Ahmedabad: સુંદરતા અને હરિયાળી બતાવવા શહેરમાં આડેધડ ઉગાડી દેવાયેલા કોનોકાર્પસ ભવિષ્યમાં નોતરશે મોટુ જળસંકટ- વાંચો

|

Jul 13, 2023 | 5:58 PM

Ahmedabad: શહેરની હરિયાળી બતાવવા માટે આડેધડ રીતે ડેવિલ ટ્રી તરીકે વધુ જાણીતા કોનોકાર્પસના વૃક્ષો ઉગાડી દેવામાં આવ્યા છે. આ વૃક્ષ અત્યંત જોખમી છે અને મોટુ જળસંકટ નોતરે છે. તેલંગાણા રાજ્યે આ વૃક્ષ ઉગાડવા પર પ્રતિબંધ મુક્યો છે.

Ahmedabad: સુંદરતા અને હરિયાળી બતાવવા શહેરમાં આડેધડ ઉગાડી દેવાયેલા કોનોકાર્પસ ભવિષ્યમાં નોતરશે મોટુ જળસંકટ- વાંચો

Follow us on

Ahmedabad: હાલના સમયમાં જે રીતે ઝડપી હરિયાળી બતાવવા માટે કોનોકાર્પસ વૃક્ષો ઉગાડી રહ્યા છે. તે પર્યાવરણ માટે અત્યંત નુકસાનકર્તા છે. પર્યાવરણપ્રેમીઓના જણાવ્યા મુજબ કોનોકાર્પસ ટ્રી પર્યાવરણ માટે ઘણુ હાનિકારક છે. ગલ્ફ કન્ટ્રીઝ અને પાકિસ્તાન સહિતના દેશોએ કોનોકાર્પસ ઉગાડવા પર પ્રતિબંધ મુકી દીધો છે.

હાલના સમયમાં જંગલોના નિકંદનને પગલે ગ્લોબલ વોર્મિંગ ખતરનાક સ્તરે પહોંચી ગયુ છે. લોકો હવે ગ્લોબલ વોર્મિંગની અસરથી પૃથ્વીને બચાવવા માટે આડેધડ વૃક્ષો વાવી જાણ્યેઅજાણ્યે પૃથ્વીને નુકસાન પહોંચાડી રહ્યા છે.

અત્યારે જે રીતે હરિયાળી બતાવવા માટે કોનોકાર્પસ નામના વૃક્ષોનું વાવેતર કરી રહ્યા છે તે પર્યાવરણ માટે અત્યંત જોખમી હોવાનુ પર્યાવરણ વિદો જણાવે છે. આ વૃક્ષ જમીનમાંથી રોજનું એક લાખ લીટરથી પણ વધુ પાણી શોષી લે છે.

એફિલ ટાવરની ટોચ પર બનેલા સિક્રેટ રૂમની અંદર શું છે?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
નીમ કરોલી બાબાએ ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવવા માટે જણાવ્યો મંત્ર
"ચાર લોગ કયા કહેંગે" આ વાક્ય પર કથાકાર જયા કિશોરીએ કહી મોટી વાત, જુઓ Video
Vastu Tips : મીઠાના ચમત્કારિક ઉપાયથી થશે રૂપિયાનો વરસાદ, જાણો
આ ખોરાક ખાવાથી વધશે સ્પર્મ કાઉન્ટ

જાપાન અને ગલ્ફના દેશોએ કોનોકાર્પસ વૃક્ષ ઉગાડવા પર મુક્યો પ્રતિબંધ

આ એવુ વૃક્ષ છે જે ઓક્સિજન નહીં પરંતુ કાર્બન ડાયોક્સાઈડ છોડે છે. જેના કારણે બીમારીઓ પણ થાય છે. જાપાનમાં તો આ વૃક્ષ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભૂલથી પણ ગાર્ડનમાં આ વૃક્ષને વાવવુ જોઈએ નહીં. તે લોકોને બીમારીઓની ભેટ તો આપે જ છે પરંતુ સાથોસાથ લાંબા ગાળે જળસંકટની પણ ભેટ આપે છે. તંત્ર દ્વારા એક મોટુ અભિયાન ચલાવી જ્યાં જ્યાં કોનોકાર્પસ વૃક્ષો ઉગેલા હોય તે હટાવી તેની જગ્યાએ આસોપાલવ કે લીમડા જેવા વૃક્ષો વાવી શહેરની હરિયાળી અને સુંદરતા યથાવત રાખી શકાય.

કોનોકાર્પસના કારણે જમીનમાં રહેલા ભૂગર્ભજળ પર તેની સીધી અસર જોવા મળે છે. તેમજ જૈવવૈવિધ્યતા (BioDiversity) પર પણ તેની હાનિકારક અસર થાય છે. આ વૃક્ષો પર ના તો પક્ષીઓ માળો બનાવે છે ના તો તેના ફળ કોઈ પ્રાણીઓ ખાય છે.

જમીનમાંથી રોજનું એક લાખ લીટર પાણી શોષી લે છે કોનોકાર્પસ ટ્રી

આજકાલ વૈભવી બંગલા, આલીશાન હોટેલ્સ અને પાર્કની શોભામાં વધારો કરતા કોનોકાર્પસ વૃક્ષો એક ફેશન બની ગયા છે. ઘાટા અને લીલા પાંદડા અને ગમે તે ઋતુમાં પણ ખૂબ ઝડપથી વિકાસ પામતુ કોનોકાર્પસ વૃક્ષ દેખાવમાં ઘણુ સુંદર હોય છે.

ઝડપથી વધી જતુ હોવાથી હોવાથી છાંયડો પણ આપે છે. પરંતુ પર્યાવરણ માટે આ વૃક્ષ ઘણુ ખતરનાક છે. કોનોકાર્પસ જમીનમાંથી ખૂબ મોટા પ્રમાણમાં પાણી શોષી લે છે. ઉપરાંત વૃક્ષ ગમે તેવી જમીન અને ગમે તેવી જમીન અને ગમે તેવા વાતાવરણમાં પણ ઝડપથી વિકાસ પામે છે અને તેના કારણે વૃક્ષ જમીનમાં નાખવામાં આવેલી પાઈપલાઈનને પણ નુકસાન પહોંચાડે છે.

કોનોકાર્પસ વૃક્ષ મકાનોને પણ નુકસાન પહોંચાડે છે. બગાચામાં કોનોકાર્પસના એક કે બે છોડ હોય તો તેમાથી કોઈ નુકસાન થતુ નથી. પરંતુ સંખ્યા ખૂબ વધારે હોય તો તે બગીચાને અથવા તેની આસપાસના લોકોને નુકસાન પહોંચાડે છે.

પાકિસ્તાને પણ ડેવિલ ટ્રી કોનોકાર્પસ પર મુક્યો છે પ્રતિબંધ

આ વૃક્ષ પર વિશ્વના અનેક દેશોએ પ્રતિબંધ મુક્યો છે. ગલ્ફ કન્ટ્રીઝે પણ કોનોકાર્પસ ઉગાડવા પર બેન ફરમાવ્યો છે. પાકિસ્તાન જેવા દેશમાં પણ આ વૃક્ષ ઉગાડવા પર પ્રતિબંધ છે. માત્ર આફ્રિકા અને ભારતમાં જ કોનોકાર્પસના વૃક્ષો જોવા મળે છે.

જો પાકિસ્તાન જેવો દેશ પણ કોનોકાર્પસથી થતા નુકસાનને સમજી તેને ઉગાડવા પર પ્રતિબંધ મુકતુ હોય તો ભારત જેવા દેશમાં આ વૃક્ષ વાવવુ કેટલુ ઉચિત કહેવાય તે વિચારવા યોગ્ય છે. તેલંગણા રાજ્યે આ વૃક્ષ પર પ્રતિબંધ મુક્યો છે. જ્યારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આ પણ પ્રતિબંધ મુકવા વિચારી રહ્યા છે.

કોનોકાર્પસના પાંદડા કે ફળો જાનવરો પણ ખાતા નથી, કાર્બન ડાયોક્સાઈડ છોડતુ હોવાથી અનેક બીમારીઓ નોતરે છે

ગાંડા બાવળના કારણે દેશી વૃક્ષોને થયેલા નુકસાનને આપણે વેઠી ચુક્યા છીએ. આ વૃક્ષના પાંદડા જાનવરો પણ ખાતા નથી. આથી જ ગાય કે બકરી આ વૃક્ષને ખાતા ન હોવાથી તેની લીલોતરી વધુ દેખાય છે અને તે વધુ ઝડપથી મોટુ થઈ જાય છે.

આ વૃક્ષમાં પક્ષીઓને ભોજન મળે તેવુ કોઈ ફળ પાક્તુ નથી. ના તો તેનો કોઈ ઔષધિય ઉપયોગ થાય છે. તેમાય ભારતીય વૈદ્યશાસ્ત્રોમાં પણ આ વનસ્પતિનો કોઈ ઉલ્લેખ નથી. આ એક વિદેશી કૂળનું વૃક્ષ છે.

જાણકારો તો ત્યાં સુધી કહે છે આ વૃક્ષના સંપર્કમાં વધુ સમય સુધી રહેવાથી ફેફસાનું કેન્સર, ફંગલ ઈન્ફેક્શન જેવા ચામડીના રોગો થવાનું જોખમ વધે છે. કોનોકાર્પસથી અસ્થમાં શરદી, ખાંસી તેમજ એલર્જીનું જોખમ પણ રહે છે. આથી તેને ડેવિલ ટ્રી કે રાક્ષસી વૃક્ષ તરીકે પણ ઓળખાય છે.

આ પણ વાંચો : Ahmedabad: રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસના મૌન ધરણા, રાહુલ ગાંધીને ખોટી રીતે હેરાન કરાઈ રહ્યા હોવાનો દાવો

પાકિસ્તાનના કરાંચીમાં આજથી 5 વર્ષ અગાઉ 18 લાખ કોનોકાર્પસ વૃક્ષો થઈ જતા લોકોએ વિરોધ કરી આ વૃક્ષોને કાઢવા અભિયાન ચલાવ્યા હતા. હાલ ભારતમાં પણ આવનારા સમયમાં ઘેરા જળસંકટથી બચવા કોનોકાર્પસને ઉગાડવુ બંધ કરવુ જ હિતાવહ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:48 pm, Thu, 13 July 23

Next Article