Ahmedabad : ઢોર નિયંત્રણ પોલિસીના અમલવારીના પ્રથમ દિવસે 58 ઢોર પકડાયા, માલધારીઓએ ઠેર ઠેર અડચણ ઉભી કરી
ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી બાદ રાજ્ય સરકાર અને મનપાએ રખડતા ઢોર નિયંત્રણ અંગે પોલીસી બનાવી તેની અમલવારી આજથી શરૂ કરવામાં આવી. સવારથી અમદાવાદ મનપાના અલગ અલગ ઝોનમાં અલગ અલગ ટીમો રખડતા ઢોર પકડવા માટે નીકળી હતી.
Ahmedabad : ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદમાં રખડતા ઢોર (Stray Cattle) અંગેની પોલીસીની અમલવારી આજથી શરૂ થઈ હતી. મનપા કમિશનરના આદેશ બાદ તમામ ઝોનમાં અલગ અલગ ટીમો બનાવી રખડતા ઢોરને પકડવાની કામગીરી શરૂ કરાઈ હતી. જેમાં આજે પ્રથમ દિવસે શહેરભરમાંથી 58 ઢોર પકડવામાં આવ્યા. ફરી એકવાર રખડતા ઢોરને પકડવામાં માલધારી યુવકો અડચણરૂપ બન્યા.
આ પણ વાંચો Ahmedabad : ટ્રાફિક નિયમનો ભંગ કરનારા સાવધાન ! ટ્રાફિક પોલીસની સાથે RTO પણ કરશે દંડ
ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી બાદ રાજ્ય સરકાર અને મનપાએ રખડતા ઢોર નિયંત્રણ અંગે પોલીસી બનાવી તેની અમલવારી આજથી શરૂ કરવામાં આવી. સવારથી અમદાવાદ મનપાના અલગ અલગ ઝોનમાં અલગ અલગ ટીમો રખડતા ઢોર પકડવા માટે નીકળી હતી.
અમલવારીના પ્રથમ દિવસે 58 ઢોર પકડાયા
આ દરમિયાન જાહેર સ્થળ પર રખડતા 58 ઢોર પકડવામાં આવ્યા. આ ઉપરાંત જમાલપુર, અમરાઈવાડી, રાધા રમણ સોસાયટી, અનિલ સ્ટાર્ચ મીલ, સરદારનગર બજાર રોડ, સીટી ગોલ્ડ સિનેમા રોડ અને મણીધર મહારાજ પાસે ગેરકાયદેસર ઘાસ વેંચતા 7 લોકો સામે સ્થાનિક પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ કરાઈ છે અને 235 કિલો ઘાસ જપ્ત કરવામાં આવ્યું છે.
માલધારીઓએ અડચણ ઉભી કરી
મ્યુની કમિશનરની સૂચના બાદ અલગ-અલગ સાત ટીમો બનાવી ઢોર પાર્ટી પોલીસ પ્રોટેક્શન સાથે રખડતા ઢોર પકડવા માટે નીકળી હતી. જો કે અગાઉની જેમ જ નવી પોલિસીના અમલીકરણમાં મનપા ટીમને ઢોર પકડતા રોકવામાં આવ્યા હતા. મનપાની ટિમ જે જગ્યા પર પહોંચે એની સાથે 20-25 યુવકોનું ટોળું બાઇક લઈ લાકડીઓ સાથે નીકળ્યું હતું.
નવી પોલિસીમાં વિક્ષેપ બદલ દંડની જોગવાઈ
મનપાની ટીમ જ્યાં ઢોર પકડવા ઉભી રહે ત્યાં માલધારી યુવકો આવી ઢોરને લાકડી મારી ત્યાંથી ભગાવી દઈ કામગીરીમાં વિક્ષેપ પહોંચાડવાનું કામ કરતા જોવા મળ્યા. નવી પોલિસીમાં મનપા ટીમને રખડતા ઢોર પકડવામાં વિક્ષેપ પાડવા બદલ કાર્યવાહીની જોગવાઈ કરાઈ છે.