Tapi: વન પર્યાવરણમંત્રી મુકેશ પટેલે લીધી તાપીના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત, વહેલી તકે સહાય ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને આપી સૂચના

Tapi: વન અને પર્યાવરણમંત્રી મુકેશ પટેલે તાપી જિલ્લાના અસરગ્રસ્તોની વચ્ચે પહોંચ્યા હતા. ભારે વરસાદને પગલે તાપીમાં અનેક લોકોને પારવાર નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે મંત્રીએ અસરગ્રસ્તોને વહેલી તકે સહાય પહોંચતી કરવા સૂચન કર્યુ હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2023 | 11:50 PM

વન અને પર્યાવરણ પ્રધાન મુકેશ પટેલે તાપી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને વહેલા તકે સહાય મળે તે માટે અધિકારીઓને સૂચના આપી હતી. વન પ્રધાને અસરગ્રસ્ત વિસ્તારોની જાત માહિતી મેળવી હતી. મુલાકાત દરમિયાન કલેકટર અને વ્યારાના પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ તરફ સુરતના ઉપરવાસમાં ધોધમાર વરસાદ થતતા ઉકાઈ ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યુ છે. તાપી નદીમાં પાણી છોડાતા કોઝવે સંપૂર્ણપણે ઓવરફ્લો થયો છે. નદીના પાણીનો પ્રવાહ વધતા કોઝવે ભયજનક સપાટી પર છે. લોકોને અહીંથી અવરજવર ન કરવા પણ સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો : સુરત જિલ્લામાં સારો વરસાદ વરસ્યા બાદ ખેડૂતોએ ચોમાસુ પાકની શરૂ કરી વાવણી, જુઓ Video

કોઝવે ભયજનક સ્થિતિમાં હોવા છતા કેટલાક લોકો અહીંથી અવરજવર કરતા પોલીસ એક્શનમાંઆવી હતી. હાલ કોઝવેની બંને તરફ પોલીસ પેટ્રોલિંગ ગોઠવી દેવાયુ છે. પ્રતિબંધ હોવા છતા કોઝવે પર નાહવા જતા લોકો સામે હવે પોલીસ કાર્યવાહી કરશે.

તાપી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભાવનગરની સરટી હોસ્પિટલ 100 વર્ષે પણ અડીખમ, અન્ય 15 વર્ષમાં જ ખખડી ગઈ
ભાવનગરની સરટી હોસ્પિટલ 100 વર્ષે પણ અડીખમ, અન્ય 15 વર્ષમાં જ ખખડી ગઈ
રખડતા ઢોરોથી મળશે છૂટકારો! ઢોર નિયંત્રણની નવી પોલિસી લાગુ
રખડતા ઢોરોથી મળશે છૂટકારો! ઢોર નિયંત્રણની નવી પોલિસી લાગુ
રાજ્યમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી
વડોદરામાંથી નકલી ઓઈલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, જુઓ વીડિયો
વડોદરામાંથી નકલી ઓઈલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, જુઓ વીડિયો
જુનાગઢમાં ભરબજારે જામ્યુ આખલા યુદ્ધ, સ્થાનિકોમાં ફફડાટ
જુનાગઢમાં ભરબજારે જામ્યુ આખલા યુદ્ધ, સ્થાનિકોમાં ફફડાટ
તમિલનાડુની જગતગુરુ સેવા સંસ્થાના 400 ભાવિકોએ સોમનાથ મંદિરની કરી સફાઈ
તમિલનાડુની જગતગુરુ સેવા સંસ્થાના 400 ભાવિકોએ સોમનાથ મંદિરની કરી સફાઈ
અમરેલી: વડિયામાંથી નશાયુક્ત આયુર્વેદિક સિરપની 280 બોટલ ઝડપાઈ
અમરેલી: વડિયામાંથી નશાયુક્ત આયુર્વેદિક સિરપની 280 બોટલ ઝડપાઈ
નશાકારક સિરપ સામે ડ્રાઈવ, વિવિધ મેડિકલમાં પોલીસના દરોડા
નશાકારક સિરપ સામે ડ્રાઈવ, વિવિધ મેડિકલમાં પોલીસના દરોડા
નશીલા સિરપને લઇને રાજકોટ પોલીસ એકશનમાં વિવિધ સ્થળોએ પાડ્યા દરોડા
નશીલા સિરપને લઇને રાજકોટ પોલીસ એકશનમાં વિવિધ સ્થળોએ પાડ્યા દરોડા
અમદાવાદઃ IPS આર.ટી. સુસરાની પત્નીએ કર્યો આપઘાત
અમદાવાદઃ IPS આર.ટી. સુસરાની પત્નીએ કર્યો આપઘાત
g clip-path="url(#clip0_868_265)">