટા 100 રૂપિયા કિલો મળી રહ્યા છે. એટલે કે મણિનગરમાં પણ 80થી 100 રૂપિયા કિલો ટામેટા વહેંચાઈ રહ્યા છે.

આ બાબતે પણ મણીનગરના રહીશોએ સરકારને ભાવ નિયંત્રણ રાખવા અપીલ કરી છે. તેમ જ વેપારીઓએ પણ વસ્ત્રાપુરના વેપારીની જેમ APMCની બહાર આવ્યા બાદ શાકભાજી લાવવાનો ખર્ચ, બગાડ સહિતની બાબતને કારણે ભાવ વધુ લેવાતા હોવાના કારણો દર્શાવ્યા.

વેપારીઓ મન ફાવે તેવા ભાવ લેતા હોવાનું સામે આવ્યું

TV9ના રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે એપીએમસીમાં જે શાકભાજી 60 રૂપિયા કિલો મળતા હોય તે શાકભાજી એપીએમસીની નજીકના રિટેઇલ બજારમાં 10થી 20 રૂપિયા વધુ ભાવ વેચાય છે.

જ્યારે અન્ય વિસ્તારો જેવા કે સેટેલાઈટ, મણીનગર, આંબાવાડી, બોપલ, નારણપુરા અને નવરંગપુરા સહિત અન્ય બજારોમાં તેજ શાકભાજી 30થી 40 રૂપિયે વધુ ભાવે વેચાય છે. એટલે કે વેપારીઓ મન ફાવે તેવા ભાવ લેતા હોવાનું સામે આવ્યું છે.

સાથે એ પણ બાબત સામે આવી છે કે દુકાનમાં શાકભાજીનો ભાવ ઓછા જ્યારે લારીઓમાં શાકભાજીના ભાવ વધુ હોય છે. અને તેનું કારણ લારી ધારકો લારી લઈને ફરવાનું અને અન્ય ખર્ચ થતો હોય તે છે. તેનો બોજો સીધો ગ્રાહકો પર પડતો હોય છે. એપીએમસીથી અન્ય રિટેઇલ બજારમાં શાકભાજી થોડાક વધુ જ્યારે અન્ય વિસ્તારોમાં તે શાકભાજી તેનાથી વધુ ભાવે વેચાતા જોવા મળે છે. જે વધુ ભાવ પર કંટ્રોલ લાવવો જરૂરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article