Ahmedabad: મણિનગરમાં આવેલી રુબ્સ સ્કૂલે કરી નવી પહેલ, શાળાના વાહનો પર લગાવ્યા QR કોડ સ્ટીકર, ઈવેન્ટ લોંચમાં ટ્રાફિક ડીસીપી સફિન હસન રહ્યા હાજર
અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી રુબ્સ સ્કુલ કેમ્પસ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. "REBUS MilJayega" એપ્લિકેશન દ્વારા તેઓ અકસ્માત, પાર્કિંગ અસુવિધા જેવી સમસ્યાઓનું ગેમ-ચેંજિંગ સોલ્યુશન લાવવા માટે આ પહેલ કરી રહ્યાં છે. સ્કૂલ સંચાલકનું માનવું છે કે શહેરમાં આવો પ્રયાસ કરનાર તેમની શાળા પ્રથમ છે.શાળાના પ્રિન્સિપાલ એલોન રૂબીન્સ દ્વારા આ શરૂઆત પોતાના વિદ્યાર્થીઓ, સ્ટાફ મેમ્બર્સ અને પેરેન્ટ્સ થકી કરી રહ્યા છે. આ લોન્ચ ઇવેન્ટ સમયે મુખ્યમહેમાન તરીકે અમદાવાદ શહેરના ટ્રાફિક ડીસીપી સફિન હસન ( IPS) ઉપસ્થિત રહ્યાં હતા.
Ahmedabad : રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. એટલુ જ નહીં પરંતુ હવે રાજ્યના દરેક મેટ્રો શહેરમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે. જેના પગલે અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી રુબ્સ સ્કુલ કેમ્પસ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. “REBUS MilJayega” એપ્લિકેશન દ્વારા તેઓ અકસ્માત, પાર્કિંગ અસુવિધા જેવી સમસ્યાઓનું ગેમ-ચેંજિંગ સોલ્યુશન લાવવા માટે આ પહેલ કરી રહ્યાં છે. સ્કૂલ સંચાલકનું માનવું છે કે શહેરમાં આવો પ્રયાસ કરનાર તેમની શાળા પ્રથમ છે.
આ પણ વાંચો :Ahmedabad : ઢોર નિયંત્રણ પોલિસીના અમલવારીના પ્રથમ દિવસે 58 ઢોર પકડાયા, માલધારીઓએ ઠેર ઠેર અડચણ ઉભી કરી
શાળાના પ્રિન્સિપાલ એલોન રૂબીન્સ દ્વારા આ શરૂઆત પોતાના વિદ્યાર્થીઓ, સ્ટાફ મેમ્બર્સ અને પેરેન્ટ્સ થકી કરી રહ્યા છે. આ લોન્ચ ઇવેન્ટ સમયે મુખ્યમહેમાન તરીકે અમદાવાદ શહેરના ટ્રાફિક ડીસીપી સફિન હસન (IPS) ઉપસ્થિત રહ્યાં હતા. શાળાના પ્રિન્સિપલનું માનીએ તો તેમને ઘર અને શાળા પાસે પાર્કિંગની સમસ્યા નડતી હતી. તેમજ ત્યાં વાહન હટાવવા ચાલકને શોધવામાં હાલાકી પડતી હતી. જે સમય દૂર કરવા વિચાર આવ્યો અને કંપની સાથે મળી શાળા માં Qr કોડ સ્ટીકર સિસ્ટમ લાગુ કરી. જેથી પાર્કિંગ સમસ્યા ન રહે અને આ સાથે વાહન ચાલકની ઓળખ થઈ શકે.
ઈવેન્ટ લોંચમાં ટ્રાફિક ડીસીપી સફિન હસન રહ્યાં હાજર
“MilJayega” એ એક સ્માર્ટ સ્ટીકર છે, જે કોઈપણ ઘટના બને તો તે વાહનચાલકના પરિવાર સુધી પહોંચાડી શકે છે. આ સ્ટિકર દુર્ઘટના સમયે તાત્કાલિક મદદ પહોંચાડવાની સાથે સાથે પોલીસને રાહત અને ઘાયલ વ્યક્તિને પણ શ્રેષ્ઠ ઉપચાર પહોંચાડવા માટે સક્ષમ થશે. પાર્કિંગ સમસ્યા અને આજકાલ વધી રહેલ અકસ્માતોના પગલે રુબ્સ સ્કૂલના સત્તાધીશોને પોતાના વિદ્યાર્થીઓ માટે આ પહેલ શરૂ કરી છે. કે જેનાથી તેમના માતા-પિતા પણ ચિંતા મુક્ત રહી શકે.
કેટલાક સમયે માર્ગ અકસ્માતમાં લોકો જીવ ગુમાવે છે. મોટાભાગના લોકો સમયસર સારવાર ન મળવાને કારણે અકાળમૃત્યુ પામે છે. ઈજાગ્રસ્તના સ્વજનોને ઘાયલની અને લોકોને સ્વજનની માહિતી મળતી નથી હોતી. જો યોગ્ય સમયે માહિતી મળે તો પરિવારના સભ્યો હોસ્પિટલ અથવા સ્થળ પર પહોંચીને મદદ કરી શકે છે. તેને ધ્યાનમાં રાખીને આ સ્માર્ટ સ્ટીકર બનાવવામાં આવ્યું છે.
ટેક્સ્ટ મેસેજ અથવા ઈમરજન્સી કોલનો વિકલ્પ દેખાશે
આ સ્ટીકર માત્ર અકસ્માત સમયે સ્વજનોને તાત્કાલિક સંદેશ નહીં મોકલશે. આ સ્ટીકરની સૌથી ખાસ વાત એ છે કે તેને સાયકલથી લઈને ટ્રક સુધી કોઈપણ વાહન પર લગાવી શકાય છે. કોઈપણ ઈમરજન્સીમાં કોઈ પણ મદદગાર વ્યક્તિ કે પોલીસ તેમના મોબાઈલમાંથી સ્માર્ટ સ્ટિકરમાં સ્કેન કરશે. તે પછી મોબાઈલ સ્ક્રીન પર વાહન નંબર, બ્લડ ગ્રૂપ, કોલ નાઉ, ટેક્સ્ટ મેસેજ અથવા ઈમરજન્સી કોલનો વિકલ્પ દેખાશે.
આ દરમિયાન હેલ્પર કોલ અથવા મેસેજ દ્વારા પરિવારને જાણ કરી શકે છે. સાથે જ બ્લડ ગ્રૂપ પણ અંદર એડ કરી શકાશે. જેનાથી ચાલકનું બ્લડ ગ્રૂપ જાણી તેની પણ ત્વરિત મદદ કરી શકાશે. એટલું જ નહીં, જો તમારું વાહન નો પાર્કિંગ સ્પોટ પર પાર્ક કરેલું હોય તો આ સ્ટીકર સ્કેન કરી શકાય છે. અને વાહનના માલિકને ફોન કરીને તરત જ જાણ કરી શકાય છે. તેથી આ એપ્લિકેશન મારફતે સ્કૂલના વિદ્યાર્થીઓથી લઈને તેમના માતા-પિતા દરેકની ચિંતા ઘણી ઓછી થઈ જાય છે. આ સિવાય સગા – વહાલાં, મિત્રો કે સંબંધીઓની સંખ્યા પણ તેમાં ઉમેરી શકાશે. આમાં ટોલ ફ્રી નંબર કોલર અને રીસીવર બંનેની સ્ક્રીન પર દેખાશે. જેથી ગોપનીયતા પણ જળવાઈ રહેશે.
કેવી રીતે Qr કોડ સિસ્ટમ ડેવલપ થઈ
miljayega એપ્લિકેશન કંપની શરૂ કરનાર હેતલ રાવલ અને તેમના ચાર મિત્રો કોરોના સમયે મળ્યા અને વાત ચાલતી હતી. ત્યારે ભારતમાં અકસ્માત અને તેમાં મોતના આંકડાની ચર્ચા થઈ જે ચોંકાવનારા હતા. જેમાં ઓળખ બાબતે પણ ચર્ચા થઈ અને ત્યારે Qr કોડ સિસ્ટમ વિચાર આવ્યો અને 2021 માં તેનું ઇમ્પ્લીમેન્ટસન શરૂ કરાયુ અને આજે ભારતમાં 20 હજાર કરતા વધુ લોકો આ Qr કોડ સિસ્ટમનો લાભ લઇ રહ્યા છે. અને હજુ વધુ લોકો તેનો લાભ લે તેવો તેમનો પ્રયાસ ચાલુ છે. જેથી આ પ્રકારની ઘટનામાં વધુમાં વધુ લોકોને મદદરૂપ બને અને સમસ્યાનો હલ આવે.